________________ પ્રશ્નોત્તરી લાખ ભરવાડ મણિને કાચનો કટકો કહે તેટલા માત્રથી મણિ કાચનો કટકો બની શકતો નથી. શ્રી જિનશાસન બહુમતી ઉપર કોઈ પ્રશ્નનો નિવેડો લાવતું નથી. જિનમતિ એ જ સત્ય નિર્ણય છે. ભલે પછી એની સામે બહુમતીની અશાંતિ પ્રચંડ સ્વરૂપ ધારણ કરતી હોય. શ્રી જિનશાસનમાં શાન્તિના ભોગે પણ જિનમતિ-સત્યની રક્ષા કરવાની છે. સત્યના ભોગે સહુમતી-શાન્તિની નહિ જ, એમ થાય તો શાન્તિનો વિજય થાય, સત્યનો પરાજય થાય. સત્ય કરતાં શાન્તિની કિંમત વધી જાય. સત્યનો ભોગ એટલે જિનમતિનો ભોગ ! પ્રશ્નઃ એક સ્થળે લખ્યું છે કે - “જૈનસંઘ વિશ્વમૈત્રીનો પ્રતિનિધિ છે, તેની આ સંઘર્ષ-દશા શોચનીય ગણાય. આ દશાથી તેનું ગૌરવ ઘટી રહ્યું છે. પરંતુ વિશ્વમેત્રીના સિદ્ધાંતને જ્યાં સુધી વ્યાપક સ્તરે અમલમાં નહીં મૂકવામાં આવે, ત્યાં સુધી આ શક્ય દેખાતું નથી. આથી શ્રીસંઘમાં મતભેદો ભૂલીને પારસ્પરિક વાત્સલ્ય વધે તેવો પ્રયત્ન કરવાની જરૂર છે.” - આ અંગે શાસ્ત્રકારોનો શું અભિપ્રાય છે અને સંઘર્ષ-દશાને ટાળવા શું કરવું જોઈએ? ઉત્તર : આ વિષયને અમુક તબક્કા પાડીને ક્રમસર સમજવો પડશે. - વિશ્વમૈત્રી-પરસ્પર વાત્સલ્યભાવમાં શાસ્ત્રકારોનો અભિપ્રાય શું છે તે પૂર્વે જોયેલ જ છે. પરસ્પર વાત્સલ્યભાવની જરૂરીયાત છે એમાં ના પાડી શકાય તેમ નથી અને સંઘર્ષો વધ્યા છે તે પણ સાચી વાત છે. પરંતુ પરસ્પરના વાત્સલ્યભાવમાં શું નડે છે અને સંઘર્ષોના મૂળમાં શું છે ? તે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. - એક અગત્યનો ખુલાસો કરવો જરૂરી છે કે - કોઈપણ વિષયની ચર્ચા કરતી વખતે કે વર્તમાન વિષમ પરિસ્થિતિનો ઉકેલ શોધતી વખતે