Page #1
--------------------------------------------------------------------------
________________
_
A
T
T
THE 315
IT IS ' .
T IM TO STUTI IT T TT TT T
ITT
I TIT T ITT II | | | | | L
JI TU TO TT TT TT TT TT TT TTT
IT LLL Y TILL
IT | 1 TILL | | | |
| TL TT TT TT IS | | | | |
| | |
| | | |
| |
_ | | | | _ | | | | | | _ \
RT 1 TET 1
લાલા અમરનાથ
TITL
_ ILLS
I -
I
CE
TITI III
TIT
A TV
II
TI
-
To
G/
/
//
//
IT
=
- /7/',
///
|
Page #2
--------------------------------------------------------------------------
________________
ગૌરવવંત ભારતીય ક્રિકેટર લાલા અમરનાથ
પ્રકાશક : બાલભારતી ટ્રસ્ટ ‘રામનિવાસ', બળિયાદેવના મંદિર પાસે, કાંકરિયા, કર્ણાવતી-૩૮૦૦૨૮
પ્રથમ આવૃત્તિ : ૧૯૯૮
લેખક કુમારપાળ દેસાઈ
કિંમત : રૂ. પાંચ
પુષ્ય-પકે
અક્ષરસંયોજન :
બાલભારતી પુસ્તકશ્રેણી ‘રામનિવાસ’, બળિયાદેવના મંદિર પાસે,
કાંકરિયા, કર્ણાવતી-૩૮૦૦૨૮
મુદ્રકે : સાધના મુદ્રણાલય ટ્રસ્ટ ખમાસા પોલીસ ચોકી પાસે, કર્ણાવતી ૩૮૦૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
મનોગત
સારાં પુસ્તકોનો સંગાથ બાળકોને મળી રહે એ જોવાની એષણા માબાપ સમેત સૌને હોય એ સહજ છે. એવો સંગાથ રચીને બાલજગતમાં અમે એક શિક્ષણ અને સંસ્કારની પરબ માંડી છે. એ પરબ એટલે જ બાલભારતી પુસ્તકશ્રેણી.
કલ્પનાલોકમાં વિહરવાનું બાળકિશોરોને સહજ આકર્ષણ રહે છે. આ કલ્પનાવિહારની સાથોસાથ તેજસ્વી જીવનની પ્રેરણા પણ મળે એવું વાચન જીવનઘડતર માટે એટલું જ જરૂરી છે. હજારો વર્ષોના આપણા રાષ્ટ્રીય ઇતિહાસનાં પાત્રોના જીવનપ્રસંગોમાં શિક્ષણ અને સંસ્કાર પૂરાં પાડે એવી અપાર વાતો પડેલી છે. ઊગતી અને ઊછરતી પેઢીને આવું પ્રેરણાદાયી સાહિત્ય સહજ, બાલભોગ્ય, રોચક શૈલીમાં મળી રહે એવા હેતુથી બાલભારતી ટ્રસ્ટે આ પુસ્તકશ્રેણી દ્વારા આપણા રાષ્ટ્રજીવનનાં તેજસ્વી ચરિત્રોને બાળકો સમક્ષ મૂક્યાં છે.
આપણા રાષ્ટ્રજીવનમાં ઝળહળી રહેલાં શૂરવીરો અને મુત્સદ્દીઓ, સંતો અને સાધુઓ, વીરાંગનાઓ અને વીર
પુત્રો, વિજેતાઓ અને ક્રાંતિકારીઓ, કલાકારો, લેખકો, વિજ્ઞાનીઓ અને રમતવીરોને પુસ્તકશ્રેણીમાં સમાવી લેવાનો અમારો પ્રયાસ છે. ઊજળા ભવિષ્યનું સપનું આંખોમાં સજાવી ઉચ્ચ કલ્પનાશીલતા, વિજયી તેજસ્વિતા અને પ્રેરણાનો પુંજ બાળકોને પ્રાપ્ત થાય એવી અમારી મનોકામના છે.
પુસ્તકશ્રેણીની માગ વર્ષોવર્ષ વધતી જ રહી છે એ બાલભારતી ટ્રસ્ટ માટે હર્ષજનક છે. અત્યાર સુધી પ્રસિદ્ધ કરાયેલી ૫૪ પુસ્તિકાઓને ભારે આવકાર સાંપડ્યો છે. એની પાંચેક લાખ નકલો ખપી ગઈ છે. શાળાઓ, પુસ્તકાલયો અને પરિવારોમાં એને ઉમંગપૂર્વક વધાવી લેવામાં આવી છે.
બાળ-કિશોરનાં જીવન વિવિધ જીવનમૂલ્યોથી સભર બની રહે અને સ્વસ્થ બાળમન થકી સ્વસ્થ સમાજઘડતરમાં આપણે સૌ સહભાગી બનીએ એવી કામના છે. દૂરદર્શન, કૅસેટો, કૉમિક્સ અને પરીકથાઓની ધૂમ વચ્ચે હવે સાહિત્યનો સંગ અને રંગ ભાગ્યે જ જામતો હોય છે.
પરીક્ષાલક્ષી અને ચીલાચાલુ વાચન ઘડીક બાજુએ મૂકી બાલભારતી પુસ્તકશ્રેણીની પુસ્તિકાઓનો સંગાથ બાળકોને કરાવી આપો. બાળકો માટે તે ચોક્કસપણે ઉત્તમ ભેટ બની રહેશે એની અમને શ્રદ્ધા છે.
– સંપાદક
Page #4
--------------------------------------------------------------------------
________________
ગૌરવવંત ભારતીય ક્રિકેટર
લાલા અમરનાથ
૧૯૩૩ની સત્તરમી ડિસેમ્બરનો વાદળવિહોણો દિવસ. ડગ્લાસ જાર્ડિનની આગેવાની હેઠળ એમ.સી.સી ને નામે ઓળખાતી ઇંગ્લૅન્ડની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે મુકાબલો ખેલાઈ રહ્યો હતો. મુંબઈ જિમખાનાનું મેદાન ક્રિકેટના શોખીનોથી ઊભરાઈ ગયું હતું.
૨૧૯ રનની ખોટ સાથે ભારતે બીજા દાવનો પ્રારંભ કર્યા. ઇંગ્લૅન્ડના ક્લાર્ક અને નિકોલ્સની ઝડપી ગોલંદાજી પ્રભુત્વ જમાવવા લાગી. વઝીરઅલી માત્ર પાંચ રનમાં ક્લાર્કની ગોલંદાજીમાં નિકોલ્સના હાથમાં ઝિલાઈ ગયો. ઓપનિંગમાં આવેલો વિકેટકીપર નાવલે પણ ક્લાર્કની ગોલંદાજીના આક્રમણનો સામનો કરવા જતાં માત્ર ચાર રનના અંગત જુમલે એલિયટના હાથમાં ઝિલાયો.
