Book Title: Lala Amarnath
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Pustak Shreni

View full book text
Previous | Next

Page 5
________________ લાલા અમરનાથ બાવીસ વર્ષનો ફૂટડો યુવાન લાલા અમરનાથ જોડાયો. ભારતના પ્રથમ દાવમાં સૌથી વધુ રન કરનાર આ જુવાનિયો, જ હતો. આ ટેસ્ટ મૅચ અગાઉ નવમી નવેમ્બરે આ જ ટીમ સામે રમતાં લાલા અમરનાથે ૧૦૯ રન કર્યા હતા, જ્યારે દક્ષિણ પંજાબની આખીય ટીમ ર૯૪ રન કરી શકી હતી. પતિયાળામાં ખેલતા આ યુવાને પ૩ રન કર્યા હતા. વિરોધી ટીમની ગોલંદાજી પર એની બાજનજર પૂરેપૂરી હતી. કશીય પ્રાથમિક તૈયારી કર્યા વગર એ એમ.સી.સી ના ગોલંદાજો પર તૂટી પડ્યો. લાલા અમરનાથ આનંદથી બૅટિંગ કરતા હતા અને ઉત્સાહભેર રન વધારે જતા હતા. સુંદર ‘ક્વેર-કટ્સ’ અને ખતરનાક ‘ક્વેર-ડ્રાઇવ' લગાવતા હતા. એમના ફટકાઓમાં ‘ઑફ-બાજુ'ના ફટકાઓનું પ્રભુત્વ વારંવાર પ્રગટ થતું. સાહજિકતાથી ટૂંકા' (શોર્ટ પિચ) દડાને ક્વેર લેગ તરફ મોકલી આપતા. એમના ખેલમાં છલોછલ હિંમત હતી. નિકોલ્સ, ક્લાર્ક અને વેરીટીના દડામાં સતત ચોગ્ગા લગાવતા અમરનાથના દડાને અટકાવવા જતાં મિચેલ નામનો ઓપનિંગ ખેલાડી ઘાયલ થયો. પોતાની ઝપાઝપીભરી બૅટિંગથી સામી ટીમને વેરણછેરણ કરી નાખવા માટે પ્રસિદ્ધ અનુભવી સી. કે. નાયડુ સામે છેડે દિલના ઉમંગથી યુવાન અમરનાથના લાલા અમરનાથ ખેલને નિહાળી રહ્યા હતા. એક કલાકની રોમાંચક રમતમાં પહેલી જ વાર ટેસ્ટ ખેલતો આ યુવાન અર્ધી સદી વટાવી ગયો. આટલા સમયમાં તો અગિયાર વાર દડો બાઉન્ડરીની મુલાકાત લઈ આવ્યો ! ખતરનાક ગણાતી ઇંગ્લેન્ડની ગોલંદાજી ખમીર વિનાની દેખાવા લાગી. ચતુર જાર્ડિનની ફીલ્ડિંગ તુચ્છ બની ગઈ. યુવાન લાલા અમરનાથ આડેધડ ફટકારતા ન હતા. રનની એમને ઉતાવળ ન હતી. વાસ્તવમાં પોતાની ટીમની નિરાધાર સ્થિતિને પોતાની સામેનો અંગત પડકાર લેખી ઉછળતા લોહીવાળો આ યુવાન એનો તીખો પ્રત્યુત્તર આપી રહ્યો હતો. ત્રણ કલાકમાં એમણે સદી પૂરી કરી. કેવી રોમાંચક સદી ! કેવી ખમીરભરી રમત ! કેવો નૂતન માર્ગદર્શક સ્તંભ ! યુવાન લાલા અમરનાથ પહેલી વાર ટેસ્ટમાં રમતા હતા. પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી નોંધાવનારા વિરલ ખેલાડી બન્યા. વિશેષ તો આ બાવીસ વર્ષના ખેલાડીની હિંમતભરી સદી એ ભારતીય ક્રિકેટની સર્વપ્રથમ ટેસ્ટ સદી બની. ૧૮૦ મિનિટમાં યુવાનીના ઊછળતા ઉમંગ અને ઉત્સાહ સાથે ચુનંદા ગોલંદાજોનો સામનો કરીને એણે કરેલા ૧૧૮ રન દંતકથા સમાન બની રહ્યા ! ઇંગ્લેન્ડના કાતિલ ગોલંદાજોનો ભારતીય ખેલાડીએ સબળ પ્રત્યુત્તર આપ્યો.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20