Book Title: Mathuri
Author(s): Dalsukh Malvania, Jitendra B Shah
Publisher: Gurjar Granthratna Karyalay

Previous | Next

Page 13
________________ १० હતું. એ બિના પણ એમની વિદ્વત્તા અને લોકચાહનાનું સૂચન કરે એવી છે. દલસુખભાઈ જૈનસંસ્કૃતિ સંશોધક મંડળ, પ્રાકૃત ટેક્ષ સોસાયટી, પ્રાકૃત વિદ્યામંડળ જેવી વિદ્યા સંસ્થાઓનું માનદ મંત્રીપદ, તદ્દન નિઃસ્વાર્થ ભાવે, સંભાળ્યું હતું. જ્ઞાનોદય ટ્રસ્ટના ટ્રસ્ટી અને પાર્શ્વનાથ વિદ્યાશ્રમના સલાહકાર હતા; અને વિદ્યાવૃદ્ધિના હેતુથી એમના જ્ઞાતિમંડળની કામગીરી પણ વહન કરેલી. કેનેડાનું આમંત્રણ સને ૧૯૬૮ના જાન્યુઆરી માસની બીજી તારીખે, કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીમાં, ભારતીય દર્શનો અને વિશેષ કરીને બૌદ્ધ દર્શનના અધ્યાપન માટે ગયા હતા; અને ત્યાં સોળેક મહિના સુધી કામ કરીને ખૂબ ચાહના અને કીર્તિ મેળવીને પાછા આવ્યા હતા. શ્રી દલસુખભાઈની જૈન આગમો અને ભારતીય દર્શનોની વ્યાપક તથા મર્મસ્પર્શી વિદ્વત્તા તેમ જ નિર્ભેળ વિદ્યાનિષ્ઠાનું મૂલ્યાંકન આપણા દેશના તેમ જ વિદેશના પણ કેટલાક પ્રાચ્યવિદ્યા અને તત્ત્વજ્ઞાનના વિદ્વાનોએ, ઘણાં વર્ષ પૂર્વે, ઠીક ઠીક પ્રમાણમાં કરીને એમનું એ રીતે બહુમાન પણ કર્યું જ છે. આમ છતાં જ્યારે એમની વિદ્વત્તાને આ રીતે પરદેશમાંથી બિરદાવવામાં આવી અને એમની વિદ્વત્તાનો લાભ લેવાની ઝંખના વ્યક્ત કરવામાં આવી ત્યારે શ્રી દલસુખભાઈને તેમ જ એમના પરિચિત સૌ કોઈને આશ્ચર્ય સાથે વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક હતું. શ્રી દલસુખભાઈની સત્યશોધક, સારગ્રાહી અને સર્વસ્પર્શી વિદ્વત્તા તથા અખંડ અને ધ્યેયનિષ્ઠ સરસ્વતી ઉપાસનાના શિખર ઉપર આ પ્રસંગે જાણે સુવર્ણકળશ ચડાવ્યો હોય એમ લાગ્યું હતું. બાકી તો, એ હેમ જ હતું અને હેમનું હેમ જ છે; આ પ્રસંગથી આપણને એની વિશેષ પ્રતીતિ થવા પામી હતી એટલું જ ! નામનાની એમને જરાય ઝંખના નથી. પૈસો એમને લોભાવી શકતો નથી. અને આવા પ્રખર પાંડિત્યને એમણે એવું પચાવી જાણ્યું છે કે એમને પંડિત તરીકે સંબોધતાં પણ સંકોચ થાય છે. એમના નમ્ર, નિખાલસ અને નિર્મળ મન ઉપર પાંડિત્યનું આધિપત્ય ક્યારેય જોવા નહીં મળે. તેથી જ તેઓ સદા સ્વસ્થ અને પ્રસન્ન રહી શકે છે. અવિવેક કરવો નહીં અને કોઈનો ડર રાખવો નહીં એ એમની વિદ્યોપાસનાની વિશેષતા છે. પૂજ્ય પંડિત સુખલાલજી અને એમની વચ્ચે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 269