Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/005407/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સાયંક્ષળનો તથા રાત્રિનો નિત્યક્રમ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ સદગુર તમે સાયંકાળનો તથાત્રિના નિત્યકમ (સાયંકાળની ભક્તિનો ક્રમ : સમય ૬) ૧. સાયંકાળની સ્તુતિ તથા દેવવંદન મહાદેવ્યાકુક્ષિરત્ન, * શબ્દજીતવરાત્મજમ રાજચંદ્રમહં વંદે, તત્ત્વચનદાયકમ. ૧ જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી. કાર બિંદુસંયુક્ત નિત્ય ધ્યાયન્તિ ગિનઃ કામદં મેક્ષ ચૈવ, સકારાય નમેનમઃ આ છે મંગલમય મંગલકરણ, વીતરાગ વિજ્ઞાન નમે તાહિ જાતે ભયે, અરિહંતાદિ મહાન. વિશ્વભાવ વ્યાપિ તદપિ, એક વિમલ ચિદ્રપ; જ્ઞાનાનંદ મહેશ્વરા, જયવંતા જિનભૂપ. જ મહત્તત્ત્વ મહનીય મહઃ મહાધામ ગુણધામ; ચિદાનંદ પરમાતમા, વંદે રમતા રામ. છે પાઠાન્તર : શબ્દજીતરવાત્મજમ્. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળને તથા તીનભુવન ચૂડારતન, – સમ શ્રી જિનકે પાય; નમત પાઈએ આપ પદ, સબ વિધિ બંધ નશાય. દર્શન દેવદેવસ્ય, દર્શને પાપનાશનમ, દર્શન સ્વર્ગસે પાન, દર્શને મોક્ષસાધનમ્ . દર્શનાદુ દુરિતધ્વસિ વંદનાદુ વાંચ્છિત પ્રદ પૂજનાત્ પૂરક શ્રીણ, જિનઃ સાક્ષાત્ સુરદુમઃ ૮ પ્રભુદર્શન સુખસંપદા, પ્રભુદર્શન નવનિધિ; પ્રભુદર્શનસે પામીએ, સકલ મને રથ-સિદ્ધિ. બ્રહ્માનંદ પરમસુખદ કેવલ જ્ઞાનમૂર્તિમ, દ્વદ્વાતીત ગગનસશું તત્ત્વમસ્યાદિ લક્ષ્યમ્ ; એક નિત્ય વિમલમચલ સર્વદા સાક્ષીભૂતમ, ભાવાતીત ત્રિગુણરહિત સશુરું તં નમામિ. ૧0 આનંદમાનંદકર પ્રસન્ન જ્ઞાનસ્વરૂપે નિજરૂપમ; યેગીન્દ્રમીથંભવાગવૈદ્ય શ્રીમદ્ ગુરુ નિત્યમહં નમામિ. ૧૧ શ્રીમદ્ પરબ્રહ્મગુરું વદામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું નમામિ, શ્રીમદ્ પરબ્રહ્મગુરું ભજામિ શ્રીમદ્ પરબ્રહ્મગુરું સ્મરામિ. ૧૨ ગુરુબ્રહ્મા ગુરુર્વિષ્ણુર્ગુરુઈ મહેશ્વરઃ ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ સમૈ શ્રી ગુરવે નમઃ ૧૩ ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપદમ મંત્રમૂલ ગુરુવાક્ય મેક્ષમૂલં ગુરુકૃપા. ૧૪ અખંડમંડલાકારં વ્યાપ્ત યેન ચરાચરમ તયદે દર્શિત ચેન તસ્મ શ્રી ગુરવે નમઃ ૧૫ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મ શ્રી ગુરવે નમઃ ૧૬ થોનધૂપ મન પુર્વ પંચેન્દ્રિય હતાશનમ ક્ષમાજાપ સંતેષપૂજા પૂજ્ય દેવે નિરંજન ૧૭ દેવેષ દેડક્ત નિરજને મે, ગુરર્થરધ્વસ્ત દમી શમી મે; ઘર્મ ધર્મોડસ્તુદયા પરે મે, ત્રીયેવતત્ત્વાનિ ભવે ભવે મે. ૧૮ પરાસરગુરવે નમઃ પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ સાક્ષાત્ પ્રત્યક્ષ સશુરવે નમો નમઃ ૧૯ અહે! અહે! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહે ! અહે! ઉપકાર. ૨૦ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન ૨૧ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન. ૨૨ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૨૩ જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત ૨૪ નમસ્કાર જય જય ગુરુદેવ ! સહજાન્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામી અંતરજામી ભગવાન ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીહિઆએ મથએણ વંદામિ. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળનો તથા રાત્રિનો પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમજ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૨૫ નમસ્કાર જય જય ગુરુદેવ! ............ મથએ વંદામિ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીને ચરણમાં, હો વંદન અગણિત. ૨૬ નમસ્કાર જય જય ગુરુદેવ! ......... મથએણ વંદામિ. નમોડસ્તુ, નડતુ, નમસ્તુ, શરણું, શરણું, શરણું, ત્રિકાલશરણું, ભભવશરણું, સદ્ગુરુશરણું, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હ, વિનયવંદન હે, સમયાત્મક વંદન હો નડતુ જય ગુરુદેવ શાંતિ, પરમ તારુ, પરમ સજજન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ માળ, પરમ કૃપાળ, વાણીસુરસાળ, અતિ સુકુમાળ, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણે મા હણે શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમલ મેરે હૃદયકમલ અખંડપણે સંસ્થાપિત રહે, સંસ્થાપિત રહે; પુરુષેક સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટપર ટકેલ્કીર્ણવત્ સદાદિત જયવંત રહે, જયવંત રહે. આનંદમાનંદકરપ્રસન્ન જ્ઞાનસ્વરૂપે નિજબોધરૂપમ, યેગીન્દ્રમીયં ભગવૈદ્ય શ્રીમદ્ગુરુ નિત્યમહં નમામિ. