________________
સૂરિજીથી શરૂ થયેલા ધર્મઘોષગચ્છના શ્રીમતીચંદ્રસૂરિજીના શિષ્ય રાજવલ્લભ ઉપાધ્યાયે વિ.સં. ૧૫ર૪માં ચિત્રસેનપદ્માવતી ચરિત્ર૧૭ની રચના કરી છે. ૧૫૫ શ્લોક પ્રમાણ આ ચરિત્રમાં ૨૬ ૮થી ૪૯૯ શ્લોક સુધી આ કથા રજૂ થઈ છે. જે ચરમતીર્થપતિ મહાવીરસ્વામી પરમાત્મા દ્વારા વીરસેનરાજાને અપાતી દેશનારૂપે છે. ઉપાધ્યાય રાજવલ્લભજીએ માત્ર થોડા શાબ્દિક ફેરફારો સાથે અજિતપ્રભસૂરિજીનું જ કથાનક ઉક્ત ચરિત્રમાં સમાવેલું છે. આથી આ મંગલકલશકથામાં કર્તાની પોતાની કોઈ મૌલિકતા જણાતી નથી. ઊલટું કેટલાક સ્થળે તો કરેલા શબ્દપરિવર્તન અનાવશ્યક જણાય છે.
(૮) પૂર્ણિમા ગચ્છની ભીમપલ્લી શાખાના ધર્મઘોષસૂરિજી > સુમતિભદ્રસૂરિજી > જયચંદ્રસૂરિજીના શિષ્ય ભાવચંદ્રસૂરિજીએ વિ.સં. ૧૫૩૫માં ગદ્ય બદ્ધ સંસ્કૃત ભાષામાં શ્રી શાંતિનાથ ચરિત્ર (પ્રસ્તાવ-૬, ગ્રંથાગ્ર-૭000) રચ્યું છે. તેના પ્રથમ પ્રસ્તાવની શરૂઆતમાં જ પ્રસ્તુત કથા છે. અત્યંત સરળ ભાષામાં રચાયેલ આ કથા શ્રીષેણ રાજાને અપાયેલી વિમલબોધસૂરિજીની દેશનારૂપે છે.
(૯) તપાગચ્છીય વિજય ઋદ્ધિસૂરિજી (વિ.સં. ૧૭૨૭થી ૧૮૦૬) > સૌભાગ્યસૂરિજી (સ્વર્ગવાસ-૧૮૧૪)ના શિષ્ય વિજય લક્ષ્મી સૂરિજી૨૦ એ વિ.સં. ૧૮૪૩માં ગદ્યબદ્ધ સંસ્કૃત ભાષામાં ૧૭. પડાવશ્યક વૃત્તિના વાર્તિકમાંની શીલતરંગિણી નામની વાર્તા પરથી આ
ચરિત્રની રચના થઈ છે. જેનું પ્રકાશન હીરાલાલ હંસરાજે ઈ.સ. ૧૯૨૪માં
કર્યું છે. ૧૮. રાજવલ્લભઉપાધ્યાયજીએ ભોજપ્રબંધ (શ્લોક-૧૫૭૫) અને પડાવશ્યકવૃત્તિ
(૨.સં. ૧૫૩૦)ની રચના કરી છે. ૧૯. પ્રકાશક :- જિનશાસન આરાધના ટ્રસ્ટ, ૨૦. તેમનો જન્મ મારવાડમાં આબુ પાસેના પારડી ગામમાં પોરવાડ વણિક જ્ઞાતીય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org