Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ નારાયણ પ્રસાદ દાસ નારાયણે જેવી ભયની ચીસ સાંભળી કે તરત જ એણે દોટ લગાવી. એ કૉલોનીમાં પહોંચી ગયો, કાળમીંઢ પથ્થરને પણ પિગળાવી નાંખે તેવું રુદન કરતી બાળકની માતાને જોઈ. માનો પ્રેમ તે માનો પ્રેમ ! એને ખબર પડી કે આ સળગતા ઘરની અંદર આ સ્ત્રીનાં બે બાળકો સપડાઈ ગયાં છે. બહાર ત્રણસો માણસોનું ટોળું હતું. કોઈ જુવાન હતા. કોઈ જોરાવર હતા. સહુ કોઈ આમતેમ ફરે. વધતી આગને જુએ. તૂટતી છતને બતાવે. કોઈ રડતી માતાને શબ્દોથી શાંત પાડવા પ્રયત્ન કરે. પણ સળગતી 6 આગમાં જવાની કોઈ હિંમત કરતું ન હતું. 6 સોળ વર્ષના નારાયણથી આ સહન થયું નહિ. એક છે માતા રડે અને પોતે કંઈ ન કરી શકે ? માતાના હૃદયની વેદના એ જાણતો હતો. બીજા માનવીને મદદ ન કરે તે 4 માનવી શાનો ? બીજાને આપત્તિમાંથી ઉગારે એ જ ખરો આદમી. નારાયણ પ્રસાદે કમર કસી, હિંમત કરી અને ભભૂકતી આગમાં ઝંપલાવ્યું. એને વાતોમાં વિશ્વાસ ન હતો. એ તો કામમાં માનતો હતો. નિરાધાર બનીને લાચાર રીતે જોવામાં એને રસ નહોતો. કોઈનો આધાર બનવામાં એ માનતો હતો. 0 -0 0 0 -0 0 -0 ઉપર લાકડાની છત સળગે. આજુબાજુ આગ લબકારા લે. સોળ વર્ષનો નારાયણ અંદર દાખલ તો થયો. સળગતો ઓરડો એણે વીંધવાનો હતો. બાજુના ઓરડામાંથી બાળકોને લાવવાનાં હતાં. બહાર નીકળવા | માટે બીજો કોઈ રસ્તો ન હતો. આથી સળગતા | ઓરડામાંથી જ બહાર નીકળવાનું હતું. જાનનું પૂરું જોખમ હતું. આગમાં સપડાય તો બહાર ! નીકળાય તેમ ન હતું. પણ નારાયણ પ્રસાદ જોખમનું નામું માંડનારો ન હતો. એ તો શીખ્યો હતો કે ગમે તેવી છે મૂંઝવણ આવે તો માત થવાને બદલે માર્ગ કાઢવો. ન નમે તે નારાયણ -0-0-0-0-0-0-0 – ૧૯ 0 -0 0 0 0 | ૧૮ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22