________________
એકબીજાને ન મળે તો ચાલે, પણ ચંદુથી નાનકડી બેનને મળ્યા વિના તો રહેવાય જ કેમ !
એને નાની બેન યાદ આવે. હૈયામાં હેત ઊભરાય. જઈને રમાડવાનું ખૂબ મન થાય. વિચાર કરે કે અત્યારે બેબલી શું કરતી હશે ? કોની સાથે રમતી હશે ?
મન તો ઘણુંય થાય, પણ કાકાને ત્યાં જવાય કેમ ? પિતાએ ચેતવણી આપી હતી. એમણે કહ્યું હતું,
“ખબરદાર ! ત્યાં ગયો છે તો ? તારો ટાંટિયો જ ભાંગી નાખીશ. એના ઘર સામે જોવાનું નહિ. એનું નામ લેવાનું નહિ. બેબલીને રમાડવાની તો વાત જ કરવાની
એક દિવસ એનાથી રહેવાયું નહિ. દોડતો જઈ પહોંચ્યો કાકાને ઘેર. અમરસિંગ કાકા તો બહાર ગયા હતા. કાકી ઘરમાં હતાં. એમણે ચંદુને જોયો. ચંદુ કહે,
“બેબલી ક્યાં છે ? એને રમાડવા હું આવ્યો છું.”
કાકી કહે, “બેટા ચંદુ, આપણા ઘર વચ્ચે કોઈ વહેવાર નથી. બંને ઘર જુદાં છે. આથી હવે તને બેબલી રમાડવા ન અપાય.”
ચંદુને તો પગ નીચેથી ધરતી સરકતી લાગી. એની આંખમાં આંસુ ઊમટ્યાં. એ જોશભેર રડી ઊઠ્યો અને બોલ્યો,
કાકી, મને બેબલી વિના સહેજે ગમતું નથી. મારા બાપુએ પણ અહીં આવવાની ના પાડી હતી. મનને ઘણુંય રોક્યું, પણ આખરે રહેવાયું નહિ એટલે બેબલીને રમાડવા આવ્યો છું.”
ચંદુની આંખમાં આંસુ જોઈને કાકીનું મન પીગળ્યું. ચંદુને પાંચ મહિનાની બેબી રમાડવા આપી.
ચંદુના આનંદનો પાર ન રહ્યો. તાલી પાડી. એની ! આજુબાજુ નાચવા લાગ્યો. ચપટી વગાડી ખેલ કરવા લાગ્યો. નાની બેન તો ગેલમાં આવી ગઈ.
એણે ઊંચા હાથ કર્યોય ચંદુ એના ઇશારા સમજતો |
0
0
0
૭૩-09-8000
0
0
નાનકડો ચંદુ વિચારે કે એવું તે શું થયુ કે કાકા સાથે બોલાય નહિ ? કાકા અને બાપુ વચ્ચે ઝઘડો થયો હોય, પણ એમાં બેબલીનો શો ગુનો ! એને રમાડવાની મનાઈ શા માટે ?
ચંદુ ચતુર હતો, પણ એનાથી મોટાઓની આ વાત સમજાઈ નહિ.
એને સતત નાની બેનની યાદ સતાવે. મનમાં થાય છે કે આજે એને કોણે ગેલ કરાવી હશે ! આજે એને કોણ | બહાર ફરવા લઈ ગયું હશે ? ૩૪ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી
0
0
0
0
હૈયાનાં હેત
-0-0-0-0-0-0-0 –
૩પ