________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
હતી. બ્રેડમેને આ પડકાર ઝીલી લીધો, પણ વિનુ માંકડે ૮૪ રનમાં ૮ વિકેટો ઝડપતાં બ્રેડમેનની ટીમને ૪૭ રને પરાજય મળ્યો !
બ્રિસબેનના મેદાન પર ક્વિન્સલેન્ડ સામે ખેલતાં અમરનાથે ૧૩ર રન કર્યા. આ રમતે ઓસ્ટ્રેલિયન વિવેચકોને પ્રતીતિ કરાવી આપી કે એ એક વિશિષ્ટ પ્રકારનો બેટધરા છે. આજ સુધી ઑસ્ટ્રેલિયાના પ્રેક્ષકો ડોન બ્રેડમેનની રમત જોવા મેદાન પર ઊમટી પડતા, પરંતુ હવે લોકો ભારતીય ટીમના ખેલંદાઓને અને તેમના સુકાની લાલા અમરનાથને જોવા આવ્યા હતા ! ખુદ આર્થર મેઈલીએ નોંધ્યું છે કે “ટેસ્ટના મેદાન પર લોકોના ટોળાં બ્રેડમેનને નહીં, પણ અમરનાથને ખેલતો જોવા આવ્યાં હતા.”
અમરનાથે ૧૯૪૮-૪૯માં ભારતને પ્રવાસે આવેલી વેસ્ટ-ઇન્ડીઝની ટીમ વખતે ભારતીય ટીમનું સુકાનીપદ સફળ રીતે સંભાળ્યું. આમાં ચોથી ટેસ્ટમાં ભારતની હાર થઈ અને પાંચમી ટેસ્ટમાં અમ્પાયરની ભૂલને કારણે ભારતના હાથમાંથી વિજય સરકી ગયો. આ ટેસ્ટ શ્રેણી દરમિયાન અમરનાથે એક ઑલરાઉન્ડર તરીકે પોતાની શક્તિ પ્રગટ કરી. આ પછી ૧૯૫૧-પરમાં એમ.સી .સી ની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે ભારતીય ટીમનું સુકાનીપદ
વિજય હજારેએ સંભાળ્યું. આ ટીમ સામે અમરનાથ ત્રણ ટેસ્ટ રમ્યા, પણ કોઈ મોટી સિદ્ધિ મેળવી શક્યા નહીં.
અમરનાથ એ ટેસ્ટસદી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી છે, સ્વાધીન ભારતની ટીમને વિદેશ લઈ જનારો પહેલો સુકાની છે. એવી જ રીતે ભારતને ટેસ્ટ શ્રેણીમાં ‘રબર’ અપાવનારો પહેલો ગૌરવશાળી સુકાની છે.
૧૯પરની ૧૬મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં ખેલાયેલી પાકિસ્તાન સામેની પ્રથમ મૅચમાં તેમજ ૧૩મી નવેમ્બરે મુંબઈમાં ખેલાયેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં અમરનાથની આગેવાની હેઠળ ભારતીય ટીમ વિજયી બની. પાકિસ્તાનની ટીમ લખનૌની બીજી ટેસ્ટ જીતી ગઈ ખરી, પરંતુ અમરનાથે એનો પૂરેપૂરો મુકાબલો કર્યો. બીજી ટેસ્ટના બીજા દાવમાં એ ૬૧ રન સાથે ઝઝૂમીને અણનમ રહ્યો. ત્રીજી ટેસ્ટમાં દસ વિકેટે વિજય મેળવનાર ભારતીય ટીમની ભવ્ય કારકિર્દીનો સબળ પ્રારંભ અમરનાથે જ કર્યો. એણે ૨૧
ઓવરમાં ૪૦ રન આપીને નઝીર મહંમદ, સુકાની કારદાર, ઇખ્તિયાઝ એહમદ અને મકસૂદ એહમદની વિકેટો લીધી. અમરનાથે માત્ર વિજય જ મેળવ્યો નહીં, પરંતુ પાકિસ્તાનની ટીમના ઘણા ખેલાડીઓને પોતાના મિત્ર બનાવી દીધા. ફળસ્વરૂપે ૧૫૪–પપમાં પાકિસ્તાન ગયેલી ભારતીય