Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ ટપાલની એ ટિકિટ પર એક સાવ નાનકડા બાળકનું ચિત્ર હતું. સહુને અચરજ થયું. ટિકિટ પર તે આવા નાનકડા બાળકનો ફોટો કેમ છપાયો હશે ? ટિકિટ પર તો ગોપાળ કૃષ્ણ ગોખલે કે મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોના ફોટા હોય. મીરાંબાઈ, કબીર કે નાનક જેવા સંતનાં ફોટા હોય, અજંતા કે તાજમહેલ જેવી દેશની બેનમૂન કલાકારીગરીના ફોટા હોય. નામી અને પરાક્રમી પુરુષોના ફોટા હોય. આ તો સાવ નવી નવાઈની વાત ! ટિકિટ પર નાના છોકરાનો ફોટો ! એય વળી કોઈ બીમાર છોકરાનો ફોટો. લોકોમાં ઇંતેજારી વધી. એનું નામ જાણવાની આતુરતા થઈ. સહુ વિચારે કે આવાં નસીબ કઈ માતાનાં શહેરમાં અશોકને જન્મ આપ્યો. અશોક ભારતનાં બાળકોની જેમ જભ્યો અને ઊછરવા લાગ્યો. એ સમયે દેશમાં બાળકોના મરણનું પ્રમાણ ઘણું હતું. અનેક નાના-મોટા રોગો બાળકોને થતા. પૂરી સારવાર મળે તેવી જોગવાઈ નહોતી. માતા-પિતા પણ સારવારમાં બહુ સમજતાં નહિ. બાળકો નાની વયમાં મોતનો શિકાર બનતાં. કેટલાંક બાળકો રોગનો સામનો કરી જીવતાં ખરાં, પણ તેઓ સદાને માટે અપંગ બનીને જીવન ગુજારતાં. નાનકડો અશોક હજી કાલું-કાલું બોલે, બરાબર ચાલતાં પણ શીખ્યો ન હતો. ત્યાં એને ન્યૂમોનિયા થયો. શરીરમાં તાવ ભરાયો. આખું શરીર શેકાય. ઉધરસ તે ! કેવી ! એક મિનિટ પણ મોં બંધ થાય નહીં. તાવ વધતો ગયો. બાળક સાવ નાનું અને માંદગી | ઘણી ગંભીર ! ફૂલ કરમાઈ જવાની બીક ઊભી થઈ. નાનકડા અશોકને તરત જ દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો. અશોક જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા લાગ્યો. પાંચ દિવસ તો એને પ્રાણવાયુ (ઑક્સિજન) પર રાખવામાં , આનંદી અશોક -0-0-0-0-0-0-0- રપ 0 0 0 હશે ? 0 0 0 0 આની તપાસ કરી. ખબર પડી કે એક મધ્યમ વર્ગના અજાણ્યા માનવીનો અઢી વર્ષનો દીકરો છે. એનું નામ અશોક છે. અશોકના પિતા હીરાકુડ બંધ પર કામ કરે. એની | માતાએ એની નજીકમાં આવેલા ઓરિસ્સાના સમ્બલપુર ૨૪ - 0-0-0-0-0-0-0-0-0- મોતને હાથતાળી 0

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22