Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાયંકાળને તથા રાત્રિને નિત્યક્રમ
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કેય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને હ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મેહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હેય પ્રશાંત તે કહીંએ જ્ઞાનદશા, બાકી કહીંએ બ્રાંત. ૧૩૯ સકળ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારોને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ ( શ્રી નડિયાદ. આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨)
(આત્મસિદ્ધિ પછી આશ્રમમાં ૫. ઉ. પ. પૂ. પ્રભુ શ્રીજીના ઉપદેશામૃતનું અને પૂ. શ્રી બ્રહ્મચારીજીના બોધામૃતનું અડધો કલાક નિયમિત વાંચન થાય છે.)
| દ્વિતીયાવૃત્તિ પ્રત ૭૦૦૦
મદ્રક : રાજીવ Jain Education International
વિક્રમ સંવત ૨૦૪૬ ઈ. સ. ૧૯૯૦
V. U. Nagar Phone : 30974 For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 35 36 37 38