૨૧ રનમાં ભારતની બે વિકેટ ખરી પડી. ઇંગ્લૅન્ડના ઝડપી ગોલંદાજોએ ભારતીય બેટધરોને પરેશાન કરી નાંખ્યા. ઈજાગ્રસ્ત સુકાની સી. કે. નાયડુ સાથે પતિયાળાનો
Page #5
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ બાવીસ વર્ષનો ફૂટડો યુવાન લાલા અમરનાથ જોડાયો. ભારતના પ્રથમ દાવમાં સૌથી વધુ રન કરનાર આ જુવાનિયો, જ હતો.
આ ટેસ્ટ મૅચ અગાઉ નવમી નવેમ્બરે આ જ ટીમ સામે રમતાં લાલા અમરનાથે ૧૦૯ રન કર્યા હતા, જ્યારે દક્ષિણ પંજાબની આખીય ટીમ ર૯૪ રન કરી શકી હતી. પતિયાળામાં ખેલતા આ યુવાને પ૩ રન કર્યા હતા. વિરોધી ટીમની ગોલંદાજી પર એની બાજનજર પૂરેપૂરી હતી. કશીય પ્રાથમિક તૈયારી કર્યા વગર એ એમ.સી.સી ના ગોલંદાજો પર તૂટી પડ્યો.
લાલા અમરનાથ આનંદથી બૅટિંગ કરતા હતા અને ઉત્સાહભેર રન વધારે જતા હતા. સુંદર ‘ક્વેર-કટ્સ’ અને ખતરનાક ‘ક્વેર-ડ્રાઇવ' લગાવતા હતા. એમના ફટકાઓમાં ‘ઑફ-બાજુ'ના ફટકાઓનું પ્રભુત્વ વારંવાર પ્રગટ થતું. સાહજિકતાથી ટૂંકા' (શોર્ટ પિચ) દડાને ક્વેર લેગ તરફ મોકલી આપતા. એમના ખેલમાં છલોછલ હિંમત હતી.
નિકોલ્સ, ક્લાર્ક અને વેરીટીના દડામાં સતત ચોગ્ગા લગાવતા અમરનાથના દડાને અટકાવવા જતાં મિચેલ નામનો ઓપનિંગ ખેલાડી ઘાયલ થયો. પોતાની ઝપાઝપીભરી બૅટિંગથી સામી ટીમને વેરણછેરણ કરી નાખવા માટે પ્રસિદ્ધ અનુભવી સી. કે. નાયડુ સામે છેડે દિલના ઉમંગથી યુવાન અમરનાથના
લાલા અમરનાથ ખેલને નિહાળી રહ્યા હતા. એક કલાકની રોમાંચક રમતમાં પહેલી જ વાર ટેસ્ટ ખેલતો આ યુવાન અર્ધી સદી વટાવી ગયો. આટલા સમયમાં તો અગિયાર વાર દડો બાઉન્ડરીની મુલાકાત લઈ આવ્યો ! ખતરનાક ગણાતી ઇંગ્લેન્ડની ગોલંદાજી ખમીર વિનાની દેખાવા લાગી. ચતુર જાર્ડિનની ફીલ્ડિંગ તુચ્છ બની ગઈ. યુવાન લાલા અમરનાથ આડેધડ ફટકારતા ન હતા. રનની એમને ઉતાવળ ન હતી. વાસ્તવમાં પોતાની ટીમની નિરાધાર સ્થિતિને પોતાની સામેનો અંગત પડકાર લેખી ઉછળતા લોહીવાળો આ યુવાન એનો તીખો પ્રત્યુત્તર આપી રહ્યો હતો.
ત્રણ કલાકમાં એમણે સદી પૂરી કરી. કેવી રોમાંચક સદી ! કેવી ખમીરભરી રમત ! કેવો નૂતન માર્ગદર્શક સ્તંભ !
યુવાન લાલા અમરનાથ પહેલી વાર ટેસ્ટમાં રમતા હતા. પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી નોંધાવનારા વિરલ ખેલાડી બન્યા. વિશેષ તો આ બાવીસ વર્ષના ખેલાડીની હિંમતભરી સદી એ ભારતીય ક્રિકેટની સર્વપ્રથમ ટેસ્ટ સદી બની. ૧૮૦ મિનિટમાં યુવાનીના ઊછળતા ઉમંગ અને ઉત્સાહ સાથે ચુનંદા ગોલંદાજોનો સામનો કરીને એણે કરેલા ૧૧૮ રન દંતકથા સમાન બની રહ્યા ! ઇંગ્લેન્ડના કાતિલ ગોલંદાજોનો ભારતીય ખેલાડીએ સબળ પ્રત્યુત્તર આપ્યો.
Page #6
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
સદી પૂરી થઈ કે વિરોધી ટીમના સુકાની ડગ્લાસ જાર્ડિને લાલા અમરનાથને સૌપ્રથમ અભિનંદન આપ્યાં. સાહસિક અને આકર્ષક બૅટિંગથી અભિભૂત બનેલો જનસમૂહ ફૂલહાર સાથે વધાવવા મેદાન પર ઊભરાઈ ઊઠ્યો. લાલા અમરનાથ પર રોકડ રકમ અને ટ્રોફીઓનો વરસાદ વરસ્યો ! મુંબઈના એક સોનીએ સુવર્ણપાત્ર ભેટ આપ્યું.
લાલા અમરનાથે બસો ને દસ મિનિટમાં ૧૧૮ રન કર્યા. આમાં ૨૧ ચોગ્ગાઓનો સમાવેશ થાય છે. ભારત મૅચ બચાવી ન શક્યું, પણ એક નૂતન ઇતિહાસ સર્જી શક્યું ! લાલા અમરનાથે પોતાના જીવનકાર્યને પ્રારંભે જ એક ભવ્ય વિક્રમ રચી દીધો !
ઑસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે તાજા જ ખેલીને આવેલા દુરારાધ્ય ગણાતા સુકાની ડગ્લાસ જોર્ડિને આવી છટાદાર રમત નિહાળીને કહ્યું, “આ યુવાન અમરનાથ એ ભારતનો ભવિષ્યનો ડોનાલ્ડ બ્રેડમેન છે.”
