Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ છોકરો અને બીજી હતી છ મહિનાની માસૂમ બાળકી. હવે કરવું શું ? આગમાં જવું કેવી રીતે? આ બિચારા બાળકોનું થશે શું ? માતાની વેદનાભરી ચીસો સાંભળી ઘણાં લોકો એકઠાં થયાં. જોતજોતામાં ત્રણસો માણસોનું ટોળું ભેગું થઈ ગયું. સહુ આગ બુઝાવવામાં મદદ કરે, પણ સળગતા ઓરડાને વીંધીને જવાની હિંમત કોઈ ન કરે. આગ ઓલવવી આસાન, પણ આગમાં ઝુકાવવું એટલે મોતનો સોદો ! પોતાનાં લાડકવાયાં બાળકોની દશા વિચારીને એની માતા છાતી ફાટ રડતી હતી. આગ વધતી હતી. લાકડાના ટુકડા બળીને નીચે પડતા હતા. ઉપરની છત તૂટતી હતી. નજીકમાં વસતો નારાયણ પ્રસાદ દાસ હજી હમણાં જ રમતના મેદાન પર ખેલીને ઘેર આવ્યો હતો. ૧૯૫૩ના ઑગસ્ટ મહિનામાં જન્મેલા નારાયણને ફૂટબોલ અને કબડ્ડીની રમત બહુ ગમે. રમત ખેલીને આવેલા નારાયણ નિરાંતનો દમ લે એ પહેલાં તો એણે તીણી ચીસ સાંભળી. નારાયણ ભારે | પરોપકારી. પારકાનું દુ:ખ પોતે સહન કરી શકે નહિ. થોડા સમય પહેલાં આ નાનકડા છોકરાએ એક માણસની જિંદગી બચાવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલી એક વ્યક્તિ રસ્તાની બાજુએ પડી હતી. સહુ કોઈ એ રસ્તેથી પસાર થાય, ઘાયલ માનવીને જુએ, એની ઈજા તરફ અફસોસ બતાવે, પણ કોઈ મદદરૂપ થવાનો વિચાર ન કરે. સહુને એમ કે ક્યાં વળી પારકી પંચાત વહોરવી ? પોલીસમાં જવું પડે! દવાખાને દોડવું પડે ! પોતાની જાતને ભૂલીને બીજાનો વિચાર કરે એ જ પરોપકારી. કશાય સ્વાર્થ વિના બીજાને મદદ કરે એ જ સાચો માનવી. ઘાયલ માનવીને જોઈને નારાયણનું હૈયું પીગળી ગયું. એ તરત એની પાસે ગયો. સંભાળથી એને રિક્ષામાં બેસાડ્યો. પોલીસ સ્ટેશને જઈ અકસ્માતની જાણ કરી. પછી દવાખાનામાં લઈ ગયો. એને દાખલ કરાવ્યો. સારવારની વ્યવસ્થા કરી અને આ રીતે એણે એક કે માનવીની જિંદગી બચાવી લીધી. કટક શહેરની નિગમાનંદ વિદ્યાપીઠમાં નારાયણ ભણે. ભારે અડગ વિદ્યાર્થી. ક્યારેય હતાશ થાય નહિ. ક્યારેય પાછી પાની કરે નહીં. એના મિત્રો કહે, નારાયણ, તું ખરેખર નારાયણ છે. ન નમે તે કે નારાયણ, ન નાસે તે નારાયણ, ન ડરે તે નારાયણ.” | 0 900-9000000 ૭ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી ન નમે તે નારાયણ-0-0-0-0-0-0-0- ૭

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22