Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
નિત્યકમ
સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથ ત્યાગ દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧0 તુજ વિયાગ કુરતે નથી, વચન નયન યમ નહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું ? ૧૩ કેવળ કરુણ-મૂર્તિ છે, દીનબંધુ દૌનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથીં આથડ્યો, વિન ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યો અનેક પાર ન તેથી પામિ, ઊગે ન અંશ વિવેક. ૧૬. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય; સંસાધન સમજયા નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં. પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દેણ તે, તરીએ કેણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફર ફર માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ ૨૦
–શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38