Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાયંકાળને તથા રાત્રિને
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ ૧૧૩ કેટિ વર્ષનું સ્વમ પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ લેતા તું તેહને, એ જ ધર્મને મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેહ્મસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનને, આવી અત્ર સમાય; ઘરી મૌનતા એમ કહીં, સહજ સમાધિમાંય. ૧૧૮
શિષ્યબાધબીજમાસિકથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન ૧૧૯ ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨0 ર્તા ભક્તા કર્મને, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મેક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 33 34 35 36 37 38