Book Title: Mautne Hath Tali Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 5
________________ પેઠો એ બહાર નીકળી શકે નહિ. ન રસ્તો જડે, ને જંગલની અંદર રહી શકાય. જંગલની બખોલમાં દીપડા રહે, સૂવર રહે, લુચ્ચાં શિયાળ પણ રહે, સાપ અને અજગર પણ વસે. સહુ સંભાળીને ચાલે. રોજનો એ રસ્તો. બિહામણો ઘણો, પણ થાય શું? રાજુ નાના ભાઈઓ સાથે વાતો કરે. ખેતીની વાત થાય. ગામની કોઈ વાત થાય. એમ રસ્તો ધીરે-ધીરે કપાતો જાય. વાતોમાં સહુ મશગૂલ. એવા મશગૂલ કે આજુબાજુ ક્યાંય જુએ નહિ. રસ્તા પાસે એક અજગર, કેવો અજગર ? તેર ફૂટ લાંબો અજગર. બાર મણની કાયાવાળો અજગર ! ભલભલા હિંમતવાળાની છાતી બેસી જાય તેવો અજગર! 6 દિવસે એદીની માફક ઝાડ પર રહ્યો, સાંજ પડી ને છે શિકારે નીકળ્યો. ૬ - 00-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી ઝાડની ડાળીએ પૂંછડી લપેટીને ઝાડ નીચે પડ્યો રહ્યો. રસ્તે કોઈ નીકળે એની રાહ જુએ. શિકાર મળે તો ચપ દઈને ઝડપી લઉં ! રાજુ નાના ભાઈઓ સાથે વાતોમાં પડ્યો હતો. અજગરની નજીકથી પસાર થયો. અજગર શાનો વાર લગાડે ? એણે તરત તરાપ મારી. ઝપટ મારી રાજુને ઝડપી લીધો. ધીરેધીરે એના શરીરની આસપાસ વીંટળાવા લાગ્યો. નાના ભાઈઓ ભયભીત થયા. અજગરને જોઈને | છળી ગયા. અજગર રાજુને વીંટળાતો જાય. મજબૂત શરીરથી ભરડો લેતો જાય. મોતની ભીંસ વધારતો જાય. ભીંસ તો અજગરની ! એવી ભારે ભીંસ લાગે કે છે શિકારનાં હાડકાંના ચૂરેચૂરા થઈ જાય. પછી શિકારને ભરડામાંથી છોડે. પોતાના મોંમાંથી ચીકણું પ્રવાહી કાઢે. શિકાર પર એને બરાબર લપેટે, ધીરે ધીરે મોં પહોળું , કરીને પછી નિરાંતે શિકારને ગળી જાય. નાનકડા રાજુના મોંમાંથી ચીસ નીકળી ગઈ. ભારે મોટી રાડ ફાટી ગઈ. મોતને હાથતાળી -0-0-0-0-0-0-0 – ૭ 0 -0-0-0 -0-0-0-0-0 O- B -0. -OPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22