Book Title: Lokhandi Khakhna Ful Author(s): Jaibhikkhu Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 7
________________ ઉજ્જૈનીના મહાપ્રતાપી રાજવી ગર્દભિલ્લુ ઉર્ફે દર્પણસેનની બધે બોલબાલા હતી. એ રાજા મંત્રધર હતો અને એણે પોતાની શક્તિથી સામંતો, સરદારો, મહાજનો અને બીજા બધાને વશીભૂત કર્યા હતા, ગુલામ જેવા બનાવી દીધા હતા ! એના કઠોર શાસન સામે કોઈ આંગળી પણ ચીંધી શકતું નહિ. આગળ કહ્યું તેમ, સામર્થ્યનો આ અતિરેક સંયમની અવહેલના કરવા પ્રેરાયો : રાજા દર્પણર્સને કાલકાચાર્યની બહેન સાધ્વી સરસ્વતીનું હરણ કર્યું. આની સામે કાલકાચાર્યે પડકાર કર્યો : થો રક્ષતિ રક્ષિતઃ ધર્મનું જે રક્ષણ કરે છે, તેનું જ ધર્મ રક્ષણ કરે છે. પણ આ અધર્મ તરફ આખા જમાનાએ બેપરવાઈ દાખવી. સહુ શક્તિને નમી પડ્યાં. પારકી બલા વેઠવાની તૈયારી કોઈએ ન બતાવી. આચાર્યને થયું : શક્તિનું આવું ગુમાન ન ઉતારાય તો પૃથ્વી પર રાવણરાજ્ય સ્થપાઈ જાય ! પણ જ્યારે આવા ભયંકર અધર્મને પડકારવા કોઈ ભારતીય રાજ્ય તૈયાર ન થયું, તો કાલકાચાર્ય પરદેશમાં મદદ લેવા ગયા પાપને ગમે તે રીતે ડામવાની તેમની પ્રતિજ્ઞા હતી. આ વખતની આપણા દેશની સ્થિતિ સિકંદરની ચઢાઈનું વર્ણન કંઈક સ્પષ્ટ કરે છે. ધર્મ અહીં મહાન વસ્તુ લેખાતો; દેશની કલ્પના ઝાંખી હતી. ગણતંત્રો અનેક હતાં, પણ પ્રજાકીય ભાવનાનો આવેગ ધીરો હતો. પ્રાંતમાંત વચ્ચે ભારે વૈમનસ્ય પ્રવર્તતું હતું; અરે, મગધમાં જનારાઓને પ્રાયશ્ચિત્ત લેવાનું કહેવામાં આવતું ! અલબત્ત, ધર્મના નામ પર એક થવાની મોટી શક્યતા અહીં હતી ને અહીંના શાણા આગેવાનો ધર્મના સમીકરણ માટે, નવચેતના માટે વારંવાર પ્રયત્ન કરતા પણ જોવાતા; એકબીજાના અવતારોને, સૂત્રોને, કથાસિદ્ધાંતોને એકત્ર કરવામાં આવતા; પણ કંઈ વળતું નહીં. વર્ણ, જાતિ, પ્રાંતવાદના ખડક સાથે ભારતની એકતા વારંવાર ઠોકર ખાતી હતી. : આર્ય કાલકના જીવનમાં એક વાત પદે પદે દેખાય છે : કર્તવ્યપાલન માટે સતત આગ્રહ. કર્તવ્યની વેદી પર શહીદ થઈ જવું એમને માટે સહેલું છે, પણ કર્તવ્યની જરા પણ ઉપેક્ષા થતી હોય તો એ એમને માટે અસહ્ય બની જાય છે. કર્તવ્યહીનતાનો ભાર એ વેઠી ન શકતા. એટલે, જ્યારે પણ અંતરમાંથી કર્તવ્યનો સાદ ઊઠતો ત્યારે કોઈની પણ સહાયની આશા કે અપેક્ષા રાખ્યા સિવાય, તેઓ ચાલી નીકળતા. એ જ કર્તવ્યભાનથી પ્રેરાઈને તેઓ ગર્દભિલ્લ જેવા માંત્રિક, તાંત્રિક અને શક્તિના પુંજ સમા રાજવીની સામે થયા. ન કોઈ સાથી, ન કોઈ સંગી ! પોતાનાં પોતાનાં નહિ, ને ધર્મપાલકોને