________________ 48 ભાવનામૃતમાઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન કે - ધર્મના ક્ષેત્રમાં પણ કર્મથી પીડિત અને કુસંસ્કારોથી દૂષિત બનેલા કુશીલો હોઈ શકે છે. આપણી ગુણસંપદાની રક્ષા કરવા માટે એવા કુશીલોનો ત્યાગ કરવાનો છે. કુશીલો પ્રત્યે દ્વેષ નથી કરવાનો પણ તેનો પરિહાર કરવાનું શાસ્ત્રનું વિધાન છે. માટે તેનો ત્યાગ કરવાનો છે. - નદી નાળાને મળે તો નુકસાન નદીને થાય છે. તેનું પાણી બગડી જાય છે. નાળાને કોઈ નુકસાન નથી. તેમ ગુણવાનું વ્યક્તિ કુશીલનો સંગ કરે તો ગુણવાનને ગુણો ગુમાવવાનો વારો આવે છે. કુશીલને કોઈ નુકસાન નથી. - આત્મા નિમિત્તવાસી છે. દુરાચારીનો સંગ થાય તો જીવનમાં દુરાચાર પ્રવેશે છે અને પોષાય છે. તેથી દુરાચારીનો સંગ છોડવો જોઈએ. - સંતના વોષમુOT: | - ગુણ અને દોષ સંસર્ગથી ઉત્પન્ન થાય છે ? ગુણ અને દોષ, આ બંને ધર્મો સંસર્ગથી ઉત્પન્ન થાય છે. ગુણ આત્માનો નિર્મલ ધર્મ છે અને દોષ મલિન ધર્મ છે. મલિન ધર્મના (દોષના) સંશ્લેષથી અધ્યાત્મસાધના મલિન બને છે અને નિર્મલધર્મ (ગુણ) ના સંશ્લેષથી અધ્યાત્મસાધના નિર્મલ બને છે. આ ગુણ અને દોષ સંસર્ગથી ઉત્પન્ન થનારા ધર્મો છે. કુશીલનો (ખરાબ વિચાર-આચારવાળાનો) સંગ કરવાથી દોષો પેદા થાય છે અને સુશીલનો (સારા વિચાર-આચારવાળાનો) સંગ કરવાથી ગુણો પ્રાપ્ત થાય છે. આથી અધ્યાત્મસાધનાને નિર્મલ રાખવા માટે દોષોનો પરિહાર કરવો અને ગુણોનો સ્વીકાર કરવો જરૂરી છે. તે માટે કુશીલના સંગનો ત્યાગ અને સુશીલના સંગનો સ્વીકાર કરવો જોઈએ. - સંગજન્ય અસરને જણાવતું ઉદાહરણ : શ્રીઉપદેશમાલા ગ્રંથની ટીકામાં પૂજ્યપાદ શ્રીસિદ્ધર્ષિગણિવર્યે બે