Book Title: Mautne Hath Tali
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 3
________________ લેખકની વાત આજનાં બાળકો એ આવતીકાલનો આધાર છે. એ આવતીકાલ કેમ સુધરે-ભાવિ ઊજળું કેમ બને, એ આજનો પ્રયત્ન છે. સાહિત્ય આમાં ઘણો મોટો હિસ્સો આપી શકે તેમ છે. દેશનાં બાળકોને પ્રેરણા આપે, હિંમત અને સાહસભરી તમન્ના જગાડે. જોખમ વચ્ચે જીવવાની અને વિપત્તિને સામે મોંએ ઝીલવાની હિંમત પેદા કરે, આપત્તિમાં ફસાયેલાંને ઉગારવાની ઊંચી ભાવના પેદા કરે તેવું સાહિત્ય આપવાનો આ બાળસાહસ શ્રેણી દ્વારા પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં નાની વયનાં બાળકોએ બતાવેલાં હિંમત, સાહસ અને પરોપકારની સત્ય ઘટનાઓ આલેખી છે. પોતાના જેટલી જ ઉંમરનાં બાળકોએ બતાવેલી હિંમતભરી કામગીરી એમનામાં એવું ખમીર જગાડે કે પોતે પણ આવી હિંમત દાખવી શકે, એવી અપેક્ષા રાખી છે. આ પુસ્તકને ભારત સરકાર દ્વારા આયોજિત બાળસાહિત્યની ૧૯મી રાષ્ટ્રીય સ્પર્ધામાં ઇનામ એનાયત થયું. આ પુસ્તકની હજાર જેટલી પ્રત પણ N.C.E.R.T. નવી દિલ્હી, દ્વારા ખરીદવામાં આવી કિંમત : રૂ. ૩૦ પ્રથમ આવૃત્તિ: 1973 સાતમી સંવર્ધિત આવૃત્તિ: 2017 Mot ne Haathtali A collection of inspiring stories for children by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 © કુમારપાળ દેસાઈ પૃષ્ઠ : 40 ISBN : 978-93-5162–444-8. નું કેલ : 1000 પ્રકારાક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન : 22144663, e-mail: goorjar @ yahoo.com આ પુસ્તકના પ્રકાશનમાં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી મનુભાઈ શાહે જે રસ દાખવ્યો છે તે બદલ આભારી છું. મોતની સામે ખરાખરીનો ખેલ માંડીને ઝઝૂમનારાં બાળકોની આ કથાઓ બાળકોમાં મર્દાનગી અને પરોપકારના ચકમકને ચેતવવાના એકાદ નાના પથ્થરની ગરજ પણ સારશે, તો મારો પ્રયાસ સાર્થક લેખીશ. તા. ૧૨-૪-૨૦૧૭ કુમારપાળ દેસાઈ અમદાવાદ + + + + મુદ્ર કે : ભગવતી ઑફસેટ સી ૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22