Book Title: Mahendra Jain Panchang 1959 1960
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 75
________________ આ યોગ નિરયન રાશિ પ્રમાણે હેવાથી હર્ષલનું આક્રમણ સાયન પ્રમાણે સિંહ રાશિમાં છે, તેથી આ સમયે મુંબઈ શહેર પર કેઈ આકસ્મિક અને ઘણા દિવસો સુધી યાદ રહી જાય તેવી ઘટના બનવા પામે, એ મત ઘણું જતિષીઓનો હોવાથી, તેની સાથે અમે સંપૂર્ણતઃ સહમત નથી, છતાં આ સમયે ભારતના વિવિધ પ્રાંતમાં કેન્દ્ર તેમજ રાજય સરકારને ગંભીર વિચારમાં મુકી દે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે. કદાચ તેનું કારણ સામ્યવાદી વિચારો સાથેનું સંધર્ષણ અથવા પડોશી દેશો સાથે વિવાર પણ હોય. બાકી મુંબઈ શહેર પર આ સમયે મેટી આપત્તિ આવે તેવું અમોને સંભવત લાગતું નથી. છતાં આ સમયે અકસ્માતે વિચિત્ર અગ્નિકાંડે, કે દ્વિભાષી સંબંધી સામાન્ય ઉદાહ થાય. કેન્દ્ર સરકાર આર્થિક ચિંતા અથવા યોજનાઓને લક્ષમાં રાખી વધુ કરવેરા નાખવાને વિચાર વિનિમય કરે અને આ પ્રયોગને વિચાર કરતાં આ સમયે અર્થ તંત્રના ખાતાઓમાં ફેરબદલી કરી નવી વ્યકિત આવે તે નવાઈ નહિ. કારણ મંગલ ધન સ્થાનમાં રહી હઈલના કેન્દ્રમાં છે, તેથી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ યોગ બને તેજ દિવસે આ બધું બનેજ, એવું માની લેવું નહિ. આ યોગની અસરે કેટલાક દિવસ પહેલાં અને ગ બન્યા પછી પણ કેટલાક દિવસ સુધી રહે. શનિ-મંગળની યુતિ. શની–મંગળની યુતિ આકાશમાં જયારે જ્યારે થાય છે, ત્યારે ત્યારે માનવી માત્ર ભારે આશંકાથી ચિંતાગ્રસ્ત બને છે. પરંતુ માનવી વિચાર કરે તે ગ્રહે કોઇને નુકસાન કરતા નથી, પણ ગ્રહોગે તો ફક્ત શું બનવાનું છે તેનું સૂચન કરે છે. તેમાંથી એગ્ય માર્ગ અપનાવે, એ માનવીની પિતાના હાથની વાત છે. તેથી પરિસ્થિતીના સાચા જ્ઞાનથી , પિતાને દેશને બચાવ કરી શકે છે. ધન રાશિના ૧૯મા અંશ પર એટલે કન્યા નવમાંશમાં શની-મંગળની યુતિ તા ૩૧ મી જાનેવારી ૧૯૬ના દિવસે સાંજે સ્ટા. ટા, ૮ ક. ૩૯ મિનિટ થવાની હોવાથી ભારતની ચાલુ રાશિ ધનમાં તેમજ ખોલીય રાશિ કન્યામાંથી ચતુર્થમાં થવાને કારણે આ સમયે ભારતના પાટનગર દિલ્હીના પૂર્વ ક્ષિતિજ પર સિંહ રાશિને રરમો અંશ ઉદિત થતું હોવાથી [ ૭ તેના પંચમ સ્થાનમાં આ યુતિ થશે. આ યુતિ તા, ૧ લી ફેબ્રુઆરીની વહેલી સવારે પૂર્વ દિશામાં આકાશમાં જોવા મળશે. એની સાથે ગુર–શુકના બે તારાઓ પણ દષ્ટિ ગોચર થશે. - ચીનમાં ઘેરી કટોકટી સર્જાશે. શની-મંગળ યુતિ ગુરૂની રાશિમાં, અને ગુરૂની તેજ રાશિમાં ઉપસ્થિતિ હોવાથી વધુ ભયંકર કટોકટીનું સર્જન થાય એમ અમને લાગતું નથી; છતાં આ સમય વાતાવરણમાં ભયંકર દેખાશે. આ યુતિની વધુ અસર પેકીંગ તથા ૯હાસામાં દેખાશે, આ બે દેશો (શહેર)માં મહાન અકસ્માતે, તેફાને, અગ્નિકાંડે, અને અતર વિગ્રહ બનવાને પ્રસંગ - આવે. મંગળ મિત્રક્ષેત્રી હોવાથી તેનું ભયંકર સ્વરૂપ વિશ્વ સામે જાહેર કરે તેમ નથી, છતાં મંગળનું ઉગ્રરૂપ પિતાનું કાર્ય કરવા ઉદ્યમ કરે છે. ભારત ભારતમાં આ યુતિના ફળ સ્વરૂપે જનતાને વિરોધ વધતું જશે. નવીન પક્ષને પ્રભાવ વધશે. કેબીનેટના ચતુર્થમાં આ યુતિ આંતરિક સંઘર્ષ કરાવે, કેટલાક અગ્રગણ્ય રાજપુરૂષનાં સ્થાન પરિવર્તન થાય. ઘણા નેતાઓને આ યુતિ આરોગ્ય આદિમાં કષ્ટપ્રદ થાય. ભારતનો કાતિબજ સુરક્ષિત રહી, પિતાની કપ્રિયતા અને વિશ્વબંધુત્વની ભાવનાને વેગ મળશે. અનાજને પ્રશ્ન, જમીન. ખેતીવાડી સંબંધી સમસ્યાઓની ગુંચવણ વધશે. વરસાદના યોગે સંતોષકારક છે. આ યુતિના સમયે અને તેની આજુબાજુના મહિનાઓમાં ચિંતાગ્રસ્ત પરિસ્થિતિ રહે. વ્યાપારી બજારમાં મેટી વધઘટ થતી રહેશે. કેટલાક અગ્રગણ્ય વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે. છતાં ગુરૂની હાજરી દરેક સમયે ભારતનો મોભ વધારશે. વિશ્વની બહુસંખ્ય જનતા ભારત પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમથી જેવા માંડશે. જાનેવારી, ફેબ્રુઆરી, જુન, અકબર, આ મહિનાઓમાં તેફાને, અશાંતિ, અગ્નિકાંડે, અને પરસ્પર શત્રતા વધશે. તિબેટ-ચીન આ બન્ને દેશ માટે શની-મંગળ યુતિ સારી ન હોવાથી ખેતીવાડી માટે અશાંતિ વધારશે. વાહન-વ્યવહાર, પાક પાણીની સ્થિતિ અને સુખાકારી ( અનુસંધાન પાનું ૭૭ જુઓ)

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90