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ૨. આરતી (૧) જય જય આરતી સગુરુરાયા, શ્રીમદ્ રાજચંદ્ર નમું (તુજ) પાયા. જય૦ ૧ પહેલી આરતી મિથ્યા ટાળે, સમ્યજ્ઞાન પ્રકાશ નિહાળે. જય૦ ૨ બીજી આરતી બીજ ઉગાડે, કંકાતીતપણને પમાડે. જય૦ ત્રીજી આરતી ત્રિકરણ શુદ્ધિ, થાયે સહેજે નિર્મળ બુદ્ધિ જય. ચેથી આરતી અનંત ચતુષ્ટય, પરિણામે આપે પદ અવ્યય. જય૦ ૫ પંચમી આરતી પંચ સંવરથી, શુદ્ધ સ્વભાવ સહજ લહે અરથી. જય૦ ૬ શ્રીમદ્ સરુરાજ - કૃપાએ, સત્ય મુમુક્ષુપણું પ્રગટાયે. જય૦ ૭ આરતી (૨). જય દેવ, જય દેવ, જય પંચ પરમ પદ સ્વામી, પ્રભુ પચ પરમ પદ સ્વામી; મેહાદિક હણ્યાથી (૨) અનંત ગુણધામી. જયદેવ૧ કલેક પ્રકાશક, સૂર્ય પ્રગટ જ્ઞાની, પ્રભુત્વ આરતી કરી જીવ પામે (૨) શિવપદ સુખખાણી. જયદેવ. ૨ પહેલી આરતી પ્રભુની, જિજ્ઞાસુ કરતા; પ્રભુ નિજ પદ લક્ષ લહી તે (૨) મિથ્યામતિ હરતા. જયદેવ. ૩ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૐ સાયંકાળના તથા રાત્રિને બીજી આરતી પ્રભુની, સમકિતી કરતા; પ્રભુ પ્રભુ સમ નિજ ચિપને (૨) અંતર અનુભવતા. જયદેવ૦ ૪ ત્રીજી આરતી પ્રભુની, શાંત સુધા ઝરતા; પ્રભુ॰ રત્નત્રય ઉજજ્વલથી (૨) ધર્મ ધ્યાન ધરતા. જયદેવ૦ ચેાથી આરતી પ્રભુની, શ્રેણી ક્ષપક ચડતા; પ્રભુ શુક્લ ધ્યાન વર યાગે (ર) માહ શત્રુ હણતા. જયદેવ૦ ૬ પંચમી આરતી પ્રભુની, કેવલશ્રી વરતા; પ્રભુ ધન્ય ધન્ય સહજાત્મા (૨) સિદ્ધિસદન વસતા. જયદેવ૦ ૭ શુદ્ધ ચિદાત્મની આરતી, આત્માર્થી કરતા; પ્રભુ॰ શ્રી ગુરુરાજ—કૃપાથી (૨) ભવજલધિ તરતા. જયદેવ૦ ૮ ૩. મંગલ દીવો (૧) દીવા રે દીવા પ્રભુ મંગલિક દીવા, શ્રીમદ્ સદ્ગુરુ શાશ્વત જીવા. ઢીવા૦ ૧ સમ્યગ્દર્શન નયન કેવલ જ્ઞાન ભવભ્રમતિમિરનું પ્રકાશ મૂળ માહુ પતગની ભસ્મ અજવાળે, નિહાળે. દીવા૦ ૨ નસાવે, બનાવે. દીવા૦ ૩ પાત્ર મુમુક્ષુ ન નીચે રાખે, તપર્વ નહીં એ અચરજ દાખે. દીવા૦ ૪ કલિમલ સખ ઉત્પત્તિ જાયે, શ્રીમદ્ સદ્ગુરુ સદાય વરાયે. દીવા પ Àાતા વક્તા ભક્ત સકલમેં, શિવકર વૃદ્ધિ કરે મંગલમેં. દીવા ૬ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ શ્રીમદ્ સેવક ભાવ પ્રભાવે, સેવક સેવ્ય અભેદ સ્વભાવે. દીઠ ૭ મંગલ દીવો (૨) દીવે રે દી પ્રભુ મંગલિક દી; જ્ઞાન દી પ્રભુ તુજ ચિરંજી. દવે ૧ નિશ્ચય દવે પ્રગટે દીવ પ્રગટ ભવિ દિલમાં દીવે. દી. ૨ પ્રગટ દવે જ્ઞાની પરમાત્મા; તેને અર્પણ છે નિજ આત્મા. દ. ૩ બહિરાતમતા તજી પ્રભુ શરણે; બને અંતરાત્મા પ્રભુ સ્મરણે. દીઠ ૪ પરમાતમતા નિશદિન ભાવે; આતમ અર્પણતા તે થાવે. દીવે. ૫ આત્મભાવના સતત અભ્યાસે; નિજ સહજાન્મસ્વરૂપ પ્રકાશે. દી. ૬ આત્મવૃષ્ટિ દી જલહલ; પ્રગટ્યો ઉરમાં જન્મ સફલ તે; દીઠ ૭ શ્રીમદ્ સદ્ગુરુ રાજકૃપાથી સ્વરૂપસિદ્ધિ સાધે મેક્ષાથ. દીઠ ૮ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળનો તથા રાત્રિને ( રાત્રિની ભક્તિને ક્રમ સમય કા થી લા) ૪. વંદન તથા પ્રણિપાતસ્તુતિ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરણસિંઘુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહે! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિ, વતું ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન. ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા વિના, પાપે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત. પરમ પુરુષ પ્રભુ સદ્ગુરુ, પરમ જ્ઞાન સુખધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીને ચરણમાં, હે વંદન અગણિત. હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખને અત્યંત ક્ષય કરનારે એ વીતરાગ પુરુષને મૂળધર્મ (માર્ગ) આપ શ્રીમદે અનંતકૃપા કરી મને આયે, તે અનંત ઉપકારને પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છે; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહે એટલું માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ૧૫. મંગળાચરણ અહે શ્રી સતપુરુષકે વચનામૃતમ્ જગહિતકરમ, મુદ્રા અરુ સતસમાગમ સુતિ ચેતના જાગૃતકરમ ; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસેં નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક, સકલ સગુણ કેષ હૈ. સ્વસ્વરૂપકી પ્રતીતિ અપ્રમત્ત સંયમ ઘારણમ, પૂરણપણે વીતરાગ નિવિકલ્પતાકે કારણમ; અંતે અગી સ્વભાવ જે તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાધ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ. સહજાભ સહજાનંદ આનંદઘન નામ અપાર સત્ દેવ ધર્મ સ્વરૂપ દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુ ભક્તિસેં લહે તીર્થપતિપદ શાસ્ત્રમ્ વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ. એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપ–પરહિતકારણમ , જયવંત શ્રી જિનરાજ–વાણી કરું તાસ ઉચ્ચારણમ; ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે સહે, શ્રી રત્નત્રયની ઐચતા લહી સહી સો નિજ પદ લહે. ૬. જિનેશ્વરની વાણી અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી, હારિણું મેહ, તારિણી ભવાબ્ધિ, મેક્ષચારિણું પ્રમાણ છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે; For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સાયંકાળનો તથા રાત્રિને અહો ! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ; જિનેશ્વર ત વાણું જાણું તેણે જાણું છે. (ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણું છે.) ૭. શ્રી ગુરુભકિતરહસ્ય ( ભક્તિના વીશ દોહરા ) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ ,જરૂ૫; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણે વિશ્વાસ દૃઢ, ને પરમાદર નહીં. ૩ જોગ નથી સત્સંગને, નથી સસેવા જેગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયેગ. ૪ હું પામર શું કરી શકું? એ નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. ૫ અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. ૬. અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહને તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેને પરિતાપ. ૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ કાળદેષ કળિથી થયે, નહિ મર્યાદા ધર્મ તેાયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ નિત્યકમ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથ ત્યાગ દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧0 તુજ વિયાગ કુરતે નથી, વચન નયન યમ નહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું ? ૧૩ કેવળ કરુણ-મૂર્તિ છે, દીનબંધુ દૌનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળથીં આથડ્યો, વિન ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યો અનેક પાર ન તેથી પામિ, ઊગે ન અંશ વિવેક. ૧૬. સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કેઈ ઉપાય; સંસાધન સમજયા નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં. પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દેણ તે, તરીએ કેણ ઉપાય? ૧૮ અધમાધમ અધિકે પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ પડી પડી તુજ પદપંકજે, ફર ફર માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ ૨૦ –શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળનો તથા રાત્રિનો ૮. કૈવલ્યબીજ શું? (તોટક છંદ ) યમ નિયમ સંજમ આપ કિ, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયે મુખ મૌન રહ્યો, દૃઢ આસન પદ્મ લગાય દિયે. ૧ મન પૌન નિષેધ સ્વબેધ કિયે, હઠગ પ્રયાગ સુ તાર ભયે; જપ ભેદ જપે તપ ત્યોંહિ તપ, ઉરસેંહિ ઉદાસી લહી સબપે. ૨ સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાધન બાર અનંત કિયે, તદપિ કછુ હાથ હજુ ન પર્યો. ૩ અબ ક્યોં ન બિચારત હૈ મનસેં, કછુ ઔર રહા ઉન સાધનસેં? બિન સદ્ગુરુ કેય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? ૪ કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલસે, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં. ૫ તનસેં, મનસેં, ઘનસે, સબસે, ગુરુદેવકી અને સ્વ-આત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમ ઘને. ૬ વહ સત્ય સુધા દરસાવહિંગે, ચતુરાંગુલ હે દૃગસે મિલહે; રસ દેવ નિરંજન કે પિવહી, ગહિ જુગ જુગ જુગ સો જીવહી. ૭ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલ બીજ યાનિ કહે, નિજકે અનુભી બતલાઈ દિયે. ૮ –શ્રીમદ્ રાજચંદ્ર For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ૯. ભકિતનો ઉપદેશ ( તેટક છંદ ) શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી, જિનભક્તિ ગ્રહ તરુકલ્પ અહે, ભજીને ભગવંત ભવંત લહે. ૧ નિજ આત્મસ્વરૂપ મુદા પ્રગટે, મનતાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્જરતા વણદામ ગ્રહ, ભજીને ભગવંત ભવંત લહે. ૨ સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે; શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજીને ભગવંત ભવંત લહે. ૩ શુભ ભાવ વડે મન શુદ્ધ કરે, નવકાર મહાપદને સમરે; નહિ એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લહે. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા, ઘરશે શુભ તત્ત્વસ્વરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫ વિ. સં. ૧૯૪૧ શ્રીમદ્ રાજચંદ્ર (૧૦) બિને નયન પાવે નહીં, બિના નયનકી બાત; સેવે સદ્ગુરુકે ચરન, સે પાવે સાક્ષાતું. ૧ બૂઝી ચહત જે પ્યાસકે, હૈ બૂઝનકી રીત, પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત ૨ એહી નહિ હૈ કલ્પના, એહી નહીં વિભંગ; કઈ નર પંચમકાળમેં, દેખી વસ્તુ અભંગ. ૩ નહિ દે તું ઉપદેશકું, પ્રથમ લેહિ ઉપદેશ સબસે ન્યારા અગમ હૈ, જે જ્ઞાનીકા દેશ ૪ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળને તથા રાત્રિના જપ, તપ ઔર ગ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનને છોડ; પિછે લાગ સપુરુષકે, તે સબ બંધન તેડ. ૬. મુંબઈ, ૧૯૪૭ શ્રીમદ્ રાજચંદ્ર ૧૧. અમૂલ્ય તત્ત્વવિચાર ( હરિગીત છંદ ) - બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવને મળ્યો, તેયે અરે ! ભવચકને, આંટો નહીં એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહે રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહો? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવે !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩ હું કેણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું? કેને સંબંધે વળગણું છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ તે પ્રાપ્ત કરવા વચન કનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માના ‘તેહ' જેણે અનુભવ્યું; રે! આત્મ તારા ! આત્મ તારા ! શીઘ્ર એને આળખા, સર્વાત્મમાં સમવૃષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખા. ૫ ', વિ. સં. ૧૯૪૧ શ્રીમદ્ રાજચંદ્ર ૧૨. બ્રહ્મચર્ય વિષે સુભાષિત ( દોહરા ) ન નીરખીને નવયૌવના, લેશ ન વિષય નિદ્યાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાચું બધું, કેવળ શાકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યા સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઇ; ભવ તેના લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. ૫ સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેટુ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય મતિમાન. ૭ વિ. સં. ૧૯૪૧ For Personal & Private Use Only ૧૫ શ્રીમદ્ રાજચંદ્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાયંકાળના તથા રાત્રિના ૧૩. ક્ષમાપના હે ભગવાન! હું બહુ ભૂલી ગયા, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યાં નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં યા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં એળખ્યાં નહીં. હે ભગવન્ ! હું ભૂલ્યા, આથડ્યો, રઝન્યા અને અનંત સંસારની વિટંખનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મિલન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારી મેક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયા છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હુવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોના હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપના પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્યપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહેારાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાએ! હે સર્વજ્ઞ ભગવાન ! તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: વિ. સં. ૧૯૪૧ For Personal & Private Use Only શ્રીમદ્ રાજચંદ્ર Page #18 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ૧૪. છ પદનો પત્ર અનન્ય શરણને આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્રદર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદઃ “આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હેવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હેવાનું પ્રમાણ છે. બીજી પદ : “આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવતી છે. આત્મા ત્રિકાળવતી છે. ઘટપટાદિ સંગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમકે તેની ઉત્તિ માટે કઈ પણ સંયોગે અનુભવાગ્ય થતા નથી. કેઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યેગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કેઈ સંગથી ઉત્તિ ન હય, તેને કેઈને વિષે લય પણ હેય નહીં. ત્રીજુ પદઃ “આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થકિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જેવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવે છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપને કર્તા છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળના તથા રાત્રિને અનુપરિત (અનુભવમાં આવવા યેાગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મના કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિના કર્તા છે. ૧૮ ચોથું પદ : આત્મા ભોક્તા છે.” જે જે કંઈ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઇ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવેા પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણુ થવા યાગ્ય જ છે, અને તે થાય છે. તે ક્રિયાના આત્મા કર્તા હાવાથી ભાક્તા છે. પાંચમું પદ : ‘મોક્ષપદ છે.’ જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હાવાથી ભોક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે; કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી, તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યાગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે તે અંધભાવ ક્ષીણ થઈ શકવા યાગ્ય હાવાથી તેથી રહિત એવા જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મેાક્ષપદ છે. છઠ્ઠું પદ : તે મેાક્ષના ઉપાય છે.' જો કદી કર્મબંધ તે તેની નિવૃત્તિ કોઈ કાળે વિપરીત સ્વભાવવાળાં એવાં માત્ર થયા કરે એમ જ હાય, સંભવે નહીં; પણુ કર્મબંધથી જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદ્ઘિ સાધન પ્રત્યક્ષ છે; For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ૧૯ જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમા િમેક્ષપદના ઉપાય છે. શ્રી જ્ઞાનીપુરુષોએ સમ્યક્દર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે. સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યેાગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવા યાગ્ય છે, તેના સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યાગ્ય છે. આ છ પદ અત્યંત સંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદના વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલેા એવા જીવના અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદ્મની જ્ઞાનીપુરુષાએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્રદશાથી રહિત માત્ર પેાતાનું સ્વરૂપ છે, એમ જો જીવ પરિણામ કરું, તે સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યક્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ માક્ષને પામે. કાર્ય વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિષે તેને હર્ષે, શેાક, સંચાગ, ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવપર્યાયમાં માત્ર પેાતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે, તેથી કેવળ પેાતાનું ભિન્નપણું જ છે, એમ સ્પષ્ટ—પ્રત્યક્ષ—અત્યંત પ્રત્યક્ષ—અપરાક્ષ તેને અનુભવ થાય છે. વનાશી અથવા અન્ય પદાર્થના સંયાગને વિષે તેને ઇષ્ટ-અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણુ, રાગાદિ ખાધારહિત સંપૂર્ણ માહાત્મ્યનું ઠેકાણું એવું For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળના તથા રાત્રિને નિજસ્વરૂપ જાણી, વેદી તે કૃતાર્થ થાય છે. જે જે પુરુષોને એ છ પદ સપ્રમાણ એવાં પરમ પુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરુષો સર્વે સ્વરૂપને પામ્યા છે; આધિ, વ્યાધિ, ઉપાધેિ, સર્વ સંગથી રહિત થયા છે, થાય છે; અને ભાવિકાળમાં પણ તેમ જ થશે. २० જે સત્પુરુષાએ જન્મ, જરા, મરણના નાશ કરવાવાળા, સ્વસ્વરૂપમાં સહુજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વે સત્પુરુષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે છ પદ્મથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યું સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઇ, નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે; કેમ કે જેના પ્રત્યુપકાર ન થઇ શકે એવા પરમાત્મભાવ તે જાણે કંઇ પણ ઇછ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ મારા શિષ્ય છે, અથવા ભક્તિના કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએ ફ્રી ફ્રી નમસ્કાર હા ! જે સત્પુરુષાએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે! જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઊયત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારગે શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે, વિચારદશાએ કેવળજ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વર્તે છે, તે કેવળજ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેને યેગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયે, તે પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો ! ! મુંબઈ, ફાગણ, ૧૯૫૦ શ્રીમદ્ રાજચંદ્ર વીતરાગને કહે પરમ શાંત કર્મય ધર્મ પૂર્ણ સત્ય છે, એ નિશ્ચય રાખવો. જીવના અધિકારીપણને લીધે તથા પુરુષના યુગ વિના સમજાતું નથી, તે પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્ત્વ છે, તેને મને સદાય નિશ્ચય રહે; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરે, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ ! For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળનો તથા રાત્રિના હે જીવ! આ ફ્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે જીવ! હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યેગ્ય છે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ હે કામ ! હે માન ! હે સંગઉદય ! હે વચનવર્ગણા ! હે મોહ ! હે મેહદય ! હે શિથિલતા! તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાઓ !અનુકૂળ થાઓ ! -શ્રીમદ્ રાજચંદ્ર મુખપાઠ પત્ર, મેક્ષમાળાના પાઠ વગેરે. ત્રણ મંત્રની માળા સહજાન્મસ્વરૂપ પરમગુરુ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન રે પરમગુરુ નિગ્રંથ સર્વદેવ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ૧૬. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મેક્ષમાર્ગ બહ લેપ; વિચારવા આત્માથીને, ભાખે અત્ર અગેય. ૨ કેઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કઈ માને મારગ મેક્ષને, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતાં, અંત ભેદ ન કાંઈ જ્ઞાનમાર્ગ નિષેધતાં, તેહ કિયાજડ આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મેહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. પ વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન, તેમજ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણું નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન ૭ જ્યાં જ્યાં જે જે ગ્ય છે, તહાં સમજવું તેહ ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ. ૮ સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને, નિજપદને લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ; અપૂર્વ વાણી પરમકૃત, સગુલક્ષણ યોગ્ય. ૧૦ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળનો તથા રાત્રિનો પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં, પક્ષજિન ઉપકાર એ લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સદ્ગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ, સમજ્યાવણ ઉપકાર છે? સમયે જિનસ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩ અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મેક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સગુરુ વેગથી, સ્વછંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણ થાય. ૧૬ સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણું પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પાયે કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છદ્મસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯ એવો માર્ગ વિનય તણે, ભાખે શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગને, સમજે કેઈ સુભાગ્ય. ૨૦ અસદ્દગુરુ એ વિનયને, લાભ લહે જે કાંઈ મહા મેહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ર૫ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાથી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ હોય મતાથી તેહને, થાય ન આતમલા તેહ મતાથી લક્ષણે, અહીં કહ્યા નિપજે ર૩ મતાથી લક્ષણ બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરું સત્ય અથવા નિજ કુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જિનનું, રેકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે વૃષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન, માને નિજ મત વેષને, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહું વ્રત અભિમાન; રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય, લેપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ પામે તેને સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અન અધિકારીમાં જ. ૩૧ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળને તથા રાત્રિનો નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથી દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાથીનાં મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માથીનાં, આત્મ-અર્થ સુખસાજ, ૩૩ આત્માથી લક્ષણ આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માથી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ ગુરુપ્રાપ્તિને, ગણે પરમ ઉપકાર; ત્રણે વેગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર મંત. ૩૬ એમ વિચારી અંતરે, શેલ્વે સદ્ગુરુ ગ; કામ એક આત્માર્થનું. બીજે નહિ મનરેગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મેક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રેગ. ૩૯ આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબેઘ સુહાય; તે બધે સુવિચારણું, ત્યાં પ્રગટે સુખદાય. 80 જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન; જે જ્ઞાને ક્ષય મેહ થઈ, પામે પદ નિર્વાણ ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્ય સંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ષપદનામકથન આત્મા છે, તે નિત્ય છે, છે કર્તા નિજકર્મ; છે ભક્તા વળી મેક્ષ છે, મેષ ઉપાય સુધર્મ. ૪૩ ષટ્રસ્થાનક સંક્ષેપમાં, ષટદર્શન પણ તેહ સમજાવા પરમાર્થને, કહ્યાાં જ્ઞાનીએ એહ. ૪૪ (૧) શંકા-શિષ્ય ઉવાચ નથી દ્રષ્ટિમાં આવતે, નથી જણાતું રૂપ; બીજે પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇંદ્રિય પ્રાણ મિથ્યા જુદો માને, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જે આત્મા હોય તે, જણાય તે નહિ કેમ? જણાય જે તે હોય તે, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મેક્ષ ઉપાય એ અંતર શંકા તણે, સમજાવે સદુપાય. ૪૮ - (૧) સમાધાન–સદ્દગુરુ ઉવાચ ભા દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્ય દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫0 જે દ્રષ્ટા છે વૃષ્ટિને, જે જાણે છે રૂપ; અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળનો તથા રાત્રિનો છે ઇંદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઇંદ્રના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઈંદ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણુ. પ૩ સર્વ અવસ્થાને વિશે, ત્યારે સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘટ, પટ, આદિ જાણ તું, તેથી તેને માન જાણનાર તે માન નહિ, કહીંએ કેવું જ્ઞાન? પપ પરમ બુદ્ધિ કુશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હેય જે આતમાં, ઘટે ન આમ વિકલ્પ. પ૬ જડ ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રયભાવ. ૫૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮ (૨) શંકા-શિષ્ય ઉવાચ આત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેને થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહગથી ઊપજે, દેહવિયેગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ (૨) સમાધાન-સગુરુ ઉવાચ દેહ માત્ર સંગ છે, વળ જડ રૂપી દૃશ્ય ચેતનનાં ઉત્તિ લય, કોના અનુભવ વશ્ય ? દર જેના અનુભવ વશ્ય એ, ઉસન્ન-લયનું જ્ઞાન, તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંગે દેખિયે, તે તે અનુભવ દૃશ્ય ઊપજે નહિ સંગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એ અનુભવ કેઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કેઈ સંગાથી નહીં, જેની ઉત્તિ થાય; નાશ ન તેને કેઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ કેધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વ જન્મ સંસ્કાર તે, જીવનિત્યતા ત્યાંય. ૬૭ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું જ્ઞાન એકને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારે તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ ક્યારે કઈ વસ્તુને, કેવળ હેય ન નાશ ચેતન પામે નાશ તે, કેમાં ભળે તપાસ. ૭૦ (૩) શંકા–શિષ્ય ઉવાચ કર્તા જીવ ન કર્મ, કર્મ જ કર્તા કર્મ, અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવને ધર્મ. ૭૧ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૩૦ સાયંકાળના તથા રાત્રિને આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ મંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ માટે મોક્ષ ઉપાયને, કાર્ય ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩ (૩) સમાધાન—સદ્ગુરુ ઉવાચ હાય ન ચેતન પ્રેરણા, કાણુ ગ્રહે તેા કર્મ ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુએ વિચારી ધર્મ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તે કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમજ નઢુિ જીવધર્મ. ૭૫ કેવળ હાત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે પરમાર્થથી, પણ નિજ ભાને તેમ ૭૬ કોં ઈશ્વર કાઈ નહિ, ઇશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગળ્યે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ચેતન જો નિજભાનમાં, કર્યાં આપ સ્વભાવ; વર્તે નહિં નિજભાનમાં, કર્યાં કર્મ-પ્રભાવ. ૭૮ (૪) શંકા—શિષ્ય ઉવાચ જીવ કર્મ કર્તા કહા, પણ ભાક્તા નહિ સાય; શું સમજે જડ કર્યું કે, ફળ પરિણામી હોય ? ૭૯ ફળદાતા ઈશ્વર ગણ્યે, ભાક્તાપણું સધાય; એમ કહ્યુ ઇશ્વરતણું, ઇશ્વરપણું જ જાય. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હાય; પછી શુભાશુભ કર્મનાં, ભાગ્યસ્થાન નહિ કાય. ૮૧ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ (૪) સમાધાન–સગુરુ ઉવાચ ભાવકર્મ નિજકલ્પના, માટે ચેતનરૂપ જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, જોતાપણું જણાય. ૮૩ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર. ૮૫ તે તે ભગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ, કહીં સંક્ષેપે સાવ. ૮૬ (૫) શંકા-શિષ્ય ઉવાચ કર્તા ભક્તા જીવ છે, પણ તેને નહિ મેક્ષ, વીત્યે કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભેગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મરહિત ન થાય. ૮૮ (૫) સમાધાન–સદૂગુરુ ઉવાચ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ વીત્યે કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંયેગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯૧ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળનો તથા રાત્રિનો (૬) શંકા–શિષ્ય ઉવાચ હોય કદાપિ એક્ષપદ, નહિ અવિરોધ ઉપાય કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે કે, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ એને નિશ્ચય ન બને, ઘણું ભેદ એ દૈષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મેક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણે, શો ઉપકાર જ થાય? લ્પ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવાંગ; સમજું મેક્ષ ઉપાય તે, ઉદય ઉદય સભાગ્ય. ૯૬ (૬) સમાધાન–સદૂગુરુ ઉવાચ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મેક્ષેપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મેક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, મેલપંથ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષને પંથ. 100 આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામિયે, મેક્ષપંથ તે રીત. ૧૦૧ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ ૩૩ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મેહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ ફર્મ મેાહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કર્મબંધ ક્રાધાક્રિથી, હુણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શે સંદેહ ? ૧૦૪ છેાડી મત દર્શનતણા, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેના અલ્પ. ૧૦૫ ષપદનાં ષટ્કશ્ન હૈં, પૂછ્યાં કરી વિચાર; તે પદ્મની સર્વાંગતા, મેાક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ જાતિ વૈષના ભેદ નહિ, કહ્યો માર્ગ જો હાય; સાથે તે મુક્તિ લહે, એમાં ભેદ નકાય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષ-અભિલાષ; ભવે ખેદ અંતર યા, તે કહિયે જિજ્ઞાસ. ૧૦૮ તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ મેધ; તે પામે સમકિતને, વર્તે અંતર શેાધ. ૧૦૯ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦ વર્તે નિજ સ્વભાવનેા, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉત્ક્રય થાય ચારિત્રના, વીતરાગ પદ્મ વાસ. ૧૧૨ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળને તથા રાત્રિને કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ ૧૧૩ કેટિ વર્ષનું સ્વમ પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિને, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ, નહિ લેતા તું તેહને, એ જ ધર્મને મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મેક્ષ છે, તું છે મેહ્મસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તે પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનને, આવી અત્ર સમાય; ઘરી મૌનતા એમ કહીં, સહજ સમાધિમાંય. ૧૧૮ શિષ્યબાધબીજમાસિકથન સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન ૧૧૯ ભાસ્ય નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨0 ર્તા ભક્તા કર્મને, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભક્તા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૨ મેક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૩ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ નિત્યક્રમ અહે ! અહે! શ્રી સશુરુ, કરુણસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહે! અહે! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ઘરું, આત્માથી સૌ હીન; તે તે પ્રભુએ આપિયે, વતું ચરણાધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આઘીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુને દીન. ૧૨૬ ષટું સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ, મ્યાનથકી તરવારવત્ , એ ઉપકાર અમાપ. ૧૨૭ ઉપસંહાર દર્શન ષટે સમાય છે, આ ષ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ જે ઈચ્છો પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદ નહિ આત્માર્થ. ૧૩0 નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ ગચ્છમતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ સાયંકાળને તથા રાત્રિને નિત્યક્રમ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કેય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટ્યો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને હ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મેહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હેય પ્રશાંત તે કહીંએ જ્ઞાનદશા, બાકી કહીંએ બ્રાંત. ૧૩૯ સકળ જગત તે એંઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારોને, છઠું વર્તે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨ ( શ્રી નડિયાદ. આસો વદ ૧, ગુરુ, ૧૯૫૨) (આત્મસિદ્ધિ પછી આશ્રમમાં ૫. ઉ. પ. પૂ. પ્રભુ શ્રીજીના ઉપદેશામૃતનું અને પૂ. શ્રી બ્રહ્મચારીજીના બોધામૃતનું અડધો કલાક નિયમિત વાંચન થાય છે.) | દ્વિતીયાવૃત્તિ પ્રત ૭૦૦૦ મદ્રક : રાજીવ વિક્રમ સંવત ૨૦૪૬ ઈ. સ. ૧૯૯૦ V. U. Nagar Phone : 30974 For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only