લાલા અમરનાથનો જન્મ લાહોરમાં ૧૯૧૧ની ૧૧મી સપ્ટેમ્બરે થયો. પ્રારંભના ક્રિકેટપાઠ એ અલીગઢમાં શીખ્યા. એ પછી લાહોરમાં એમની ઉપાસના ચાલુ રહી, એ સમયે અમરનાથ નોંધપાત્ર શક્તિ ધરાવનારા વિકેટકીપર અને આશાસ્પદ બેટધર હતા. સિયાલકોટમાં રમાયેલી એક
મૅચમાં દસમા ક્રમે ખેલવા આવીને એમણે પ૯ રન કર્યા હતા.
ભારતીય ક્રિકેટના તખ્તા પર અમરનાથ જુદી જુદી આકર્ષક ભૂમિકાઓ ભજવતા રહ્યા છે. બે દાયકા સુધીની એમની ક્રિકેટ- કારકિર્દી વૈવિધ્યભરી અને અણસરખી તો રહી જ, પરંતુ અવારનવાર વિવાદોથી વીંટળાયેલી રહી છે. માત્ર ભારતીય ક્રિકેટમાં જ નહીં, પણ જગતના ક્રિકેટ ઇતિહાસમાં આવો ઝંઝાવાતી વિવાદ જગાડનારો ક્રિકેટર પાક્યો નથી.
વિકેટકીપર તરીકે લાલા અમરનાથે રમવાનો પ્રારંભ કર્યો. સાહસિક બેટધર તરીકે ચોંકાવનારો પ્રવેશ કર્યો. એ પછી એ ગોલંદાજ તરીકે વધુ ને વધુ ખીલતા રહ્યા અને એમની કારકિર્દીનું સમાપન જગતના ચુનંદા ઑલરાઉન્ડર તરીકે થયું !
એક જ ટેસ્ટમાં ત્રણ પ્રકારની કામયાબી દેખાડનાર ખેલાડી તો વિરલ જ હોય. ૧૯૪૮-'૪૯માં મુંબઈમાં વેસ્ટ-ઇંડીઝ સામે પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ખેલતા વિકેટકીપર પી. સેન ઘાયલ થયા અને સુકાની અમરનાથે ગ્લોઝ પહેર્યા. પોતે ક્રિકેટ-કારકિર્દીની શરૂઆત વિકેટકીપર તરીકે કરી હતી એની મધુર યાદ આપતા હોય તેમ અમરનાથે
Page #7
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
વિકેટની પાછળ રહીને પાંચ કૅચ ઝડપ્યા ! આ મૅચમાં પ્રથમ દાવમાં અમરનાથે ચાર ઓવર નાખી હતી તેમજ પહેલા દાવમાં ૧૯ અને બીજા દાવમાં ૩૯ રન કર્યા હતા. એક જ મૅચમાં આટલી સર્વતોમુખી કામગીરી બજાવનાર અમરનાથ ગમે તે પરિસ્થિતિમાં પણ ધ્યાન ખેંચ્યા વિના રહેતા નહીં. અમરનાથનો સ્વભાવ એમના પ્રિય એવા ક્રિકેટના ખેલમાં પૂર્ણપણે ઓતપ્રોત થયેલો જણાય છે. એમની હિંમતભરી ઝમકદાર બૅટિંગ, ખતરનાક ગોલંદાજી કે પરંપરાને તોડીને નવી જ પદ્ધતિ અપનાવવાની સુકાની તરીકેની એમની રીત ઉપરાંત અમરનાથ સત્તાધારીઓ સામે સહેજે નમ્યા વિના અડગ રહેવાના એના વલણને કારણે જાણીતા બન્યા.
અદમ્ય ઉત્સાહ, સતત આક્રમણની વૃત્તિ અને સંપૂર્ણ આત્મવિશ્વાસને કારણે ક્રિકેટર અમરનાથ ભારતના મહાન ખેલાડી બન્યા, પણ અમરનાથ માટે ક્રિકેટ એ વ્યવસાય ન હતો, નવરાશનો વખત પસાર કરવાની રમત ન હતી, માન કે સન્માન મેળવવાનું માધ્યમ ન હતું અથવા સમૃદ્ધિ મેળવવાનું સાધન ન હતું. પોતાની કુશળતા અને ખમીરથી એ આગળ આવ્યા હતા. એમણે આ માટે કોઈની કદમબોશી કે પગચંપી કરી ન હતી. ટોચે પહોંચવું એ કઠણ હતું. એ
માટે એમને અવિરત પુરુષાર્થ કરવો પડ્યો હતો, ભયંકર સંજોગોનો સામનો કરવો પડ્યો હતો, ઈર્ષા અને મુલ્લકતા સામે ઝઝૂમવું પડ્યું હતું. વધુ સારો દેખાવ કરવાની વૃત્તિને કારણે પોતાની પ્રિય રમતમાં અમરનાથ આગળ વધતા ગયા.
૧૯૩૬માં વિજયનગરના મહારાજાના સુકાનીપદે ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ. અમરનાથ બૅટ અને દડાથી પોતાની બધી ખૂબીઓ રજૂ કરી રહ્યા હતા. ઇસેક્સની ટીમ સામેની મૅચમાં એમણે બંને દાવમાં સદી કરીબેન્ટવૂડમાં રમાયેલી આ મૅચમાં અમરનાથે પ્રથમ દાવમાં ૧૩૦ અને બીજા દાવમાં ૧૦૭ રન કર્યા !
નોર્ધમ્પટનશાયર સામેની મૅચમાં અણનમ રહીને ૧૧૪ રન કર્યા. મિડલસેક્સ સામે ૨૪ રનમાં છ વિકેટ મેળવી ! આમ અમરનાથે વીસ દાવમાં ૬૧૩ રન કર્યા, જ્યારે ગોલંદાજી માં એમની ‘એનાલિસિસ' આ પ્રમાણે હતી : ૨૬૭.૩ ઓવર – ૭૧ મેઇડન – ૬૬૮ રન – ૩૨ વિકેટ; બૉલિંગ અને બૅટિંગ બન્નેની પરાકાષ્ઠાએ અમરનાથ હતા ત્યારે એમની સામે શિસ્તભંગનાં પગલાં લઈ એમને ભારત મોકલી આપવામાં આવ્યા. ક્રિકેટના ઇતિહાસમાં આવો બનાવ અગાઉ કદી બન્યો ન હતો.
