Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ બૂમ પાડવાની આ વેળા ન હતી. ચીસ પાડવાનો કોઈ અર્થ ન હતો. હિંમત એ જ હવે એનું હથિયાર હતું. અગિયાર વર્ષનો ચંદુ તરત ઊભો થયો. જમીન પર પડેલી પાંચ મહિનાની બેન પર ચાર પગે ગોધલી થઈને ઊભો રહ્યો. મન મક્કમ કરીને ખડો રહ્યો. જોર હતું એટલું ભેગું કરીને ઊભો રહ્યો. બે બાજુ બે બળદ આથડે. ચારે પગ ઉછાળે. શિંગડા વીંઝે. બંને યુદ્ધે ચડ્યા હતા. યુદ્ધ તે કેવું ? કોઈ પાસે ન જઈ શકે. ધૂળ એવી ઊડી કે આજુબાજુ કશું દેખાય નહિ. | ચંદુ સહેજે ચસક્યો નહિ. ધક્કો વાગે, પણ ડગ્યો નહિ. ઉપર બળદની હડિયાપાટી ચાલે, પણ ચંદુ સહેજે | ખસે નહિ. એનું તન મક્કમ. એનું મન મજબૂત. થોડી વારમાં લોકો ભેગાં થયાં. એમણે બળદોને આઘા કાઢ્યા. ચંદુ ઊભો થયો. એને ખૂબ વાગ્યું હતું, પણ | બેબલીને સાજીનરવી જોઈને એ પોતાના ઘા ભૂલી ગયો. બેબલીને તેડી ઘર ભણી દોડ્યો. કાકીએ લોહીલુહાણ ચંદુને જોયો. અમરસિંગ ઘેર આવી ગયા હતા. એમણે ચંદુની આવી હાલત જોઈને પૂછ્યું, | “અરે ચંદુ ! આ શું? શું કોઈ અસ્માત થયો છે ?” - 0 0 -0 0 -0 0 - 0 -0 0 0 0 -0 0 -0 || Dovan ! -0 0 આફતની વચ્ચે બળદના ધક્કાથી નીચે પડેલો ચંદુ -0 -0. ૩૮ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી હૈયાનાં હેત -0-0-0-0-0-0-0 – ૩૯

Loading...

Page Navigation
1 ... 19 20 21 22