Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ આપત્તિ આવે તોય અડગ રહેવું. નારાયણ અંદર દાખલ થયો. છત પરથી સળગતાં લાકડાં ધડાધડ નીચે પડતાં હતાં. એક બળતું લાકડું એના માથા પર અથડાઈને નીચે પડ્યું. નારાયણને વાગ્યેય ખરું, પણ એ વિશે વિચારવાની ફુરસદ ક્યાં હતી ? નારાયણ આગળ વધતો જાય, ધુમાડામાં હાથ વીંઝતો જાય. આજુબાજુ આગ અને વચ્ચે એકલો. નારાયણ ભારે ચપળતાથી આગના ભડકામાંથી બચે. હિંમતથી આગળ ધપે. આખરે એ બીજા ઓરડાના દરવાજા સુધી પહોંચી ગયો. અંદર દાખલ થયો. એક હાથમાં ચાર વર્ષના બાળકને ઊંચક્યો. બીજા હાથમાં છ મહિનાની બાળકીને લીધી. નાનાં ભયભીત બાળકો તો નારાયણને ચોંટી જ ગયાં ! જાણે ભગવાન મળ્યા ! ડૂબતાને તરણું મળ્યું. નારાયણના બંને પગ સખત રીતે દાઝી ગયા. હાથ પણ દાઝી ગયા. હાથ અને પગમાં અપાર વેદના થાય, પણ એનો વિચાર કરે તો નારાયણ શેનો ? આગ વધતી જતી હતી. નારાયણે બાળકોને બાથમાં ભીડીને ભારે ઝડપથી દોટ મૂકી. સળગતા ઓરડાને વીંધીને બહાર નીકળી આવ્યો. -0-0 -0-0 gggggggg ૭-૭ માં -0-0-0-0-0 માનવતા કાજે મોતનો સોદો આગમાંથી બાળકોને બચાવતો નારાયણ -0 ૨૦)-0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી ન નમે તે નારાયણ -0-0-0-0-0-0-0 - ૨૧

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22