Page #8
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
વિવાદોનો વંટોળ જાગ્યો, સામસામા આરોપો થયા. ભારતીય ટીમના મેનેજર એમને પાછા લેવા સહેજે તૈયાર ન હતા. અમરનાથને એક સામાન્ય ભૂલ માટે સખત સજા કરવામાં આવી. એ જમાનાનું ભારતીય ક્રિકેટ રાજા કે યુવરાજના મનસ્વી તરંગો પર નાચતું હતું. ક્રિકેટની પૂરી જાણકારી વિના સુકાની બનેલા વિજયનગરના મહારાજા બૅટિંગ ઑર્ડર કે ગોલંદાજી આપવામાં મન ફાવે તેમ વર્તતા હતા. એક વાર અમરનાથને ચોથા ક્રમે મોકલવાની વાત નક્કી થઈ, પણ ચોથા ક્રમે અમરનાથને બદલે અમરસિંહને રમવા મેદાન પર મોકલ્યા ! અમરનાથે સુકાનીને પૂછ્યું, ‘મારે
ક્યારે રમવા જવાનું છે ?” સુકાનીએ જવાબ આપ્યો કે, ‘તે વિશે એ કશું કહી શકે તેમ નથી.' અમરનાથને છેક સાતમા ક્રમે મોકલવામાં આવ્યા ! લાંબા સમય સુધી પેડ પહેરીને પેવેલિયનમાં બેસી રહેતાં કંટાળેલા અમરનાથ પેવેલિયનમાં પાછા આવ્યા ત્યારે એક ખૂણામાં બૅટ ફેંકીને પંજાબીમાં તેમના મિત્રને ગુસ્સાભર્યા અવાજે કંઈક કહ્યું : પણ એમણે કોઈનું નામ દીધું ન હતું.
પ્રથમ કક્ષાના ક્રિકેટમાં ડ્રેસિંગરૂમમાં ઘણી વાર ખેલાડી મિજાજ ગુમાવતાં આવું બોલી બેસે છે, પરંતુ એ બાબતને આટલા બધા ગંભીર સ્વરૂપે લેવામાં આવતી નથી. આ
આરોપ હેઠળ અમરનાથને ઇંગ્લેન્ડના પ્રવાસમાંથી ભારત પાછા મોકલવાનાં પગલાં પછી વર્તમાનપત્રોમાં કેટલાંય નિવેદનો થયાં, ચર્ચાઓ જાગી, મુંબઈની મુખ્ય અદાલતના ન્યાયમૂર્તિ સર જહોન બોઉમોન્ટની એક સભ્યની તપાસ સમિતિ રચવામાં આવી અને અમરનાથ પર થયેલા આરોપોમાં એમને નિર્દોષ ઠેરવવામાં આવ્યા. ૧૯૩૬ની ૨૭મી જુલાઈએ લૉર્ઝના મેદાન પર ભારતીય ટીમ પ્રથમ ટેસ્ટ માટે સજ્જ થઈ તે વેળાએ ભારતના એક સમર્થ ઑલરાઉન્ડર લાલા અમરનાથ એકલવાયા, નિરાશ ચિત્તે સ્વદેશ પાછા ફરી રહ્યા હતા. આ પછી તો નિમાયેલી કમિટીએ ઇંગ્લેન્ડના પ્રવાસ વખતે અમરનાથની બાબતમાં અધિકારીઓએ ‘સખતાઈ’ બતાવી તેમ જાહેર કર્યું. ૧૯૩૭માં ‘વિસડન'માં પણ આને ‘આકરું પગલું’ ગણવામાં આવ્યું. દસ વર્ષ પછી સર ડોનાલ્ડ બ્રેડમેન અને વોલ્ટર હંમંડે પોતાનાં પુસ્તકોમાં માત્ર સુકાની કે ક્રિકેટર તરીકે જ નહીં, પણ એક માનવી તરીકે અમરનાથની પ્રશંસા કરી. એક કૂટપ્રશ્ન એ છે કે અમરનાથ બૅટિંગ અને બૉલિંગમાં પોતાની પરાકાષ્ઠા દાખવી રહ્યા હતા. તેથી એ જો આ ટેસ્ટ શ્રેણીમાં ખેલ્યા હોત તો માત્ર ભારતના જ નહીં, પણ જગતના ઉત્કૃષ્ટ ક્રિકેટર સાબિત થઈ ચૂક્યા હોત !
Page #9
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
૧૫
ઇંગ્લેન્ડથી નિરાશ થઈને પાછા ફરેલા અમરનાથે ભારતની ભૂમિ પર પગ મૂક્યો ત્યારે તો કહી દીધું કે હવે પોતે ક્રિકેટમાંથી સંન્યાસ લઈને લોન-ટેનિસને અપનાવશે. પણ ક્રિકેટના પ્રેમને એ તરછોડી શકે એમ હતા જ ક્યાં ? ૧૯૩૭-૩૮માં લૉર્ડ ટેનિસનની ટીમ ભારતના પ્રવાસે આવી. અમરનાથ સત્તર દાવમાંથી તેર દાવમાં નિષ્ફળ ગયા – આમ છતાં એમણે કરેલા ૧૨૩ અને ૧૨૧ રન તથા અણનમ રહીને કરેલા ૧૦૯ રનની રમત જોઈને ટેનિસને આ યુવાનને ભારતનો બ્રેડમેન કહ્યો.
મુંબઈની અપૂર્વ લોકચાહના મેળવનારી પચરંગી સ્પર્ધામાં ૧૯૩૮માં અમરનાથે ચમત્કાર સર્યો. આ સમયે બેટધરોને રનના જંગી જુમલા ખડકવાની આદત પડી ન હતી. સત્તાવીસ વર્ષ વટાવી ગયેલી આ પચરંગી સ્પર્ધામાં માત્ર એક જ ફટકાબાજ બેવડી સદીનો આંકડો વટાવી ચૂક્યો હતો. એનું નામ હતું એલેક હોતી. એણે ૧૯૨૪માં યુરોપિયન ટીમ તરફથી હિંદુ ટીમ સામે ૨૦૧ રન કર્યા હતા. આ કાળે ગોલંદાજો ઑફ સ્ટમ્પની બહાર દડો નાખવાની રીત અજમાવતા નહીં. મુંબઈની વિકેટ પણ એવી હતી કે ત્રણ દિવસમાં મૅચ પૂરી થઈ જવાની સહુ આશા રાખતા. આ સમયે ટેસ્ટ ટીમ સામે અમરનાથે ૨૪૧ રન કરીને નૂતન વિક્રમ રચ્યો ! પછીને જ વર્ષે વિજય મરચન્ટ અને વિજય
હજારેએ રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં રનના જંગી જુમલાઓ તોડવાના વિક્રમની શરૂઆત કરી. આ પરંપરા છેક બી. બી. નિમ્બાલકરે અણનમ રહીને કરેલા ૪૪૩ રન સુધી પહોંચી. જો સામી ટીમે વૉક-આઉટ ન કર્યો હોત તો નિમ્બાલકરના રનનો આંકડો કેટલો હોત ?
