Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ એના ભાઈઓ તો સાવ નાના. ડર્યા એટલા કે જોરજોરથી રડવા લાગ્યા .મૂઠી વાળીને ભાગવા લાગ્યા. રડતા જાય ને ભાગતા જાય ! ક્યાં ચૌદ વર્ષનો માસૂમ બાળક ને ક્યાં ખતરનાક અજગર ! રાજુ ભરડામાંથી નીકળવા ઘણું મથે. ઘણા ધમપછાડા કરે. હાથ વીંઝે. પગ પછાડે. માથું પટકે. પણ આ તો અજગરનો ભરડો. ભલભલા પંજાદાર ચિત્તા એમાંથી છૂટી શકે નહિ. અજગરે ભરડો લીધો એટલે જાણે યમરાજ આવી ગયા ! ભરડાથી એવી ભીંસ લગાવે કે કોઈ એમાંથી છૂટી શકે નહિ, બહાર નીકળી જઈને બચી શકે નહિ. વિકરાળ અજગર સામે નાનકડા રાજુનું તે શું ગજું ? છૂટવા માટે ઘણી મહેનત કરી, પણ કશું ન વળ્યું. રાજુના નાના હાથ-પગ થાકી ગયા. અજગરે જોયું કે શિકાર શાંત થયો છે. વિરોધ શમી ગયો છે. હવે કોઈ એકાંત જગ્યા શોધીને નિરાંતે આહાર કરું. ભરડામાં ભીંસાયેલા, થાકેલા રાજુને અજગરે ઢસડવા માંડ્યો. ઘનઘોર જંગલના પેટાળમાં લઈ જવા લાગ્યો. []ola1 PM -૦-૦-૦-૦-0-0-0-0-0 - રાજુ શરીરથી થાક્યો હતો, પણ મનથી મક્કમ હતો. પોતાનું જોર અજમાવ્યે જતો હતો. શિકાર શિકારીને ઢસડતો હતો. બંને નદીને કાંઠે આવી પહોંચ્યા. બેમાંથી એકેયને ખ્યાલ ન હતો અને ઢસડાતા-ઢસડાતા બંને નદીમાં ગબડી પડ્યા ! ચોમાસાના દિવસો હતા. નદી બે કાંઠે ભરપૂર વહેતી હતી. પાણીમાં રાજુને જમીન કરતાં પણ બેવડી આફત આવી. અજગર એ તો પાણીનો આબાદ તરવૈયો. પાણીમાં ડૂબકી લગાવવાનો ભારે શોખીન. રાજુને બે બાજુથી મોત આવી પહોંચ્યું. અજગરના ભરડાની ભીંસ વધતી જતી હતી. એમાં સપડાયેલા રાજુને ડૂબી જવાય નહિ એ માટે વારંવાર માથું પાણીની ઉપર લાવવું પડતું હતું. આદમી નાનો ને આફત મોટી. ઉગારનાર કોઈ દેખાય નહિ. ઉપાય કોઈ જડે નહિ. બચવાની કોઈ આશા નહિ. છતાં રાજુ હિંમત હારી ગયો ન હતો. હજી મહેનત કરે. જુદાજુદા પેંતરા અજમાવે. નદીના પ્રવાહમાં અજગર અને રાજુ બંને ઢસડાય. રાજુએ પાણીમાંથી માથું ઊંચું કર્યું તો સામેથી કંઈક તરતું આવતું દીઠું. કશુંક કાળું કાળું તરતું આવે ! મોતને હાથતાળી –

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22