________________ ભાવનામૃત મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન 4 પૂ. મહોપાધ્યાયશ્રીજીની કરુણાભાવના આ વિષમ પંચમકાળમાં પ્રભુના શાસનમાં જ્યારે કુગુરુઓની જ બોલબાલા હતી અને શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિઓએ માઝા મૂકી હતી તથા સદ્ગુરુઓનો દુકાળ પ્રવર્તતો હતો અને વિદ્યમાન સદ્ગુરુઓની ઉપેક્ષા થતી હતી તથા કુગુરુઓ દ્વારા સદ્ગુરુઓને કનડગત થતી હતી, ત્યારે ન્યાયાચાર્ય-ન્યાયવિશારદ પૂજ્યપાદ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ અવિવેકી કુગુરુઓ દ્વારા જગતની કેવી દુર્દશા થઈ છે અને કુગુરુના ફંદામાં ફસાયેલા ગૃહસ્થોની કેવી દુર્દશા થઈ છે, તે વેદનાને કરુણાભાવથી પ્રેરાઈને, શ્રી સીમંધર સ્વામી ભગવાનને પ્રાર્થના સ્વરૂપે પ્રગટ કરી છે, તે શબ્દો - તે વેદના - તે કરુણા વર્તમાનમાં પણ પ્રસ્તુત હોવાથી અહીં રજુ કરાય છે... “કુગુરુની વાસના પાસમાં, હરિણ પરે જે પડ્યા લોક રે, તેને શરણ તુજ વિણ નહીં, ટળવળે બાપડા ફોક રે. સ્વામી સીમંધરા ! વિનંતી...(૨)” - કુલાચારોના નામે સન્માર્ગને દૂર મૂકનારા કુગુરુઓએ મોક્ષમાર્ગની શી દશા કરી હતી, તે વર્ણવતાં આગળ જણાવ્યું છે કે, “જ્ઞાનદર્શનચરણ ગુણ વિના, જે કરાવે કુલાચાર રે, ઉંટિયા તેણે જગદેખતાં, કિહાં કરે લોક પોકાર રે ? સ્વામી.(૩)” - કુગુરુના ફંદામાં ફસાયેલા જીવોની દુર્દશા કેવી થાય છે, તે વર્ણવતાં આગળ જણાવ્યું છે કે, “જેહ નવિ ભવ તર્યા નિરગુણી, તારશે કેણી પર તેહ રે ? ઈમ અજાણ્યા પડે ફંદમાં, પાપબંધ રહ્યા જેહ રે. સ્વામી. (4)" - કુગુરુઓએ દોરા-ધાગા-મંત્ર-કામકુંભ-કામધેનુ આદિનું પ્રવર્તન કરીને ધર્મના ઉચ્ચતમ મૂલ્યોનો વાસ કર્યો છે, તે દર્શાવતાં જણાવ્યું છે કે,