અમરનાથે પોતાના ૨૪૧ રનના દાવમાં ઑફ-સાઇડ પર તથા લેગ તરફ પ્લેસિંગ કરીને કેટલાક સુંદર સ્ટ્રોક લગાવ્યા. આ પછી ૧૯૩૯-૪૦માં દક્ષિણ પંજાબ તરફથી રજપૂતાના સામે ઉત્તર વિભાગની અંતિમ સ્પર્ધામાં અમરનાથે ૨૦૩ રન કર્યા ! ૧૯૪૩-૪૪ની રણજી ટ્રોફીમાં બૅટિંગ અને બૉલિંગ બંનેમાં કુશળતા બતાવી. પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન અમરનાથે રણજી ટ્રોફીના સત્તાવન દાવમાં બે વાર અણનમ રહીને ૩૯.૩૦ની સરેરાશથી ૨૧૬૨ રન કર્યા છે. આમાં છ સદીનો સમાવેશ થાય છે, જ્યારે ૧૪.૫૪ની સરેરાશથી ૨૭૬૪ રન આપીને ૧૯૦ વિકેટો મેળવી છે ! આમાં પણ ૧૯૩૮માં દક્ષિણ પંજાબ તરફથી સિંધની બે રનમાં ચાર વિકેટ અને ૧૯૫૮માં રેલવે તરફથી પતિયાળાની શૂન્ય રનમાં ચાર વિકેટ મેળવવાની સિદ્ધિ સનસનાટીપૂર્ણ ગણાય છે.
૧૯૪પના નવેમ્બરની પહેલી તારીખે દિલ્હીમાં ઑસ્ટ્રેલિયન સર્વિસીઝ ઇલેવન અને રાજકુમારોની ટીમ
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૬
લાલા અમરનાથ
વચ્ચે મૅચ ખેલાઈ. લિન્ડસે હેસેટની આગેવાની હેઠળ આવેલી આ ટીમે ૮ વિકેટને ભોગે ૪૨૪ ૨ન કરીને દાવ ‘ડિકલેર’ કર્યો. ભારતીય ટીમે આરંભમાં એનો કંગાળ જવાબ આપ્યો. ઓપનિંગ ખેલાડી સી. એસ. નાયડુ છ રને અને કે. વી. ભાંડારકર શૂન્ય રને આઉટ થયા ! પરિણામે મુસ્તાકઅલી સાથે લાલા અમરનાથ જોડાયા. ભારતના બે અત્યંત લોકપ્રિય અને રોમાંચક રમત ખેલનારા ખેલાડીઓ ભેગા થયા. રનની આતશબાજી ઊડવા લાગી. અમરનાથે ખૂબ આસાનીથી પોતાની વૈવિધ્યપૂર્ણ બૅટિંગના પ્રતાપે વિરોધી ટીમની ગોલંદાજીનો પ્રભાવ નષ્ટ કર્યો. મુસ્તાકઅલી ૧૦૮ રને મિલરના દડામાં સ્લિપમાં રહેલા વિલિયમ્સના હાથમાં ઝિલાઈ ગયા, જ્યારે લાલા અમરનાથે ૨૫૮ મિનિટ સુધી ભૂલ વિનાની રમત ખેલીને ૧૬૩ ૨ન કર્યા ! આમાં ૧૪ ચોગ્ગાનો સમાવેશ થાય છે. મુસ્તાક અને અમરનાથના ક્રિકેટજીવનની ખૂબી એ છે કે મુસ્તાકઅલીએ પોતાની ક્રિકેટકારકિર્દીનો પ્રારંભ ડાબોડી મધ્યમ ઝડપી ગોલંદાજ તરીકે કર્યો અને સમય જતાં સમર્થ બેટધર બન્યા. અમરનાથે પોતાની કારકિર્દીનો પ્રારંભ બેટધર તરીકે કર્યો અને પછી વિશ્વકક્ષાના ગોલંદાજ બની ગયા !
દસ વર્ષના ગાળા પછી ભારતીય ટીમ ઇંગ્લૅન્ડને પ્રવાસે ગઈ. ૧૯૩૬માં ટેસ્ટ અગાઉ ભારત પાછા મોકલી દેવાયેલા
લાલા અમરનાથ
૧૭
અમરનાથ આ ટીમના અનુભવી ખેલાડી હતા. સુકાની અને ઉપસુકાની પછી એમનું સ્થાન હતું ! આ વેળાએ અમરનાથ ગોલંદાજ તરીકે વધુ જાણીતા હતા. એમણે પોતાની આગવી ઢબે જ પોતાની આ કુશળતાની સાબિતી આપી. ૧૯૪૬ની બાવીસમી જૂને લૉર્ડ્ઝના મેદાન પર શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ ૨૦૦ રનમાં આઉટ થતાં ઇંગ્લેન્ડની ટીમનો દાવ શરૂ થયો. અમરનાથે લેન હટનને માત્ર સાત રને આઉટ કર્યા ! એની જગ્યાએ આવેલા ડેનિસ કોમ્પટનને પછીના જ દડામાં અમરનાથે ‘બોલ્ડ’ કર્યા. ૧૬ રનના જુમલે તો ઇંગ્લૅન્ડના બે સમર્થ બેટધરો વિદાય થયા. આ પછી વૉશબૂક અને વૉલ્ટર હૅમંડને પણ અમરનાથે પાછા મોકલ્યા. આમ માત્ર સિત્તેર રનના જુમલે તો ઇંગ્લૅન્ડની ચાર વિકેટો ખેરવીને અમરનાથે પોતાના શાનદાર આગમનની આલબેલ પોકારી ! એ પછીની ઓલ્ડટ્રેફર્ડની બીજી ટેસ્ટમાં પણ અમરનાથે પોતાની ગોલંદાજીનું ખમીર બતાવ્યું. પ્રથમ દાવમાં ૫૧ ઓવર નાખી, જેમાં ૧૭ મેઇડન ગઈ, માત્ર ૯૬ રન આપ્યા અને પાંચ વિકેટો ઝડપી ! બીજા દાવમાં ઘૂંટણ પર ઈજા થવાને લીધે એમનો પગ લચકાતો હતો. આમ છતાં એમણે ૩૦ ઓવર નાખી. એમણે એટલી તો વેધક ગોલંદાજી કરી કે માત્ર ૭૧ રન આપ્યા અને ઇંગ્લૅન્ડની ત્રણ વિકેટો ઝડપી લીધી ! લેન હટન જેવો ખેલાડી માત્ર બે રનમાં જ અમરનાથના દડામાં વિકેટકીપરના હાથમાં ઝિલાઈ
Page #11
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
ગયો ! ડેનિસ કોમ્પટન જેવો આકર્ષક ફટકાબાજ એક કલાકની મથામણ પછી ફક્ત ૧૭ રન કરી શક્યો. હાર્ડસ્ટાફને તો અમરનાથે શૂન્ય રનમાં બોલ્ડ કરી નાખ્યા. અમરનાથની ગોલંદાજી એવી તો પ્રભાવક હતી કે એક પછી એક ઓવરમાં એ વધુ ને વધુ લેન્થ મેળવ્યું જતા હતા. કાતિલ ‘લેગકટર ની સાથે સાથે એ એમના ‘ઇન-સ્વિંગર્સને બદલ્યું જતા હતા. આ આખીય ટેસ્ટ શ્રેણીમાં ડર્બિશાયર સામેની મેચ તો યાદગાર બની રહી. છેક છેલ્લી ઓવરના બીજે દડે ભારતીય ટીમે આ રોમાંચક મૅચમાં ડર્બિશાયરની ટીમને હાર આપી.
