________________
જેમકે કોઈ નગરમાં પ્રવેશ કરવા માટે એકજ દ્વાર હોય તો જનાર કે આવનારને ઘણું મુશ્કેલ પડે છે. સામસામે બે દિશામાં બે દ્વાર હોય તો કંઈક સરળ બને છે. છતાં અન્ય દિશાવાળાને કઠિન તો છે. ગણ દ્વાર હોય તો વધારે સરલ રીતે પ્રવેશ અને નિર્ગમ કરી શકે છે. પરંતુ ચાર દ્વાર હોય તો પછી કહેવાનું શું ? સૌ મનુષ્યો અને પ્રાણીઓને ગમનાગમનમાં સુવિધા થાય. તેવી રીતે આવશ્યક રૂપ નગરમાં પ્રવેશ કરવા માટે ઉપક્રમાદિ ચારે દ્વારોની પરમ આવશ્યકતા રહે છે કેવળ એક ઉપક્રમ દ્વારથી જ અઠવા ઉપક્રમ અને નિક્ષેપ છે કારોથી કે અનુગમ રૂપ ત્રણ કારોથી તેને અર્થ જાણી શકાતો નહી જયારે ભેદ પ્રભેદ સહિત આ ઉપક્રમ આદિ ચારે દ્વારોનો તેમાં સદ્ભાવ હોય છે ત્યારે તેઓની સહાયતાથી ઘણું થોડા સમયમાજ અને સરળતાથી વાસ્તવિક રૂપે શાસ્ત્રના અર્થને બોધ થઈ જાય છે. જેથી તે શાસ્ત્ર શાશ્વત સુખપ્રદ પણ થઈ જાય છે. તેથી સૂત્રકારે પૂવોંકત ઉપક્રમ આદિચાર દ્વારોને અનુલક્ષી છ પ્રકારના આવશ્યકોનું પ્રતિપાદન કરવા અર્થે આ સૂત્રને પ્રસ્તુત કર્યું છે.
આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરવા માટે ચાર બાબતોની આવશ્યકતા રહે છે. તે ચારને અનુબંધચતુષ્ટય કહે છે. ૧ વિષય ૨ પ્રયોજન ૩ સબંધ અને ૪ અધિકારી
આ શાસ્ત્રનો જે અભિધેય છે. તેનું નામ જ વિષય છે તે વિષય ઉપક્રમાદિ ચાર અનુયોગ દ્વાર રૂપ જ છે. પ્રયોજન એટલે ફળ. તે પ્રયોજન બે પ્રકારનું હોય છે ૧ અનંતર-સાક્ષાત્ અને ૨ પારસ્પરિક. વાચનારા અને શ્રવણ કરનારા ભવ્ય જીવોનું તેના દ્વારા કલ્યાણ થાય, એવી ભાવના શાસ્ત્રકારના હૃદયમાં હોય છે. તે ગ્રન્થર્તાની અપેક્ષાએ તેનું સાક્ષાત્ પ્રયોજન છે. તેનું અધ્યયન કરવાથી કે શ્રવણ કરવાથી જે બોધ થાય છે, તે તેમની અપેક્ષાએ તેનું સાક્ષાત પ્રયોજન ગણાય છે. શાસ્ત્રકને, અધ્યયન કરનારને અને શ્રવણ કરનારને જે પરમ પદની પ્રાપ્તિ થાય છે, એજ તેનું પરમ્પરા પ્રયોજન ગણાય છે શાસ્ત્રનો અને વિષયનો પ્રતિબોધ્ય–પ્રતિબોધક ભાવરૂપ સ બંધ હોય છે. વિષય પ્રતિબોધ્ય અને શાસ્ત્ર તેનુ પ્રતિબોધક હોય છે. જિનાજ્ઞાનું આરાધન કરનાર જીવ તેને અધિકારી ગણાય છે.
શ્રમણી વિદ્યાપીઠની વિદ્યાર્થીની કુમારી ભદ્રાબેને આ આગમના અનુવાદની જવાબદારી સ્વીકારી એક ભગીરથ કાર્ય કરેલ છે આ શાસ્ત્રને સમજવું ઘણું કઠીન છે. ગભીર અર્થ અને ભાવથી ભરેલા આ આગમના અનુવાદ બદલ બેનશ્રીને ધન્યવાદ ઘટે છે. પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિના પ્રેરક પંડિત શ્રી શોભાચંદ્રજી ભારિલ્લજી આ અનુવાદ શૈલીની સુંદરતામાં અનેક પ્રકારેણ સહયોગી રહ્યા છે જેનાથી આગમની શુદ્ધિ, અર્થ અને ભાવની ગમીરતા જળવાઈ રહી છે. પંડિતશ્રીની આગમપ્રતિની અનન્ય શ્રદ્ધા એજ આ અનુવાદનું દર્શન છે. ખરેખર પંડીતશ્રીએ શ્રમણી વિદ્યાપીઠ અને આગમ પ્રકાશન માટે અતિ પરિશ્રમ કરી પરમોપકાર કરેલ છે. જે સદાને માટે ચિર સ્મરણીય બની રહેશે. પ્રકાશન નિમિત્તે સમિતિને અભિનદન છે.
અનુયોગદ્વાર સૂત્રને આદ્યાન્ત વાંચી સમજીને અભિપ્રાય આપવો મારા માટે કઠિન કાર્ય હતું. છતા શાસ્ત્રની પ્રસ્તાવનાના આધારે બે બોલ લખી આપ્યા છે. સ્વાધ્યાયી સાધકો માટેના સરલ અનુવાદ માટે સમિતિએ અનન્ય ભાવ સાથે વિનંતિ કરેલી. જેના ફલસ્વરૂપે બે બોલ લખાયા છે. તે અમારું સૌભાગ્ય છે.
આત્મીય શક્તિની અમૂલ્ય નિધિ સમ આ અનુયોગદ્વારનું જ્ઞાન મેળવી સૌ આત્મા શ્રદ્ધાવાન બની રહો એ જ મ ગલ મનીષા.
તા ૧૬-૬-૭૭
મલાર્ડ
ગિરીશચંદ્રજી મહારાજ