Book Title: Muktivad Author(s): Gadadhar Bhattacharya, Gangesh Upadhyay, Yashovijay Publisher: Shrutbhuvan Sansodhan Kendra View full book textPage 6
________________ ઋણ સ્વીકાર પ્રસ્તુત સંપાદનમાં અનેક વિદ્વાનોનો સહયોગ છે. પ્રાજ્ઞવર્ય શ્રી બલિરામ શુક્લ પાસે સર્વપ્રથમ અધ્યયન થયું તે દરમ્યાન મુક્તિવાદનો અનુવાદ કરવાની પ્રેરણા મળી. તેમણે જ તત્ત્વચિંતામણિ ગત મુક્તિવાદનો હિંદી અનુવાદ કર્યો. (અનુવાદ પૂર્ણ થયા બાદ ત્રીજા જ દિવસે તેમનો દેહાંત થયો.) શ્રીમતી જિજ્ઞાસાબેન કટારિયા એ હિંદી અનુવાદનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું. પૂ.ઉપાશ્રી યશોવિજયજી મ. કૃત મુક્તિદ્વાત્રિશિકાનું વિવરણ પ્રકાશિત કરવા પૂ. આચાર્યદેવ શ્રીવિજયચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ.એ ઉદાર સંમતિ આપી. ઉપાશ્રી યશોવિ.ગ. રચિત ન્યાયાલોકમાં “મુક્તિવાદી છે. તેનો અનુવાદ પૂ.મુ.શ્રી યશોવિ.ગણિવરે કર્યો છે. તે અહીં સમાવ્યો છે. સંપાદન દરમ્યાન “નંદનવનકલ્પતરુ'ની ચોવીસમી-પચીસમી શાખામાં પૂ.આ.દે.શ્રીવિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ-શ્રીરૈલોક્યમંડનવિજયજી આલિખિત “નૈનર્ણનતત્ત્વવિભાવના:-મુ$િ:' લેખ નજરે ચડ્યો. તેમની સહર્ષ સંમતિથી આ પૂર્ણ લેખ પ્રસ્તાવના તરીકે અહીં સમાવ્યો છે. આખા અનુવાદને અને વિવરણને તેમણે સૂક્ષ્મદ્રષ્ટિથી જોઈ સુધારી આપ્યા છે. આ સર્વ વિદ્ધપુરુષોના સહકાર અને આશિષથી આ સંપાદન સમૃદ્ધ બન્યું છે. તે બદલ તેમનો ઋણી છું. - વૈરાગ્યરતિવિજયPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 285