________________
પ્રાસ્તાવિકમ્
શ્રેષ્ઠીપુત્ર મંગલકલશનું પ્રેરણાદાયી અને આશ્ચર્ય ભરપૂર કથાનક ૭૧૫ વર્ષના દીર્ઘ સમયપટ્ટમાં અનેક વિદ્વાનોના હાથે ઉતર્યું છે. વિદ્વત્ શિલ્પીઓએ કથાનકને વિધ-વિધ ઘાટ આપીને તેમાં વધુ સરળતા ભરી છે. અહીં એ ગ્રંથસર્જકોની કથાપ્રસાદી પ્રસ્તુત છે.
પૂર્વભવમાં મિત્રના દ્રવ્યથી પણ ઉપાર્જેલા પુણ્યના પ્રભાવે માલવદેશની ઉજજૈની નગરીનો રહેવાસી મંગલકલશ શ્રેષ્ઠીપુત્ર હોવા છતાં ચંપાનગરીની રાજપુત્રી રૈલોક્યસુંદરી સાથે તેના લગ્ન થાય છે અને ત્યારબાદ અંગદેશની વિશાળ સત્તાનો સ્વામી બને છે. જો કે પરદ્રવ્યથી ઉપાર્જિત પુણ્યના પરિણામ સ્વરૂપે રાજકુમારીને એકવાર ભાડેથી પરણવાનો પ્રસંગ આવે છે. સાથે, પૂર્વભવમાં માત્ર ક્રીડા કરવા માટે પણ સખીપર ચડાવેલા કલંકને કારણે રાજકુમારી ગૈલોક્યસુંદરી પણ વિષકન્યા તરીકેનું કલંક પામે છે. અંતે રાજકુમારી પોતાની બુદ્ધિ ચતુરાઈ દ્વારા એ કલંક ઉતારે છે.
કર્તાઓએ આ રોમાંચક કથાનક વિવિધ દૃષ્ટિએ અને જુદી-જુદી રીતે વર્ણવ્યું છે. તેમાં મુખ્યત્વે દાનધર્મનો પ્રભાવ, શીલપાલન, પૂર્વસંચિત નિકાચિત કર્મોની અમોઘતા વગેરે દર્શાવાયું છે.
પ્રાકૃત-સંસ્કૃત તથા મારુગુર્જરભાષામાં આ કથાવિષયક કુલ ૨૯ કૃતિઓ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષાની બે તથા મારુગુર્જર ભાષાની સર્વ રચનાઓ સ્વતંત્ર રચના છે. તે સિવાયની પ્રાકૃતભાષાની-૧ અને સંસ્કૃતભાષાની ૮ રચના અન્યાન્ય ગ્રંથોમાં અવાંતરકથા તરીકે પ્રાપ્ત થાય છે.
સૌ પ્રથમ આપણે આ સર્વ કૃતિઓ ની સંવત્ કમે પરંપરા નિહાળીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org