________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ પણ પ્રકારની કાવ્યશૈલી કદિ પણ જન્માવી શકતી નથી.
શ્રીમાન સાહિત્યપ્રેમી પણ અપદ્યાગદ્યના લેખક છે, છતાં મારે નિરપક્ષપણે આ ટીકા કરવી પડે છે; કેમ કે બંધન વિનાનું તેવું અવ્યવસ્થિત સર્જન કદી પણ એક સતકાવ્ય તરીકેની સ્થિતિને પામી શકતું નથી, પછી સ્વરછદી વિચારીને તે ભલેને ગમે તેટલું સુંદર લાગતું હોય,
અસ્તુ. આ પુસ્તકની કવિતાઓમાં તે શબદલાલિત્યાદિ સાથે સુંદર બંધારણ છે. તેમાંની ગેયતા મનહર અને સામયિક છે. સાથે સાથે તેની ભાષા પણ મર્યાદિત સંસ્કારી છે. મર્યાદિત એટલે કવિતાની ભાષા ગુજરાતી રહી શકી છે, પણ સંસ્કૃત સાથે વર્ણસંકર બની ગઈ નથી, જેની માતૃભાષા ગુજરાતી છે, જે નાગરિક છે અને જેણે સામાન્યતઃ ગુજરાતી ભાષાનું શિક્ષણ પણું લીધું છે, એવા શ્રોતા વાચકને પણ સંખ્યાબંધ સ્થળોમાં શબ્દાર્થ ન સમજાય ત્યારે જ મેંઘામૂલી કવિતા ગણાય એ આગ્રહ, સંસ્કૃત ભાષાના એક સારા વિદ્વાન હોવા
www.kobatirth.org
For Private And Personal Use Only