Book Title: Navpadna Pravachano Author(s): Pradyumnasuri Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 8
________________ બતાવવામાં આવ્યા છે. આ પાંચને પ્રત્યેક સાધક આત્મા પોતાના વિકાસનો આદર્શ કે નકશો માને તો કાંઈ ખોટું નથી. ઊંડી નદીમાં ડૂબકી મારનારની જેમ આ નવપદની આરાધનામાં એકાગ્ર બનનાર એટલે કે તેમાં ખોવાઈ જનાર સાધક દુનિયાભરની આધિ-વ્યાધિ અને ઉપાધિઓનો ભોગ બનતો બચી જાય છે જ ઉપરાંત અનિર્વચનીય પરમાનન્દ રસાસ્વાદનો અચૂક ભોકતા બને છે. પ્રત્યેક જીજીવિષ પ્રાણીને હવા, પાણી અને ખોરાકની જેમ પ્રત્યેક મુમુક્ષુ આત્માને આ નવપદાન્તર્ગત દેવ, ગુરુ અને ધર્મ આ તત્ત્વત્રયીની આરાધનાની અનિવાર્ય આવશ્યકતા છે. આની ઉપાસના સિવાય આરાધક આત્માના આરાધનારૂપ ભાવપ્રાણ ટકવા મુશ્કેલ છે. ઉપર વર્ણવ્યા પ્રમાણે ગહનાતિગહન એવા આ નવપદનું સ્વરૂપ કે મહિમાનો તો કોઈ પાર આવે એવો નથી. અનેક જ્ઞાની પુરુષોએ આવા મહિમાને અનેક રીતે ગાયો છે છતાં જેટલો ગાયો છે તેના કરતાં અનેકગણો ગાવાનો બાકીને બાકી જ રહ્યો છે. એ નવે પદોનો દયંગમ ચિતાર પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણીએ દાઠામાં ચૈત્રી ઓળીના સામુદાયિક ભવ્ય આરાધના પ્રસંગે રજૂ કર્યો હતો. તે બહુવિધ પ્રયત્ન બાદ આજે ગ્રંથસ્થ બની આત્માર્થી જનોના કરકમલમાં આવી રહ્યો છે તે ઘણા જ આનન્દનો જ નહિ પણ પરમતૃમિનો પણ વિષય છે. આજે જયારે સાચી સાધુતાનાં દર્શન દોહ્યલાં થતાં જતાં હોય અને શાસનહિતૈષી આત્માઓને ઘેરી ચિન્તા ઉપજાવે તેવું આચારશૈથિલ્ય કેટલાક વર્ગમાં પેકેલું જ નહિ પણ વકરતું જતું દેખાયું હોય ત્યારે સાધુતાના આદર્શની અનેક મનનીય વાતોને પ્રાચીન દાખલા-દલિલ અને દૃષ્ટાન્તો દ્વારા સમજાવતું આ પુસ્તક અવશ્ય દીવાદાંડી રૂપ બની રહેશે. એજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 130