Book Title: Navkar Prabhav
Author(s): 
Publisher: Jain Prarthana Mandir Trust

View full book text
Previous | Next

Page 2
________________ aust2 ucila સંપાદકી Uણાવ્યા છે. Salalooo શ્રી શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં આવેલ પાલિતાણા મારું ગામ. આ પાવન ભૂમિમાં જ મારો જન્મ. મારા માતા-પિતાનો ઉદાત્ત ધર્મ સંસ્કારનો વારસો મને મળ્યો અને આ મહાન તીર્થભૂમિમાં જ મારું શ્રેષ્ઠ કહી શકાય એવું જીવન ઘડતર થયું. મારો શૈક્ષણિક અને ધાર્મિક અભ્યાસ પણ આ પવિત્ર ભૂમિમાં થયો. પાલિતાણાથી આવીને છેલ્લા ૩૦ વર્ષથી પ્રથમ મુંબઇમાં અને પછી ડોંબીવલીમાં સ્થાયી થયો છું. છતાં જન્મભૂમિ પાલિતાણાને શે ભૂલાય ? જે ભૂમિના કાંકરે કાંકરે અનંત આત્માઓ સિદ્ધગતિને પામ્યા હોય, જે ભૂમિની અણુએ અણુ અતિ પવિત્રતમ હોય, જે ભૂમિની સ્પર્શના માત્રથી ગાઢ નિકાચિત કર્મો પળવારમાં નષ્ટ થતાં હોય તે તીર્થ શ્રેષ્ઠ ભૂમિ મારું વતન હોય, આ પાવન ધરાને હું જીવનના છેલ્લા શ્વાસ સુધી કેમ વિસરી શકું ભલા ? માદરે વતનનું ગૌરવ કરતાં એટલે જ કવિ “આદિલ' લખ્યું છે : વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ:” અરે, આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે !' મુંબઇમાં હું લેખન અને પત્રકારત્વ ક્ષેત્રે સતત કાર્યરત રહ્યો છું. જૈન સાહિત્યમાં અત્યંત રસ-રુચિ હોવાથી આ ક્ષેત્રમાં સારું એવું ખેડાણ મેં કર્યું છે. મુંબઇના અખબારી ક્ષેત્રમાં જન્મ ભૂમિ'માં “જૈન યુગ' કોલમ, ગુજરાત સમાચાર'માં “જૈન જગત' કોલમ અને સંદેશ' માં “નમો જિણાણ' કોલમનું વર્ષો સુધી સંપાદન કરી જૈન સમાજ અને શાસનની સેવા કરવાની અમૂલ્ય તક મેં સૂપેરે બજાવી છે. જન્મભૂમિ, ગુજરાત સમાચાર, સમકાલીન જેવા મુંબઇના અગ્રગણ્ય દૈનિકોના સ્થાનિક સંવાદદાતા તરીકે પણ મેં સેવા બજાવી છે. મુંબઇના ધાર્મિક, સાહિત્યિક, સામાજિક કાર્યક્રમોના મારા અહેવાલો પણ આ અખબારોમાં અવારનવાર પ્રગટ થતાં રહ્યા છે. જૈન ધર્મ અને સાહિત્ય પરના મારા અનેક અભ્યાસી લેખો પણ આ અખબારોમાં અને અન્ય સામયિકોમાં પ્રગટ થતાં રહ્યા છે. જૈન સાહિત્યમાં મને રસ લેતો કરવામાં મારા માતા-પિતાએ આપેલ ઉદાત્ત ધર્મ સંસ્કારે મહત્વનો ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત સુઘોષા' માસિકના સંપાદક પૂ. સોમચંદભાઇ ડી. શાહ (પાલિતાણા) અને “પ્રબુદ્ધજીવન' ના તંત્રી પૂ. ડૉ. રમણલાલ ચી. શાહ (મુંબઇ)ને હું કેમ ભૂલી શકું ? પૂ. સોમચંદભાઇની અને પૂ. ડૉ. રમણભાઇની તાલીમથી જ જૈન સાહિત્ય ક્ષેત્રે હું સજ્જ બની શક્યો છું. આ બંને પૂજનીય મહાનુભાવોના ઉપકારને હું જીવનપર્યત વિસરી શકું તેમ નથી. આ બંને ઉપકારી મહાનુભાવો સાથે મારા ત્રીજા ઉપકારી છે નવકાર મંત્રના પરમ સાધક પૂ. શ્રી જયંતભાઇ“રાહી'. તેમણે મારી સાહિત્ય પ્રવૃત્તિઓને જબરજસ્ત પ્રોત્સાહન આપ્યું છે. મારા પ્રકાશનોમાં તેમણે તન-મન-ધનથી સહયોગ આપી આ ક્ષેત્રમાં મને ટકાવી રાખ્યો છે એટલું જ નહિ મારી ધર્મ સાહિત્ય પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તે માટે તેમણે સતત ચિંતા અને કાળજી રાખી છે. મને વખતોવખત ઉપયોગી માર્ગદર્શન આપી મારી જીવન નૈયાને તેમણે પૂરી સ્થિરતા બક્ષી છે. મારા પ્રત્યેનો તેમનો પ્રેમ, લાગણી અને સદ્ભાવ ક્યારેય ભૂલી શકાય તેમ નથી. છેલ્લા એક દાયકાથી જૈન સાહિત્ય મંદિર-ડોંબીવલીના નેજા હેઠળ નવકાર મહામંત્ર, શ્રમણ ભગવાન મહાવીર, શત્રુંજય મહાતીર્થ, શંખેશ્વર મહાતીર્થ, સમેતશિખર મહાતીર્થ જેવા દળદાર પ્રકાશનો મેં પ્રગટ કર્યા છે અને જૈન સમાજમાં આ પ્રકાશનોને ખૂબ જ સુંદર આવકાર મળ્યો છે. પૂ. શ્રી જયંતભાઇ“રાહી' ની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદથી આ “નવકાર પ્રભાવ ગ્રંથ' આપ સૌના કરકમલમાં મૂકવા હું સદ્ભાગી બન્યો છું. પૂ. શ્રી જયંતભાઇ “રાહી'ની પ્રેરણાથી આ ગ્રંથ પ્રકાશનના કાર્યમાં આપ સૌ નવકાર આરાધકોનો પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે અને એથી આ પ્રકાશન માટેની મારી તમામ ચિંતાઓ દૂર થઇ છે અને મારું કાર્ય તદ્ગ સરળ બન્યું છે. આપ સૌના આવા ઉમદા, ઉદાત્ત અને ઉષ્માભર્યા સહયોગથી જ આ વિરાટ કાર્ય હું પાર પાડી શક્યો છું. એ માટે આપ સૌનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ‘નવકાર પ્રભાવ ગ્રંથ'ની સાહિત્ય સામગ્રીથી આપ સૌની નવકાર પ્રત્યેની શ્રદ્ધામાં સવિશેષ વૃદ્ધિ થશે તો મારો આ પ્રયાસ સાર્થક થયેલો ગણાશે. આપ સૌ વધુને વધુ નવકારનિષ્ઠ, નવકારમય બનીને આપનું શ્રેય સાધો એવી શુભકામના. છેલ્લે.. “ધન ધન શાસન જિત તણું, લળી લળી નમું તિતમેવ; જેથી ઇહ ભવ ઉજળો, પરભવ સુખ સ્વયમેવ..' -ચીમનલાલ કલાધર હળ થતા શુભેરછ80 (સ્વ.) પૂજ્ય માતુશ્રી જશવંતીબેન કરશનજી મહેતા (કચ્છ માનકૂવા-મુલુન્ડ)ના સ્મરણાર્થે હસ્તે : શ્રીમતી હંસાબેન રમેશભાઇ મહેતા (નવી મુંબઇ).

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 252