________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી રીતે શ્રીમાન મુનિશ્રીએ શાન્તરસને પિષવા તેનાં અન્યાન્ય સાધનોને પણ ઉપયોગ કર્યો છે. કવિતાને નિર્દોષ બનાવી છે અને તેમાં માધુર્યાદિ ગુણોને પુરતે ઉદ્ભવ કરી તેને અલંકારોથી શણગારી છે.
તેવાં કેટલાંક સ્થળને નિર્દેશ કરી આ લઘુ પ્રસ્તાવનાને પૂર્ણ કરીશું.
બિહાગ રાગમાં રચાયેલું પદ્મપ્રભુનું સ્તવન સર્વાગ સુંદર હોઈ સુમધુર ધ્વનિ ઉત્પન્ન કરે છે.
અજરામર અરિહંત, જિનવર ! પદ્મપ્રભુ ગુણવંત -ટેક (પા. ૫૬).
ગાયકને ગાવામાં સર્વથી સાનુકુળ થઈ પડે તેવું આ સ્તવન અર્થની પણ સચોટતા રજૂ કરે છે.
મહાવીર દીક્ષા પ્રસંગનું વર્ણન કરતાં કવિથી વર્ણનાત્મક શકિત સાથે ઉપમાને મેળ સારી રીતે સાધી શક્યા છે. દીપે છે મંગલ પ્રભાત, ઉત્સવો અવનિને સ્વર્ગ, વાયે ધીમે મધુ વાત, ઉસ અવનિ ને સ્વર્ગ,
www.kobatirth.org
For Private And Personal Use Only