Book Title: Mautne Hath Tali Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 8
________________ જ લક્કડિયા પુલ પર ચડી ગયો. દોડતો-દોડતો પોતાને ગામ પહોંચી ગયો. અજગરના શરીરને પુલના લાકડા સાથે ઘસવા માંડયો. શિકારને ભરડામાં લીધા પછી આસાનીથી ખતમ કરનાર અજગરને એક નવો જ અનુભવ થયો. એનો શિકાર એને સકંજામાં લેવા પ્રયત્ન કરતો હતો. અજગર પોતાના મજબૂત અને લાંબા શરીરને વધુ ભીંસવા લાગ્યો. રાજુ પૂરા જોશથી અજગરના શરીરને પુલનાં પાટિયાં સાથે ઘસવા માંડ્યો. બેયની સામે મોત હતું. બંને બાખડતા હતા. પૂરી તાકાતથી ઝઝૂમતા હતા. એકબીજાને ખતમ કરવા મથતા મોટાભાઈને જીવતો આવેલો જોઈને નાના ભાઈઓ તો રાજીના રેડ થઈ ગયા. સહુએ ચૌદ વર્ષના રાજુને શાબાશી આપતાં કહ્યું, ધન્ય છે તારી વીરતાને ! રાજુ, તારું ગજું તો કહેવું પડે ! ભલભલા વીર હિંમત હારી જાય, મોટા મોટા શૂરવીર મૂંઝાઈ જાય એવે સમયે તેં અદ્ભુત હિંમત દાખતી, ધન્ય છે તને !” કેરળ રાજ્યના કાલિકટ શહેરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા થીરુવામ્બાડી ગામની નજીક આ સત્યઘટના બની. એ દિવસ હતો ૧૯૬૨ની ૨૩મી જુલાઈનો. હતા. 0 0 0 0 0-0 0 0 આખરે નાનકડા રાજુની જીત થઈ. અજગરનું શરીર લાકડા સાથે ઘસાવાને લીધે છોલાઈ ગયું. એમાંથી લોહી વહેવા માંડ્યું. આજુબાજુના પાણીનો રંગ લાલચટક બની ગયો. અજગરના શરીરમાં ખૂબ પીડા થવા લાગી, એ શિકાર કરવા ગયો અને ખુદ શિકાર બની ગયો ! બીજાને સકંજામાં લેવા ગયો અને પોતે ફસાઈ પડ્યો ! અજગરે ભરડો ઢીલો કર્યો. જાન બચાવવા શિકારને 1 જવા દીધો. એ પાણીમાં આગળ સરકવા માગતો હતો. જીવલેણ ભરડામાંથી રાજુ બહાર નીકળ્યો. તરત ૧૨ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી 0 -0-0-0-0-0 0 0 0 -0 01 મોતને હાથ તાળી -0-0-0-0-0-0-0 – ૧૩Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22