Book Title: Lokprakash Part 03
Author(s): Vinayvijay, Vajrasenvijay, Nayvardhanvijay
Publisher: Bherulal Kanhiyalal Kothari Religious Trust
View full book text
________________
દેવ શ્રીમદ્ વિજય માનતુંગ સૂરીશ્વરજી મહારાજ સાહેબને બતાવવા મોકલતાં અને ત્યારે પછી મુનિશ્રી નયવર્ધન વિ. મ. લેખન શૈલીમાં સરસતા આવે તે પ્રમાણે વાકય રચનામાં સુધારો કરી આપતાં એની ફાઇનલ કોપી કરીને પછી અમે બરોબર વાંચીને પ્રેસમાં એકલતાં એ રીતે આ વિશાળ ભાષાંતરનું કાર્ય પૂર્ણ થયું.
મૂળ લોકની શુદ્ધિ માટે પ્રાકૃત ટેક્ષ સેસાયટી તથા લાલભાઈ દલપતભાઈ ઈસ્ટીટ્યુટ તરફથી પરમ પૂજ્ય મુનિરાજશ્રી પૂન્ય વિજયજી મહારાજે શુદ્ધ કરેલી પ્રતની ઝેરોક્ષ કેપી મળતાં જ્યાં જ્યાં સુધારા જણાયા ત્યાં ત્યાં તે પ્રતના આધારે તે સુધારા કર્યા છે તેથી આ ઉપરોક્ત બન્ને સંસ્થાઓની જ્ઞાન ભક્તિની અનુમોદના કરીએ છીએ.
આ ગ્રંથના સર્ગમાં જે વિષયો આવે છે, તે મુનિ હેમપ્રભવિજયજીએ ટુંકમાં વિવરણ લખીને માર્ગદર્શન આપેલ છે.
આ ભાષાંતર પછી પરિશિષ્ટ તરીકે શકય પદાર્થોનાં યંત્રો, તથા સ્થાપનાઓ-ચિત્રો અને આવેલ આગમ પાઠોની સુચિનો ઉમેરો કરેલ છે. આ મહાન વિશાળ ગ્રંથના અનુવાદ-સંપાદન સંકલનમાં જે કંઈ તૂટી રહી હોય તે સુજ્ઞ મહાત્માએ જણાવે જેથી ભવિષ્ય માટે ખ્યાલમાં રહે, રહી ગયેલ ક્ષતિઓ માટે વિવિધ ત્રિવિધ ક્ષમાપના.
પ્રાંતે આવા તત્વસભર પ્રકરણ ગ્રંથના અભ્યાસ દ્વારા આત્માને સતત જાગૃત રાખી, કમથી નિર્મુલ બની જદી શિવ સુખ ભોક્તા બનીએ.
એજ એક શુભાભિલાષા. પંચાસ વસેન વિ. ગણિ
સુથરીતીર્થ (કચ્છ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org