________________ પ્રશ્નોત્તરી 53 થયા છે. અંગત રાગ-દ્વેષથી નહીં. (આમાં પણ એ જ હિતબુદ્ધિ રહેલી છે કે, પાપો ઓછા બાંધે. જેના ફલસ્વરૂપે દુઃખને ન પામે !) પ્રશ્ન : કોઈક જીવ આત્મકલ્યાણની ભાવનાથી બીજાને ઉન્માર્ગ બતાવી દે, તો તે મૈત્રીભાવનામાં આવે કે નહીં ? કારણ કે, અન્યનું કલ્યાણ = હિત કરવાની સદ્ભાવના તો છે જ ને ? ઉત્તર : આત્મકલ્યાણ સન્માર્ગથી જ થાય છે. ઉન્માર્ગથી ક્યારેય આત્મકલ્યાણ ન થઈ શકે. એટલે સદ્ભાવના સારી હોવા માત્રથી ન ચાલે. સભાવના સારી હોવાની સાથે માર્ગ પણ સાચો જ બતાવવો જોઈએ. ખોટો માર્ગ બતાવવામાં આવે તો સામેના જીવનું અકલ્યાણ થાય છે. તેથી તે સદ્ભાવના પણ પરમાર્થથી દુર્ભાવના બની જાય છે. એટલે બીજા પ્રત્યેની સભાવના અને પ્રવૃત્તિમાં વિવેક રાખવો ખૂબ જરૂરી છે. તે માટે મૈત્રીભાવનાનું સાચું સ્વરૂપ સમજી લેવા જેવું છે. કલિકાલ સર્વજ્ઞ પૂ.આ.ભ. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાએ ચાર ભાવના પૈકીની મૈત્રીભાવનાનું સ્વરૂપ બતાવતાં શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે.... मा कार्षीत्कोऽपि पापानि, मा च भूत्कोऽपि दुःखितः / मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते // 4-118 // - કોઈપણ પાપો ન કરે, કોઈ પણ દુઃખી ન થાઓ, આખું જગત પણ મુક્તિને પામે, આ પ્રકારની મતિને મૈત્રી ભાવના કહેવાય છે. જેણે પણ દુઃખથી મુક્ત થવું હોય, તેણે પાપોથી મુક્ત થવું જ પડે. જેણે કાયમ માટે દુઃખથી મુક્ત થવું હોય, તેણે મોક્ષમાં જવું પડે. મોક્ષમાં જવા પાપોનો અને પાપોના રસનો નાશ કરવો પડે. સુવિહિત ધર્માનુષ્ઠાન દ્વારા આત્માને ભાવિત કરવો પડે. ભવનિર્વેદનો પરિણામ પેદા કરવો પડે. સંપ્રાપ્ત બુદ્ધિ દ્વારા મોક્ષમાર્ગને સમજવો પડે. જગતમાં ચાલતા મોક્ષમાર્ગથી દૂર લઈ જનારા કુતર્કોને ઓળખવા પડે. સાચા મોક્ષમાર્ગની આરાધના દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપનો ઉઘાડ કરવો પડે. તેના યોગે ધબકતું બનેલું ચૈતન્ય જગતના સમસ્ત જીવોને સત્તાગત