ધર્મની ખેવના નહિ ! આવા રેઢિયાળ યુગમાં ધર્મ પ્રત્યેની આટલી કડક કર્તવ્યભાવના ખરેખર ધન્યવચન માગી લે છે. १० આર્ય કાલકના જીવનનું મૂલ્યાંકન એ રીતે થવું ઘટે. : સાધુ માટે રાજનીતિમાં પડવાનો નિષેધ છે; પણ ધર્મરક્ષા માટે કોઈક સાધુપુરુષને ક્યારેક રાજનીતિના અગ્નિ પર ચાલવું અનિવાર્ય બની જાય છે : આ ઘટના એ વાતની સાખ પૂરે છે. વિજયનગરનો ઇતિહાસ આપણી સામે છે. મહાત્મા વિભીષણની પુરાણકથા આપણી નજર સામે છે. એ વખતે આર્યવીરો જાણે એમ જ કહે છે : “બાદશાહી તો બે ઘડીનાં ચોઘડિયાં છે, પૃથ્વી પાટે અમર છે, પુણ્ય ને પુણ્યવંતાં’ (કવિવર ન્હાનાલાલ) *** આ કથામાં આવતી મંત્ર-તંત્રની વાતો આજના વિજ્ઞાનના યુગમાં વાચકોને કદાચ નહિ ગમે, પણ મંત્ર-તંત્ર પણ એક વિજ્ઞાન છે, એટલો ખુલાસો અહીં કરવો બસ છે. આજે પણ આવા અનેક ચમત્કારો જોવા જાણવા મળે છે. ગર્દભિલ્લ રાજા કોણ હતો, કયા વંશનો હતો, એ હજી ઇતિહાસથી ચોક્કસ થઈ શક્યું નથી, પણ પ્રબળ માન્યતા એ છે, કે એ પરદેશી લોહીનો અંશ હતો; એના મનમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારો સાવ ઓછા હતા. એને કેટલેક સ્થળે પ્રવેશી રાજા કહ્યો છે. આ વખતે ઘણાં ગણતંત્રો હતાં, પણ એ જર્જરિત સ્વરૂપમાં હતાં; એમાં વાદવિવાદો એટલા ચાલતા કે કોઈ કામનો અંત આવતો નહિ, અને વિતંડાવાદ એટલો ચાલતો કે કામ કર્યા વગર જ સભા પૂરી થઈ જતી ! શક આદિ જાતિઓ કાલકાચાર્યના વખતમાં નવી આવી નહોતી; ઈ. સ. પૂર્વે છસો વર્ષથી એ આવતી થઈ હતી, ને વર્ણવ્યવસ્થાને એણે દૂર રાખી હતી, ઈ. સ. પૂર્વે ૧૫૦ની આસપાસ કોણ જાણે ભારતમાં કેટલીય જાતિઓ આવીને વસી ગઈ હતી. શક અહીં આવ્યા ત્યારે પંજાબમાં યવનોનું રાજ્ય હતું. યવનોને શકોએ જ તગડ્યા હતા. ભારતનાં પ્રાંતરાજ્યોમાં રાજનીતિ સાથે ધર્મનીતિ ભળી હતી, ને એણે ભારતના પતનમાં મોટો ભાગ ભજવ્યો હતો. સિકંદર પછી મૌર્ય શાસનકાળે ખુબ સુખ-શાન્તિ પ્રસાર્યાં. પણ છેલ્લા કાયર મૌર્ય રાજા બૃહદ્રથનું એના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે ખૂન કર્યું, ને શૃંગ વંશ સત્તા પર આવ્યો. આ વખતે ઉત્તરપશ્ચિમના દ્વારમાંથી ઘણા પરદેશીઓ ભારતમાં આવ્યા. શંગ સત્તાએ મધ્યદેશના યવનો અને શકો-હુણોને ખાળવા ઘણો યત્ન કર્યો, પણ બહુ કંઈ થઈ શક્યું નહિ. ધાર્મિક વિવાદો ખૂબ વધ્યા. દરેક ધર્મવાળો પોતાના ધર્મને મહાન બનાવવા મથવા લાગ્યો ને સાથે બીજા ધર્મને હલકો પાડવા લાગ્યો. એક શૃંગ રાજાએ પ્રાચીન ११Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 249