Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 167
________________ ૧૫૦ મહાવીરસ્વામીને આચારધર્મ સર્વોત્તમ પરાક્રમ દાખવતા તથા તે બધાથી પોતાના આત્માને ગુણયુક્ત કરતા, વિચરવા લાગ્યા. [૨૪] તે વખતે તે ઉપકાર – અપકાર, સુખ – દુઃખ, લેક – પરલેક, જીવન - મૃત્યુ, આદર – અપમાન વગેરેમાં સમબુદ્ધિ રાખતા; સંસારસમુદ્રને પાર કરવા નિરંતર પ્રયત્ન કરતા અને કર્મરૂપી શત્રુને સમુચ્છેદ કરવામાં તત્પર રહેતા. એ પ્રમાણે વિચરતાં ભગવાનને દેવ, મનુષ્ય કે પશુપંખી તરફથી જે જે વિઘો નડ્યાં, તે બધાં તેમણે મનને મેલું થવા દીધા વિના, અવ્યથિત રીતે, તથા અદીનપણે સહન કર્યા; અને મનવચન-કાયાને પૂરેપૂરાં વશમાં રાખ્યાં. [૨૪] આમ બાર વર્ષ પૂરાં થયાં. ત્યાર બાદ, તેરમા વર્ષમાં, ઉનાળાના બીજા મહિનામાં, ચેથા પખવાડિયામાં, વૈશાખ સુદ ૧૦ના સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂર્તે, ઉત્તરાફાલ્યુની નક્ષત્રને યોગે, છાયા પૂર્વ તરફની તથા પુરુષ જેટલી બરાબર લાંબી થતાં, ભક નામના ગામની બહાર, જુવાલિકા નદીના ઉત્તર કિનારે, શ્યામાક નામના ગૃહસ્થના ખેતરમાં વેચાવત્ત નામના ચૈત્ય ઈશાન ખૂણામાં, શાલવૃક્ષની પાસે, ભગવાન ગોદહાસને – ઢીંચણ ઊંચા અને માથું નીચે, એ પ્રમાણે – ઉભડક બેસી, ધ્યાનમગ્ન અવસ્થામાં તડકો તાપી રહ્યા હતા. તે વખતે તેમને છે ટંકના નિર્જળા ઉપવાસ થયા હતા, અને શુકલધ્યાનમાં તેમની ૧. રસિ | ૨. આખા જગતના ભિન્નભિન્ન વિષયમાં અસ્થિરપણે ભટકતા મનને, કોઈ પણ એક વિષય ઉપર લાવી સ્થિર કરવામાં આવે, અને પછી એક વિષય ઉપર સ્થિરતા આવતાં, છેવટે મન પણ તદન શાંત- નિષ્પકપ બની જાય, ત્યારે જ્ઞાનિનાં બધાં આવરણે વિલય પામી, સર્વણપણું પ્રગટે છે. ત્યાર પછી શ્વાસપ્રવાસ જેવી સૂહમક્રિયાએ પણ અટકી જઈ આત્મપ્રદેશનું સર્વથા કંપ૫ણું પ્રગટે છે. અંતે શેષ સર્વ કર્મ ક્ષીણ થઈ મેક્ષ પ્રાપ્ત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194