________________ પ્રશ્નોત્તરી વ્યસનોથી દૂર લઈ જતી હોય.. મોક્ષમાર્ગ ઉપર આગળ કેવી રીતે વધાય તેની પ્રેરણા કરતી હોય...સંસાર પરિભ્રમણ નાશ પામે-ઘટે તેવા ઉપાયો બતાવતી હોય... આત્મકલ્યાણ થાય તેવા સ્થાનોમાં જ લઈ જતી હોય... સમસ્યાઓનો સાચો ઉકેલ બતાવતી હોય.. દ્વેષ-વૈરનો નહીં પણ ક્ષમામૈત્રીનો વારસો આપતી હોય.. આપણી ભૂલોની પરંપરાને સુધારી આપતી હોય... મોહની નહીં પણ હિતની લાગણી ધરાવતી હોય, તે વ્યક્તિ કલ્યાણમિત્ર કહેવાય છે. કલ્યાણમિત્રના સંગથી સદ્ગુરુનો ભેટો થાય છે. સદ્ગુરુ પાસેથી કલ્યાણમાર્ગ-મોક્ષમાર્ગ સમજવા મળે છે. સમયાંતરે મોક્ષમાર્ગની સાધના કરવાની ભાવના જાગે છે. 3 કલ્યાણમિત્રના યોગથી બીજાધાનાદિ : પૂર્વે જણાવ્યા મુજબ અકલ્યાણમિત્રનો ત્યાગ કરી કલ્યાણમિત્રનો સંગ કરવામાં આવે તો જ આત્મામાં બીજાધાનાદિ થાય છે. કારણ કે, બીજાધાનાદિ માટે જે જ્ઞાન, પ્રેરણા, મનોરથ, સદુપદેશ જોઈએ છે, તે કલ્યાણમિત્ર પાસેથી જ મળે છે. અકલ્યાણમિત્ર પાસેથી નહીં. અહીં ઉલ્લેખનીય છે કે, બીજાદિ ક્રમથી જ આત્માનો મોક્ષમાર્ગ ઉપર વિકાસ થતો હોય છે. બીજાદિ ક્રમથી જ શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધધર્મથી જ સંસારનો નાશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન : વિશ્વમૈત્રીમાં તો કુશીલ-સુશીલ આવો ભેદ પાડવાનો ન હોય ને? તો પછી તમે કુશીલનો ત્યાગ કરવાનું શા માટે પૂર્વે કહ્યું હતું? ઉત્તર : વિશ્વમૈત્રીમાં કુશીલ-સુશીલ તમામ જીવોના હિતની સદ્ભાવના છે. પરંતુ સુશીલની જેમ કુશીલનો પણ સંગ કરવાની વાત નથી. વિશ્વમૈત્રીનું વિધાન તમામ જીવોના હિતની સદ્ભાવના રાખવાનું કહે છે અને ઉપદેશ રહસ્ય આદિ ગ્રંથો કુશીલના સંગનો ત્યાગ કરવાનું વિધાન કરે છે. કારણ કે... કુશીલ પરમ અકલ્યાણમિત્ર છે. અહીં યાદ રાખવું