________________
નામ.
હૈયાનાં હેત
૪
ધંધુકા તાલુકાનું નાનકડું ગામ. આકરુ એવું એનું
આ ગામમાં બે ભાઈ રહે. એક જ ઘરમાં રહે. મોટા ભાઈનું નામ પ્રભાતસિંગ, નાના ભાઈનું નામ અમરસિંગ. પ્રભાતસિંગને એક પુત્ર. ચંદુ એનું નામ.
અગિયાર વર્ષનો ચંદુ નિશાળે જાય. શાળાએથી છૂટી રમવા જાય, પણ એને ખરી મજા તો પોતાની નાની બેનને રમાડવામાં આવે.
અમરસિંગને એક દીકરી. પાંચ મહિનાની એ છોકરી. હજી એનું નામ પાડ્યું ન હતું. કોઈ બેબી કહી બોલાવે. 5-0-0-0-0- -૦-૦-૦-૦ મોતને હાથતાળી
વહાલમાં બેબલી કહી રમાડે.
ચંદુને નાની બેન પર ભારે હેત. એને ખૂબ મોજથી રમાડે. ધીમેથી તાલી પાડીને ચમકાવે. ચપટી વગાડીને હસાવે. હાથ ઊંચો કરીને સલામ કરાવે, બે હાથ ભેગા કરીને પ્રણામ કરાવે. પોતે ખડખડાટ હસીને તેને ખૂબ હસાવે.
એક વાર પ્રભાતસિંગ અને અમરસિંગ વચ્ચે ઝઘડો થયો. એક ઘરમાં ભેગાં રહેતાં વાસણ ખખડ્યાં.
ઝઘડો મનનો હોય છે. એકબીજાનાં મન કોચવાણાં. ઘરમાં ચડસાચડસી થઈ. નાની વાત વાદે ચડી.
વાદ એવો કે કજિયાનું ઠેકાણું ન રહે. કજિયો એવો કે એમાં બોલવાનું ભાન ન રહે. બંને વચ્ચે ખૂબ બોલાચાલી
થઈ.
મોટો ભાઈ મોટાઈ ભૂલ્યો, નાનો ભાઈ વિનય ભૂલ્યો.
સાવ નાની વાત વર્ષોથી ભેગા રહેનારને જુદા પાડનારી બની. બંને ભાઈ જુદા રહેવા લાગ્યા. એમની વચ્ચે કોઈ વાતચીત નહિ. સામે મળે તો બોલે નહિ. આંખથી આંખ મેળવે નહિ. કશી ઓળખાણ હોય નહિ એમ એકબીજાને જોતાં આડું મોં કરીને ચાલે.
મોટા લડે, એમાં મુશ્કેલી નાનાને પડે, બે ભાઈ હૈયાનાં હેત -૦-૦-૦-૦ ૩૩
--0
0101