Book Title: Nityakram Sayankal tatha Ratrino
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
સાયંકાળને તથા રાત્રિના
જપ, તપ ઔર ગ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ, જહાં લગી નહિ સંતકી, પાઈ કૃપા અનૂપ. ૫ પાયાકી એ બાત હૈ, નિજ છંદનને છોડ;
પિછે લાગ સપુરુષકે, તે સબ બંધન તેડ. ૬. મુંબઈ, ૧૯૪૭
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧. અમૂલ્ય તત્ત્વવિચાર
( હરિગીત છંદ ) - બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવને મળ્યો, તેયે અરે ! ભવચકને, આંટો નહીં એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહે રાચી રહો ? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહો? શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહીં અહોહો ! એક પળ તમને હવે !!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝ, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં. ૩ હું કેણ છું ? ક્યાંથી થયો ? શું સ્વરૂપ છે મારું ખરું? કેને સંબંધે વળગણું છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્વ અનુભવ્યાં. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38