Book Title: Lokprakash Part 02
Author(s): Vinayvijay, Motichand Oghavji Shah
Publisher: Agamoday Samiti

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી આગોદય સમિતિ તરફથી અત્યાર સુધીમાં મોટે ભાગે મૂળ ગ્રન્થો બહાર પડતા હતા, પરંતુ સંવત્ ૧૯૭૮ ની રતલામની સભામાં ભાષાન્તર આદિ છપાવવાને ઠરાવ થયેલ હોવાથી તદનુસાર અમે પૂર્વધર શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત શ્રીવિશેષાવશ્યક ભાષ્યનું ભાષાંતર બે વિભાગમાં પ્રસિદ્ધ કર્યું હતું. તેમજ સ્તુતિ આદિના કેટલાક ગ્રન્થો પણુ જેવા કે શેભનસ્તુતિ, બપ્પભટ્ટસ્તુતિ, જિનાનંદસ્તુતિ, ભકતામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ; ગુજરાતી અનુવાદ સહિત તથા બની શકયું ત્યાં પ્રતિકૃતિઓ સહિત પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આવા તાત્વિક ગ્રન્થની અભિરૂચિવાળા અભ્યાસકોને આ ગ્રન્થ પણ આદરણીય થઈ પડશે એવી અમારી નમ્ર માન્યતા છે. આ ગ્રન્થનો વિષય ઘણે ગહન હોવાથી ઘણી ઓછી વ્યકિતઓ આવા વિષયને લાભ લે છે એમ અમારા જાણવામાં હોવાથી આ ગ્રન્થ ભાષાંતર સહિત પ્રસિદ્ધ કરવા પ્રયત્ન સેવવામાં આવ્યે છે. આ ગ્રન્થ સંબંધે કાંઈ ન્યૂનતા આદિ માલમ પડે, તેમજ બીજી કોઈ વિશેષ માહિતી દાખલ કરવી રહી ગયેલી જણાય તેમજ અન્ય કોઈ સૂચના કરવી યોગ્ય લાગે તે જે પાઠક વર્ગ તરફથી અમને લખી જણાવવામાં આવશે તો તેનો અમલ કરવા અવશ્ય બનતું કરીશું. ભાષાંતરને સાંગોપાંગ અને સંપૂર્ણ શુદ્ધતાવાળું ઉતારવાને માટે વખતો વખત અનુવાદક મહાશયને પ્રેરણું કરવામાં આવતી, અને અન્ય વિદ્વાનો તરફ કાર વગેરે કવચિત તપાસવા મોકલવામાં પણ આવતા. અનુવાદક મહાશયે બને એટલી કાળજીપૂર્વક કામ કર્યું હશે તથાપિ, વિષય અતિ ગહન હોઈ એના સંપૂર્ણ અભ્યાસી તેઓ ન હોવાથી, તેમાંયે ઉંડાણમાં ઉતરી મંથનવડે કરાયેલા અભ્યાસ અતિઅ૯૫ હોવાથી, ભાષાંતરની શુદ્ધતાની વિશેષ પ્રતીતિ માટે છપાયેલાં કારમાં ફરીથી વિદ્વાને તરફ મોકલવામાં આવતા માલુમ પડયું કે અશુદ્ધિઓ રહી છે અને શુદ્ધિપત્ર દાખલ કરવા જેવી સ્થિતિ ઉપસ્થિત થઈ છે. વિદ્વાનો દ્વારા ફારની ફેરવણી, શુદ્ધાશુદ્ધિની તારવણું તેમજ અનુવાદક મહાશય અને વિદ્વાનોની મતફેરીના કારણે આ તૈયાર થઈ ગયેલા ગ્રંથને બહાર પાડવામાં વિશેષ સમય વ્યતિત થઈ ગયા છે. આખરે શુદ્ધિપત્ર આપવું એવો અમારો ઈરાદો થવાથી શુદ્ધિપત્ર તૈયાર કરાવીને આની અંદર દાખલ કરવામાં આવ્યું છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં રચેલી આગમાદિ ગ્રન્થને સુપરરોયલ સાઈઝમાં ૧૨ પેજ પથી આકારે બહાર પાડવામાં આવે છે, જ્યારે વિચારસાર પ્રકરણને ડેમી આઠ પિજી પુસ્તક આકારે અને વિશેષાવશ્યક ભાષાંતરને બે ભાગમાં સુપાયલ સાઈઝમાં આઠ પેજી પુસ્તકાકારે બહાર પાડવામાં આવ્યા છે. તેમજ આને પણ સુપરરોયલ ૮ પેજી સાઈઝમાં પુસ્તક આકારે બહાર પાડવામાં આવે છે. અને સ્તુતિ આદિના તથા ભકતામરપાદપૂતિના પુસ્તકોને ક્રાઉન ૮ પેજી સાઈઝમાં પ્રસિદ્ધ કર્યા છે. ૧ મૂળ ગ્રન્ય પોથી આકારે શેઠ દે. લા. જેને પુસ્તકોદ્ધાર ફડ થી દ્રવ્ય અને ક્ષેત્રલોકને બે ભાગમાં અંક ૫ અને ૭૪ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. પછીના કાલ અને ભાવકને પ્રસિદ્ધ કરવાનું કાર્ય ચાલુ છે. Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 536