________________
૧૫૧
૧૫. ભાવનાએ સ્થિતિ થઈ હતી. તે વખતે તેમને નિર્વાણરૂપ, સંપૂર્ણ પ્રતિપૂર્ણ, અવ્યાહત, નિરાવરણુ, અનંત અને સર્વોત્તમ એવું કેવળ જ્ઞાનદર્શન ઉત્પન્ન થયું. [૨૫].
હવે ભગવાન અહંત, જિન, કેવલી, સર્વત તથા સર્વભાવદશી થયા; અને દેવ, મનુષ્ય અને અસુર વગેરે આખા લેકના સર્વજીના વિવિધ ભાવે જાણવા, તથા દેખાવા લાગ્યા. [૨૬]
ભગવાનને કેવળજ્ઞાન થયું, તે વખતે દેવદેવીઓની આવજાથી અંતરિક્ષમાં ધમાલ મચી રહી. પછી ભગવાને પોતાને તેમ જ લેકને બરાબર તપાસીને, પ્રથમ દેવલોકને ધર્મ કહી સંભળાવ્યો અને પછી મનુષ્યોને. મનુષ્યમાં ભગવાને ગૌતમાદિ શ્રમણ નિર્ચ ને ભાવનાઓ સાથે પાંચે મહાવત છયે જીવવર્ગોની માહિતી સાથે કહી સંભળાવ્યાં: બ્રિ૯].
પહેલું મહાવતઃ હું સર્વ ભૂત – પ્રાણની હિંસાને યાજજીવન ત્યાગ કરું છું. સ્થૂલ, સૂમ, સ્થાવર કે જંગમ કોઈ પણ પ્રાણીની મન વચન અને કાયાથી હું જાતે હિંસા નહીં કરું, બીજા પાસે
૧. સંપૂર્ણ એટલે સર્વ વસ્તુઓને જણાવનારુ; પ્રતિપૂર્ણ એટલે સર્વ વસ્તુઓના સંપૂર્ણ ભાવાને જણાવના; અવ્યાહત એટલે કયાંય અટકે નહિ તેવું અને નિરાવરણું એટલે તમામ આવરણથી રહિત.
૨. દશન એટલે વસ્તુનું સામાન્ય ભાન, અને જ્ઞાન એટલે તેનું વિશેષ જ્ઞાન.
૩. અહત એટલે ત્રિભુવનની પૂજાને ગ્ય; જિન એટલે રાગદ્વેષાદિ ઉપર જય મેળવનાર; કેવલી એટલે કેવળજ્ઞાની.
૪. મૂળમાં તેની વિગતો આમ છે: “જીવની આ લોકમાં આગતિ (આવવું), ગતિ (જ), સ્થિતિ (રહેવું); કે પરલેકમાં દેવ-નરકભૂમિમાં જન્મવું કે ત્યાંથી આવવું; તેનું ખાધું પીધું, કર્યું કારવ્યું, ભેગળ્યું સેવ્યું, બેલ્થ-ચિંતવ્યું તથા તેનાં તમામ ગુપ્ત અને પ્રગટ કર્યો.
પ. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ . ૬. ૬. મહાવીરના પટ્ટશિષ્ય. જુઓ પ્રકરણને અંતે ટિપ્પણ નં. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org