છેલ્લી ઓવરમાં મહત્ત્વપૂર્ણ વિકેટ લેનાર ગોલંદાજ હતા લાલા અમરનાથ ! ભારતના ૧૧૯ રનમાંથી અમરનાથે ૮૦ મિનિટમાં ૮૯ રન કર્યા. આ પછી અમરનાથ વિકેટકીપિંગ કરતા હતા. ડર્બિશાયરના બેટધરોએ ભારતીય ગોલંદાજો પર પ્રભુત્વ મેળવવા માંડ્યું. અમરનાથે વિકેટકીપરના પેડ છોડીને ગોલંદાજી કરવી શરૂ કરી અને વિજય ધીરે ધીરે ભારતની નજીક આવવા લાગ્યો. એમણે દડાની વેધક લેન્થથી સ્ટ્રોક લગાવનારા ડબિશાયરના બેટધરોને કાબૂમાં લીધા. ૧૮ ઓવરમાં ૩૩ રન આપીને ત્રણ વિકેટો મેળવી ! આમાં અત્યંત મહત્ત્વની છેલ્લી વિકેટનો પણ સમાવેશ થાય છે.
ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિને ચાર મહિના જ થયાં હતા અને ભારતીય ટીમ, જગતભરમાં ક્રિકેટમાં સર્વોપરી ગણાતી ઑસ્ટ્રેલિયાની ટીમનો એના ઘરઆંગણે મુકાબલો કરવા ગઈ. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલાં કલકત્તામાં ખેલાયેલી મૅચમાં અમરનાથે બેવડી સદી કરી ! ઇડન ગાર્ડન પરની આ સ્પર્ધામાં એમણે ૨૫૦ મિનિટમાં ૨૬૨ રન કર્યા. આમાં ૩૨ તો બાઉન્ડ્રીના ફટકા હતા. વળી તેમની સામે ગોલંદાજો પણ સામાન્ય કક્ષાના ન હતા. દત્ત ફડકર, ફઝલ મહંમદ, ચૌધરી અને ગિરધારી જેવા ચુનંદા ગોલંદાજોનો અમરનાથે આસાનીથી સામનો કર્યો.
ઑસ્ટ્રેલિયાના પ્રવાસ માટે સુકાની તરીકે વિજય મરચન્ટની પસંદગી થઈ હતી. ભારતના સંગીન ખેલાડી મરચન્ટ પોતાની ક્રિકેટકલાની પરાકાષ્ઠા બતાવી રહ્યા હતા, પરંતુ સ્વા બરાબર ન રહેતાં ઓસ્ટ્રેલિયા ન જઈ શક્યા. બીજા શાનદાર ફટકાબાજ રૂસી મોદીએ પણ નાદુરસ્ત તબિયતના કારણથી પ્રવાસના આમંત્રણનો અસ્વીકાર ક્ય. મુસ્તાકઅલી અને ફઝલ મહંમદ પણ આમાં સામેલ થઈ શક્યા નહીં. પરિણામે છેલ્લી ઘડીએ ખુબ ઉતાવળથી ટીમ તૈયાર કરવામાં આવી. દેશની એ ઉત્કૃષ્ટ ટીમ ન હતી. એમાં મજબૂત ઓપનિંગ બેટધર અને ઝંઝાવાતી ઓપનિંગ ગોલંદાજની મોટી ખોટ હતી.
Page #12
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
૨૧
છેલ્લી ઘડીએ લાલા અમરનાથને સુકાનીપદ સોંપવામાં આવ્યું. એ સમયે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો ડંકો વાગતો હતો. જ ગતની સર્વાગી ક્રિકેટકૌશલ્ય ધરાવતી ટીમ એની પાસે હતી. એના શિરમોર રૂપે વિશ્વનો અજોડ બેટધર ડોન બ્રેડમેન એનો રાહબર હતો. ભારતના કેટલાક ચુનંદા ખેલાડીઓ આવ્યા ન હતા. પ્રતિકૂળ પરિસ્થિતિમાં લાલા અમરનાથે ટીમને સુંદર રીતે ઘડી અને એક પ્રકારની સંઘભાવના જાગ્રત કરી. ટેસ્ટમાં ભારતીય ટીમની હાર થઈ, તેમ છતાં ભારતે કરેલા સામનાની પૂરી પ્રસંશા કરવામાં આવી. આ પ્રવાસ દરમિયાન કેટલાક પ્રસંગોએ ભારતીય ક્રિકેટરોએ શાનદાર દેખાવ કર્યો. એમાં પણ ભારતીય ટીમે ઍડિલેડ, મેલબોર્ન અને બ્રિસબેનના મેદાન પર ભવ્ય દેખાવા કર્યો. ૧૯૪૭ની ૨૪મી ઑક્ટોબરે એડિલેડના મેદાન પર દક્ષિણ ઑસ્ટ્રેલિયા અને ભારતીય ટીમનો મુકાબલો થયો. દક્ષિણ ઑસ્ટ્રેલિયાની ટીમના સુકાની બ્રેડમેને ૧૫૬ રન ર્યા. દક્ષિણ ઓસ્ટ્રેલિયાની આ મજબુત ટીમે આઠ વિકેટના ભોગે પ૧૮ રન કરીને દાવ ડિકલૅર કર્યો. નિર્બળ ભારતીય ટીમ સામે સુકાની બ્રેડમેન વિજયની આશા રાખીને બેઠા હતા. ૧૯૭ રનમાં તો ભારતની છ વિકેટો પડી ગઈ. એ પછી લાલા અમરનાથે આવીને રમતની બાજી પોતાના
હાથમાં લીધી અને ત્રણ કલાક સુધી ખેલીને શાનદાર રીતે ૧૪૪ રન કરી ભારતીય ટીમને ગૌરવપૂર્ણ સ્થાને મૂકી દીધી. બ્રેડમેને વિજયની ધારણા સાથે બીજા દાવમાં આઠ વિકેટે ૨૧૯ રન થતાં દાવ ડિક્લેર કર્યો. બ્રેડમેનની ધારણા સાચી પડતી જતી હતી. માત્ર ૨૦ રનમાં ભારતની ચાર વિકેટ પડી ગઈ ! વિનુ માંકડ અને લાલા અમરનાથની જોડીએ સાવધાનીથી ખેલવા માંડ્યું. માંકડે અણનમ રહીને ૧૧૬ રન કર્યા, જ્યારે અમરનાથે અણનમ રહીને ૯૪ રન કર્યા. દક્ષિણ ઑસ્ટ્રેલિયાની મજબૂત ટીમ સામે છેક સુધી ઝઝૂમેલા આ ખેલાડીઓ રમત પૂરી થઈ ત્યારે માત્ર બાવન રન જ દૂર હતા. પાછળના સમયમાં લાલા અમરનાથ અને વિનુ માંકડ ઝડપથી રમતા હતા - થોડો સમય વધુ મળ્યો હોત તો અમરનાથ પ્રથમ કક્ષાની મૅચના બંને દાવમાં સદી કરવાની સિદ્ધિ નોંધાવી શક્યા હોત. મૅચ સમાપ્ત થઈ ત્યારે ભારતીય ટીમને માત્ર બાવન રન જ કરવાના હતા અને એના અડધા ખેલાડીઓ બાકી હતા. સુકાની અમરનાથે મહાન બ્રેડમેનના ક્રિકેટ-સામ્રાજ્યમાં પોતાની છટા અને લાક્ષણિકતા બતાવી.
અમરનાથની ખરી તાકાત અને આવડત તો એ પછી ઑક્ટોબરની ૩૦મી તારીખે વિક્ટોરિયા રાજ્યની ટીમ
Page #13
--------------------------------------------------------------------------
________________
૨૨
લાલા અમરનાથ
સામે પ્રગટ થઈ. ભારતીય ટીમ આ મંચમાં પહેલેથી જ ખરાબ સ્થિતિમાં હતી. ભારતે એક પણ રન કર્યા વગર પોતાની ચુનંદી ત્રણ વિકેટો ગુમાવી હતી. ડાબે હાથે બિલ જ્હોન્સ્ટન ઝંઝાવાતી ગોલંદાજી કરી રહ્યા હતા. વિનુ માંકડ, રાંગણકર અને વિજય હજારેએ એની ખતરનાક ઝડપ સામે ખેલવા જતાં સ્ટમ્પની પાછળ કૅચ આપી દીધા હતા. પેવેલિયનમાંથી ઝડપથી બૅટ ઘુમાવીને મેદાન પર આવતા અમરનાથના મુખ પર સહેજે વિષાદ ન હતો. ઝડપથી ઘુમાવતા બૅટથી અને અત્યંત ચપળ ફૂટવર્કથી પહેલા એક કલાકમાં ગોલંદાજોની જલદતા ઓછી કરી અને એ પછી પોતાની બૅટિંગનો પ્રભાવ બતાવવા માંડ્યો. સરવર્તની સાથે ટીમના જુમલામાં ૧૦૭ રનનો વધારો કર્યો. આમાં ૬૯ રન અમરનાથના હતા. પાંચમી વિકેટ પડી ત્યારે કિશનચંદ આવ્યો. એણે લોંગ-ઓન પર દડો ફટકારી અને સદી સર્જતા પોતાના સુકાની અમરનાથને જોયા. વિક્ટોરિયાના સ્પિનર ઈયાન જ્હોનસન અને ડગ્લાસ
રિગે એ ન સમજી શક્યા કે આ ઝૂમતા અને ઝડપી ફટકા લગાવતા બેટધર સામે દડાની ‘પિચ’ ક્યાં પાડવી ?
અમરનાથના ઑફ-ડ્રાઇવ એ જમાનામાં કમાલ ગણાતા. સી. એસ. નાયડુની મદદથી અમરનાથે ૧૫૩ ૨ન ઉમેર્યા.
લાલા અમરનાથ
૨૩
બીજે દિવસે સવારે મેલબોર્નના મેદાન પર સૌથી વધુ રોમાંચક બેવડી સદી સર્જાઈ. અમરનાથની સામે સાથીઓ ખૂટ્યા. ભારતીય ટીમના ૩૦૪ રનના જુમલામાં અણનમ રહીને ૨૨૯ રન કરનાર અમરનાથને પ્રેક્ષકોએ આનંદના પોકારો સાથે ઊભા થઈને વધાવી લીધો. એની આ રમત જોઈને ઑસ્ટ્રેલિયન વિવેચકો તો સંશોધન કરવા લાગી ગયા કે મેલબોર્નના મેદાન પરની ઉત્કૃષ્ટ રમતોમાં અમરનાથની આ રમત ક્યાં સ્થાન પામે ? કેટલાકને એમની કલાત્મકતા અને આકર્ષકતા જોઈને અમર ઑસ્ટ્રેલિયન ખેલાડી વિક્ટર ટ્રમ્પર યાદ આવી ગયો !
