Book Title: Mangal Kalash Charitra Sangraha
Author(s): Tirthbhadravijay
Publisher: Vijay Kanaksuri Prachin Granthmala

View full book text
Previous | Next

Page 7
________________ પ્રકાશકીયમ્ જિનાગમોના ગહનતમ પદાર્થોનો બોધ બાલજીવો સુધી સરળતાથી પહોંચાડનાર કથાનુયોગના સમૃદ્ધ વૈભવથી જિનશાસન ગૌરવાન્વિત છે. આ મહાન સમૃદ્ધિમાં રહેલા ““મંગલકલશચરિત્ર' નામના મોતિનું અહીં પ્રકાશન થઈ રહ્યું છે. મંગલકલશકથા ઉપર રચાયેલી પ્રાકૃત, સંસ્કૃત ભાષાની પ્રગટ તથા અપ્રગટ કુલ ૧૧ કૃતિઓનું સંકલન પ.પૂ. ગણિવર્યશ્રીતીર્થભદ્રવિજયમ.સા.એ કર્યું છે. જેના પ્રકાશનનો લાભ અમોને આપવા બદલ પૂજ્યશ્રીનું ઋણ સદાય અમ શિરે રહેશે. ““શ્રીવિજયકનકસૂરિપ્રાચીન ગ્રંથમાળાનો પ્રારંભ કરવાનો લાભ પૂજયશ્રીના ૫૦મી સ્વર્ગારોહણ તિથિના કાયમી સંભારણાસ્વરૂપે અમોને મળી રહ્યો છે જે અમારું અહોભાગ્ય છે. આ ગ્રંથમાળાના ચતુર્થ મણકા સ્વરૂપ આ મંગલકલશચરિત્રનો સંપૂર્ણ લાભલેનાર શ્રી માતુશ્રી ખીમઈબેન લખદીર શિવજી જૈન ધર્મશાલા (પાલિતાણા)ના ટ્રસ્ટીગણ–શ્રી માલશીભાઈની અને હાર્દિક અનુમોદના કરીએ છીએ. સંપૂર્ણગ્રંથને ખૂબજ ઓછા સમયમાં ટાઈપસેટીંગ કરી આપનાર અખિલેશભાઈ મિશ્રાનો અમો આભાર માનીએ છીએ. પ્રસ્તુત ગ્રંથ પ્રકાશનમાં જેમની જેમની પણ સહાય મળી તે સર્વના અમો ઋણી રહીશું. ભવિષ્યમાં પણ આવા ગ્રંથરત્નોના પ્રકાશનનો લાભ અમોને મળતો રહે એજ અભિલાષા. શ્રીશ્રમણસેવારિલીજીયસ ટ્રસ્ટ વતી હસમુખભાઈ પ્રેમચંદ શાહ (પ્રમુખ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 324