Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 11
________________ લોચનાં નક્ષત્રો :–પુનર્વસુ, પુષ્ય, શ્રવણુ અને ધનિષ્ઠા શુભ છે. કૃતિકા, વિશાખા, મઘા અને ભરણી વર્ષ છે. બાકીનાં નક્ષત્રો મધ્યમ છે. શનિવાર, મંગળવાર, વસ્યું છે. અને રિક્તા તિથિ તથા ૬, ૮, ૦)) તિથિ વજર્યું છે. વાસ્તુ પ્રારંભ એટલે મનપાત તથા ખાતમુદત માટે વૈશાખ, શ્રાવણ, માગસર, પોષ અને ફાલ્ગન લેવાના કહે છે. બીજાની મનાઈ કરે છે. દેવાલય ખાતઃ-મીન, મેષ અને વૃષભ એ સંક્રાંતિમાં અગ્નિ કણમાં ખાત; મિથુન, કર્ક, સિંહ એ ત્રણ સંક્રાંતિમાં વાયવ્યણુમાં ખાત; કન્યા, તુલા અને વૃશ્ચિક એ ત્રણ સંક્રાંતિમાં ઈશાન કોણમાં ખાત, ધન, મકર અને કુંભ એ ત્રણ સંક્રાંતિમાં નૈઋત્ય કોણમાં ખાત; ખાતમાં મૃગશીર્ષ, અનુરાધા, ચિત્રા, રેવતી ત્રણ ઉત્તરા, રહિણી, હસ્ત, પુષ્ય. ધનિષ્ઠા, શતભિષા, અને સ્વાતી નક્ષત્ર લેવાં. | શિલા સ્થાપનઃ-પુષ્ય, ત્રણ ઉત્તરા, રેવતી, રોહિણી, હસ્ત, મૃગશીર્ષ અને શ્રવણ નક્ષત્રમાં થાય છે. પૃથ્વી બેઠી છે કે સુતી તે જોવાની રીતઃ-સુદ ૧થી તિથિ, રવિવારથી વાર અને અશ્વિનીથી નક્ષત્ર ગણી; ત્રણેને સરવાળો કરી, ત્યારે ભાગતાં જો ૧ શેષ રહે તે પૃથ્વી ઊભી, બે શેપ રહે તે બેઠી, ત્રણ શેષ રહે તે સૂતી અને શૂન્ય શેષ રહે તે જાગતી જાણવી. ઊભી અને જાગતી ખરાબ, બેઠી અને સતી સારી; અને જે ખેદાવવામાં સુતી સારી જાણવી. પૃથ્વી જેવાની બીજી રીતઃ- સૂર્યના મહા નક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગણતાં ૫, ૭, ૯, ૧૯, ૨૬, એ નક્ષત્રમાં પૃથ્વી સુઈ રહે છે જેથી તે નક્ષત્ર લેવાં નહિં. વાસ્તુ-(પ્રહારંભથી પ્રવેશ સુધી)માં ત્રણ ચક્ર લેવાય (વાય) છે, તેમાં આરંભ (બાત)માં વૃષભ ચક્ર, તંભમાં રૂમ ચક્ર તથા પ્રવેશમાં કળશ ચક લેવાય છે. વૃષભ ચક્ર-સૂર્યના નક્ષત્રથી મુહૂર્તના દિવસ સુધી સાભિજીત નક્ષત્ર ગણવાં, તેમાં તે (મુહૂર્તના) દિવસે જેટલામું નક્ષત્ર હોય ત્યાં સુધીનું ફળ, પહેલાં ૭ અશુભ, પછી ૧૧ શુભ, પછી ૧૦ અશુભ. બીજી રીત:-નિરભિત ગણનાથી પહેલાં ૩ શુભ, પછી ૪ અશુભ, ૭ પછી ૭ શુભ. પછી ૬ અશુભ, પછી ૨ શુભ, પછી ૫ અશુભ છે. કુર્મચક્ર -જે દિવસે થંભ રોપ હેય તે દિવસની તિથિને ૫ વડે ગુણવી અને કૃતિકાથી તે દિવસના નક્ષત્ર સુધીના આંકડા જોડવા અને ૧૨ તેમાં ઉમેરવા; પછી થી ભાગતાં, શેષ ૪-૭-૧ રહે તે કર્મ જળમાં છે, તેને ફળ લાભ; શેષ ૫-૨-૮ રહે તે કુમ સ્થળમાં છે. તેનું ફળ હાનિ; અને શેષ ૩-૬-૯ રહે તે આકાશમાં છે, તેનું ફળ મરણ; એમ ત્રણ પ્રકારે કુર્મ ફળ જોઈ શુભ આવતાં મુહૂર્ત લેવું. કુંભ (કળશ) ચક્ર:-સુર્યના નક્ષત્રથી ચંદ્રના નક્ષત્ર સુધી ગણતાં પહેલાં પાંચ નક્ષત્ર નેક્ક; પછીનાં આઠ સારાં અને તે પછીનાં ૮% અને બાકીનાં છ નક્ષત્રો સારાં જાણવાં. દ્વાર ચક્ર-બારણાનું મુહૂર્ત-જે દિવસે ધાર ચક્ર જેવું હોય તે દિવસે સૂર્ય નક્ષત્રથી દૈનિક નક્ષત્ર સુધી ગણુતાં પહેલાં ૪ નક્ષત્રે સારાં, પછી ૨ ખરાબ, પછી જ સારાં, પછી ૭ ખરાબ, ૪ સારાં, ૨ ખરાબ અને છેવટના જ નક્ષત્ર સારા છે. બારણા માટે રાહુ-માગસર, પોષ, મહા મહિનામાં રાહુ પર્વમાં;ફાગણ ચિત્ર, વૈશાખમાં રાહુ; દક્ષિણમાં, જેઠ, અશાડ, શ્રાવણમાં રાહુ પશ્ચિમમાં અને ભાદર, આસો, કાલિંકમાં રાહુ ઉત્તર દિશામાં રહે છે. રાહુ તથા વત્સ જે દિશામાં હોય તે દિશામાં બારણું મૂકવું નહિ. પ્રતિમા પ્રવેશઃ-પુષ્ય, ધનિષ્ઠા, મૃગશીર્ષ, રોહિણી, ત્રણે ઉત્તરા, શત ભિષા, ચિત્રા, અનુરાધા, રેવતી; એ નક્ષત્રમાં શુભવારમાં, સ્થિર લગ્નમાં તથા ચંદ્ર, ગુરુ અને શુક્રને ઉદય હોય ત્યારે પ્રતિમાને પ્રવેશ શુભ છે. વિજારોપણ:-ત્રણ ઉત્તરા, આદ્રા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રોહિણી, અને પુષ્યમાં થાય છે. દીક્ષા તથા પ્રતિષ્ઠાનું મુહુર્ત-માસ, દિવસ અને નક્ષત્ર ત્રણની શુદ્ધિ જાણીત પ્રેમ (સ્થિર) લમમાં દીક્ષા અને પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યો કરવાં. શુભમાસા-માગસર, માલ, ફાગણ, વૈશાખ, જેઠ તથા અશાડ માસ બંનેમાં શુભ છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90