________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાવામિડન સુમતિનાથ સ્તવન (પૃ. ૧૮૨ કડી ૪) યોગમાર્ગને મેળ સાધતી આ ઉપમા કેટલી સુંદર છે. કવિ યોગમાર્ગપ્રેમી છે તે તેના પરથી સ્પષ્ટ જણાઈ આવે છે.
ભિન્ન ભિન્ન રાગોમાં રચાયેલાં (પૃષ્ઠ ૪૦૭ થી ૪૧૬) પાંચ સંસ્કૃત ગીત શબ્દલાલિત્ય અને પ્રાંજલભાષાના એકથી ભાવપૂર્ણ બન્યાં છે. અને એ ગાવાથી પંડિત જગન્નાથની ગીતગોવિંદની ગેયતા સ્વાભાવિક રીતે જ યાદ આવે છે.
આ ઉપરાંત કવિશ્રીએ ગુરભક્તિના પુનિત સ્મરણ રૂપે શ્રી હેમચન્દ્રાચાર્યજી, શ્રીવિજયહીરસૂરિજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને અન્ય મહાનુભાવોનાં આદર્શ ગીતે વિવિધ રૂપે જ્યાં છે. જેમાં લલિત અને આલંકારિક તથા ભાવવાહી ભાષામાં અંતરને તમામ પ્રેમભાવ રેડી શિષ્યભાવના રજૂ કરી છે.
પ્રસ્તાવના લાંબી થવાને કારણે વધુ ચર્ચા અયોગ્ય ગણાય. આ સિવાય પણ બીજાં ઉત્તમ
www.kobatirth.org
For Private And Personal Use Only