Book Title: Navpadna Pravachano
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ અને સાથે ભણનારા સાધુઓ વગેરેની સેવા કરવી. તે સમ્યગું ચારિત્રરૂપ સર્વવિરતિ છે. આ ચારિત્ર સ્વીકારીને ત્યાંના નિયમો પાળવા, સુખનો રોગ અને દુઃખનો દ્વેષ છોડી સમતાની સાધના કરવી, તે સમ્યમ્ તપ છે. આ તપ કષ્ટ નથી પણ સ્વભાવરમણતારૂપ આનંદ છે. જેમ પારકાં પોટલાં ઉપાડનાર મજુરને કષ્ટ છતાં દુઃખ નથી પણ ધન મેળવવાનો હર્ષ હોય છે, જેમ રોગીને દર્દથી બચવા ઔષધ ઉપકારી લાગે છે, તેમ તપસ્વીને રાગ-દ્વેષાદિ દોષોને દૂર કરવા કરાતું તપ એક આનંદ રૂપ હોય છે. એ તપરૂપ નવમું પદ છે. ઉપસંહાર - તપ અને ચારિત્રપૂર્વક સમ્યગુજ્ઞાન મેળવવાં શ્રદ્ધાપૂર્વક સાધુ બની વિશિષ્ટ જ્ઞાન ભણી, બીજાને ભણાવવારૂપ ઉપાધ્યાય બની, સર્વજીવોની દયા, કરુણા કરતો, સર્વજીવો સાથે આત્મીયતા પૂર્વક આ શાસનનું સંચાલન કરતા આચાર્ય બની વિશિષ્ટ આરાધના કરતો ઘાતી કર્મોનો ઘાત કરીને અનંત જ્ઞાન-દર્શન અને ચારિત્ર પામી અરિહંત બને, ત્યારે કોઈ તથાભવ્યત્ત્વના બળે તીર્થંકર પણ બને, અને છેલ્લે અઘાતી કર્મોનો ઘાત કરી સિદ્ધ બને છે. એમ નવપદની આરાધનાથી જીવ ક્રમશઃ વિકાસ સાધતો સિદ્ધ બને છે. માટે જૈન શાસનમાં એક વર્ષમાં ચૈત્ર અને આસો માસમાં નવ નવ દિવસો નવપદની આરાધના માટે નિયત છે, આજે પણ ભવ્ય જીવો શકિત પ્રમાણે તે દિવસોમાં નવપદની આરાધના વિશિષ્ટ રીતે કરે છે. આ પુસ્તકનો ઉદ્ભવ પણ એ રીતે થયો છે, વિ.સં. ૨૦૪૫ ના વર્ષે પંન્યાસજી શ્રી પ્રદ્યુમ્નવિજયજીગણીએ દાઠા ગામે ચૈત્રની નવપદજીની સામુદાયિક ઓળીના નવ દિવસમાં નવપદનાં વ્યાખ્યાન આપેલાં એ નવ વ્યાખ્યાનોનો સાર એ જ આ પુસ્તકરૂપે પ્રગટ થાય છે. પંન્યાસજી શ્રી પ્રદ્યુમ્નવિજયજી વિરાગી, જ્ઞાની અને પરોપકારી છે, તેથી તેમની વાણી સુમધુર છે. તેઓએ આ ગ્રન્થમાં નવપદનું તાત્વિકસ્વરૂપ, વિવિધ દૃષ્ટાન્તો, ઐતિહાસિક પ્રસંગો વડે, વૈરાગ્ય પ્રેરક રીતે સુંદર કર્યું છે. ભવ્ય જીવો તેનું પઠન-પાઠન કરી સ્વાર કલ્યાણ સાધે એ જ અભિલાષા. લી. તપાગચ્છીય પૂ. દાદાશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજીના પ્રશિષ્ય પટ્ટધર પૂ. ગુરુજી વિજયમનોહરસૂરિ શિષ્ય ભદ્રકરવિજયજી. વિ.સં. ૨૦૪૮ માગશર સુદિ ૧. અમદાવાદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130