Book Title: Lokhandi Khakhna Ful
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 8
________________ બૌદ્ધ સ્તૂપોને ખંડિત પણ કર્યાં હતાં. ભારતીય બૌદ્ધોએ વિદેશી બૌદ્ધો (શકો અને હુણો)ને બોલાવી શૈવ મંદિરો ખંડિત કરાવ્યાં. આ કથાનાં બન્ને પાત્રો – આર્ય કાલક અને રાજા ગર્દભિલ--ગણ રાજ્યનાં છે. આ વખતે પંજાબ, રજપૂતાના ને સૌરાષ્ટ્રમાં ગણરાજ્યો હતાં, સતલજના નીચા કાંઠા પર યૌધેયનું મજબૂત ગણરાજ્ય હતું. હિમાલયની તળેટીમાં પણ ગણરાજ્ય હતું. માલવગણ પંજાબ છોડી ચંબલ પર વસ્યો હતો. ગણતંત્રોની નબળાઈનો લાભ લઈને રાજન્ય રાજા થયો. છેવટે એ જનાધીપ યા નરેશ બન્યો. જેમ પ્રજા નિર્બળ થતી ગઈ, એમ રાજા પોતાનાં મૂળ ઊંડાં ઘાલવા લાગ્યો. પછી તો રાજા વંશાનુગત થયો. એ વખતે ધર્મના એક ધૂમકેતુથી ધરા કંપી. ઇતિહાસનાં આ આછાં અંધારાં-અજવાળાંને આધારે મેં આ નવલકથા રચી છે : અને એમાં એ વખતની દેશની સ્થિતિને વણવાનો યથાશક્ય પ્રયાસ કર્યો છે. રાજ કોટથી પ્રગટ થતા સુપ્રસિદ્ધ દૈનિક પત્ર “જયહિંદ 'ના સંચાલક શ્રીયુત બાબુભાઈએ સળંગ વાર્તા લખવાનું નિમંત્રણ પાઠવ્યું અને તેમના પત્રમાં લાંબી નવલ કથા તરીકે પ્રથમ આ વાર્તા પ્રગટ થઈ. વર્તમાનપત્ર માટેની વાર્તાના તાણાવાણામાં અને ગ્રંથસ્થ થતી વાર્તાના તાણાવાણામાં થોડો ફેર હોય છે. એટલે આ વાર્તાને ગ્રંથસ્થ કરતી વખતે એમાં થોડો ફેરફાર કર્યો છે અને એને ખૂબ ખૂબ મઠારી છે. આ કાર્યમાં મારા વડીલબંધુ શ્રી રતિલાલ દેસાઈએ અને વિદ્વાન પ્રો. રાજપરાએ કીમતી મદદ કરી છે. એ સહુનો હું ઋણી છું. આશા છે, વિશાળ પટને આવરી લેતી આ કથા વાચકોને ગમશે. તા. ૨૦-૧૨-૧૯પ૯ - જયભિખ્ખું સવાઈ સાહિત્યકાર જયભિખ્ખું કેટલાક લેખકો એવા હોય છે જેમનાં લખાણોમાંથી જીવનનાં મૂલ્યો આપોઆપ ઊપસી આવે છે. કેટલાક લેખકો એવા પણ હોય છે જે પોતાના વક્તવ્યમાંથી જીવનનાં મૂલ્યો ઉપસાવી આપે છે અને બીજા કેટલાક એવા પણ હોય છે જેમની કૃતિ પોતે જ મૂલ્યરૂપ હોય છે. ‘જયભિખનુ' પ્રથમ પ્રકારના લેખક હતા. તે જીવનધર્મી સાહિત્યકાર, હતા. તેઓ ગળથૂથીમાં ધર્મ અને તેનાં મૂલ્યો લઈને આવ્યા હતા પણ તેમની ધર્મની વ્યાખ્યા વિશાળ હતી. જીવનને ટકાવી રાખનાર બળ તરીકે તેમણે ધર્મને જોયો હતો અને તેથી એમની વાર્તાઓ, નવલકથાઓ અને અન્ય સાહિત્યનો વિષય ધર્મ કે ધર્મકથા રહેલ છે. તાત્ત્વિક રીતે જોઈએ તો કોઈ ધર્મ માનવતાથી વિમુખ હોતો નથી. માણસ તેનો ઉપયોગ કે અર્થઘટન પોતાની અનુકૂળતા મુજબ માનવજાતક સિદ્ધાંત તરીકે કરીને ક્લેશ વહોરે છે. ‘જયભિખુ” જૈન ધર્મના લેખક છે અને નથી. છે એટલા માટે કે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને અહિંસાની વ્યાપક ભૂમિકા ઉપર સમજાવે છે અને તેઓ જૈન ધર્મના લેખક નથી તેનું કારણ એ કે જૈન કથાવસ્તુમાંથી સાંપ્રદાયિક તત્ત્વ ગાળી નાખીને તેઓ માનવતાની સર્વમાન્ય ભૂમિકા ઉપર તેને મૂકી આપે છે. દા.ત., ‘ભગવાન ઋષભદેવ’માં માનવધર્મનું આલેખન સમાજને શ્રેયસ્કર માર્ગે દોરે તેવું છે અને કામવિજેતા સ્થૂલિભદ્રમાં જૈન ધર્મનું સ્વારસ્ય પ્રગટ કરી બતાવ્યું છે. તે જ રીતે ‘વિક્રમાદિત્ય હેમુ માં ઇસ્લામ અને ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મનું હાર્દ સમજાવ્યું છે. આ પ્રકારનો અભિગમ ગુજરાતી લેખકોમાં ‘જયભિખ્ખું 'એ દર્શાવ્યો છે તે આજના બિનસાંપ્રદાયિક માહોલમાં ખાસ નોંધપાત્ર છે. ‘જયભિખુ'ની વાર્તાઓનાં શીર્ષક વાંચીને કોઈને એમ લાગે કે તે ધર્મ-ઉપદેશક છે; પરંતુ તેમની કલમમાં જોશ છે એટલી જ ચિત્રાત્મકતા છે. આથી તેમની વાર્તાઓ બાળકો, કિશોરો અને પ્રૌઢોને પણ ગમે છે. સરસ અને સચોટ કથનશૈલી ભાવકોને સુંદર રસભર્યું સાહિત્ય વાંચ્યાનો આનંદ આપે છે. તેમણે લખેલી ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્માણ’, ‘દિલહીશ્વર’ વગેરે ઐતિહાસિક નવલોમાં વખણાયેલી ‘પ્રેમભક્ત કવિ જયદેવ’ છે. વૈષ્ણવ સંપ્રદાયને બાધક ન નીવડે અને પ્રેમલક્ષણા ભક્તિને પૂરો ન્યાય મળે એ દૃષ્ટિએ એમણે કવિ જયદેવનું પાત્રાલેખન કર્યું છે. જયદેવ અને પદ્માના પ્રેમનું તેમાં કરેલું નિરૂપણ તેમની સર્જનશક્તિના વિશિષ્ટ ઉન્મેષરૂપ છે. તેમણે કિશોરોને મસ્ત જીવનરસ પાય એવી ‘જવાંમર્દ” શ્રેણીની સાહસકથાઓ આપી છે, જે આપણા કિશોરસાહિત્યમાં કીમતી ઉમેરારૂપ છે. તૃતીય આવૃત્તિ સમયે ' જયભિખૂની આ અત્યંત લોકચાહના પામેલી ઐતિહાસિક નવલકથાની તૃતીય આવૃત્તિ પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ. આ કાર્યમાં સહયોગ આપવા માટે ગૂર્જર પરિવારના આભારી છીએ. ૧૧, નવેમ્બર, ૨૦૧૪ - ટ્રસ્ટીમંડળ જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 249