નવેમ્બરની ૧૪મી તારીખે સિડનીમાં ખેલાયેલી મૅચ સુકાની અમરનાથ માટે સ્મરણીય બની રહી. ભારતીય ટીમ મોટા ભાગના ટેસ્ટ-ખેલાડીઓથી ભરેલી ઑસ્ટ્રેલિયન ઇલેવનનો મુકાબલો કરી રહી હતી. એના કપ્તાનપદે ડોનાલ્ડ બ્રેડમેન હતા. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૩૨૬ રન કર્યા. એના જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમે ૩૮૦ રન કર્યા, જેમાં ડોનાલ્ડ બ્રેડમેને ૧૭૨ રન અને થિ મિલરે ૮૬ રન કર્યા. ભારતીય ટીમના બીજા દાવમાં કિશનચંદે અણનમ રહીને ૬૩ રન કર્યા. ભારતનો કુલ જુમલો ૩૦૪ રનનો થયો. ઑસ્ટ્રેલિયાને વિજય મેળવવા માટે માત્ર ૨૫૧ રનની જરૂર
Page #14
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
હતી. બ્રેડમેને આ પડકાર ઝીલી લીધો, પણ વિનુ માંકડે ૮૪ રનમાં ૮ વિકેટો ઝડપતાં બ્રેડમેનની ટીમને ૪૭ રને પરાજય મળ્યો !
બ્રિસબેનના મેદાન પર ક્વિન્સલેન્ડ સામે ખેલતાં અમરનાથે ૧૩ર રન કર્યા. આ રમતે ઓસ્ટ્રેલિયન વિવેચકોને પ્રતીતિ કરાવી આપી કે એ એક વિશિષ્ટ પ્રકારનો બેટધરા છે. આજ સુધી ઑસ્ટ્રેલિયાના પ્રેક્ષકો ડોન બ્રેડમેનની રમત જોવા મેદાન પર ઊમટી પડતા, પરંતુ હવે લોકો ભારતીય ટીમના ખેલંદાઓને અને તેમના સુકાની લાલા અમરનાથને જોવા આવ્યા હતા ! ખુદ આર્થર મેઈલીએ નોંધ્યું છે કે “ટેસ્ટના મેદાન પર લોકોના ટોળાં બ્રેડમેનને નહીં, પણ અમરનાથને ખેલતો જોવા આવ્યાં હતા.”
અમરનાથે ૧૯૪૮-૪૯માં ભારતને પ્રવાસે આવેલી વેસ્ટ-ઇન્ડીઝની ટીમ વખતે ભારતીય ટીમનું સુકાનીપદ સફળ રીતે સંભાળ્યું. આમાં ચોથી ટેસ્ટમાં ભારતની હાર થઈ અને પાંચમી ટેસ્ટમાં અમ્પાયરની ભૂલને કારણે ભારતના હાથમાંથી વિજય સરકી ગયો. આ ટેસ્ટ શ્રેણી દરમિયાન અમરનાથે એક ઑલરાઉન્ડર તરીકે પોતાની શક્તિ પ્રગટ કરી. આ પછી ૧૯૫૧-પરમાં એમ.સી .સી ની ટીમ ભારતના પ્રવાસે આવી ત્યારે ભારતીય ટીમનું સુકાનીપદ
વિજય હજારેએ સંભાળ્યું. આ ટીમ સામે અમરનાથ ત્રણ ટેસ્ટ રમ્યા, પણ કોઈ મોટી સિદ્ધિ મેળવી શક્યા નહીં.
અમરનાથ એ ટેસ્ટસદી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી છે, સ્વાધીન ભારતની ટીમને વિદેશ લઈ જનારો પહેલો સુકાની છે. એવી જ રીતે ભારતને ટેસ્ટ શ્રેણીમાં ‘રબર’ અપાવનારો પહેલો ગૌરવશાળી સુકાની છે.
૧૯પરની ૧૬મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં ખેલાયેલી પાકિસ્તાન સામેની પ્રથમ મૅચમાં તેમજ ૧૩મી નવેમ્બરે મુંબઈમાં ખેલાયેલી ત્રીજી ટેસ્ટ મૅચમાં અમરનાથની આગેવાની હેઠળ ભારતીય ટીમ વિજયી બની. પાકિસ્તાનની ટીમ લખનૌની બીજી ટેસ્ટ જીતી ગઈ ખરી, પરંતુ અમરનાથે એનો પૂરેપૂરો મુકાબલો કર્યો. બીજી ટેસ્ટના બીજા દાવમાં એ ૬૧ રન સાથે ઝઝૂમીને અણનમ રહ્યો. ત્રીજી ટેસ્ટમાં દસ વિકેટે વિજય મેળવનાર ભારતીય ટીમની ભવ્ય કારકિર્દીનો સબળ પ્રારંભ અમરનાથે જ કર્યો. એણે ૨૧
ઓવરમાં ૪૦ રન આપીને નઝીર મહંમદ, સુકાની કારદાર, ઇખ્તિયાઝ એહમદ અને મકસૂદ એહમદની વિકેટો લીધી. અમરનાથે માત્ર વિજય જ મેળવ્યો નહીં, પરંતુ પાકિસ્તાનની ટીમના ઘણા ખેલાડીઓને પોતાના મિત્ર બનાવી દીધા. ફળસ્વરૂપે ૧૫૪–પપમાં પાકિસ્તાન ગયેલી ભારતીય
Page #15
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
ટીમના મૅનેજર તરીકે અમરનાથ પસંદગી પામ્યા હતા.
પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી જીતીને ભારતીય ક્રિકેટના આ આકર્ષક અને એટલા જ વિવાદાસ્પદ ઑલરાઉન્ડર ટેસ્ટમાંથી વિદાય લીધી. ૧૯૩૩–'૩૪થી ૧૯૫૨-૫૩ સુધીની એની ટેસ્ટ-કારકિર્દીમાં અમરનાથ ૨૪ ટેસ્ટ રમ્યા. આમાં નવ ટેસ્ટ ઇંગ્લેન્ડ સામે, પાંચ વેસ્ટઇન્ડીઝ સામે અને પાંચ ટેસ્ટ પાકિસ્તાન સામે. પંદર ટેસ્ટમાં તો અમરનાથ ભારતીય ટીમના સુકાની તરીકે રમ્યા. ટેસ્ટમાં અમરનાથે ૨૪ રનની સરેરાશથી ૮૭૮ રન કર્યા; જ્યારે ૩૨ રનની સરેરાશથી ૪૫ વિકેટો લીધી. બૅટિંગમાં એમની પોતાની પ્રથમ ટેસ્ટસદી એ જિંદગીની શ્રેષ્ઠ ટેસ્ટરમત બની રહી,
જ્યારે ટેસ્ટમાં બે દાવમાં પાંચ વિકેટો પણ ઝડપી હતી. ૧૯૪૬માં ઇંગ્લેન્ડમાં ખેલાયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દાવમાં ૧૧૬ રનમાં પાંચ વિકેટો અને બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં ૯૬ રનમાં પાંચ વિકેટો મેળવી.
અમરનાથની બૅટિંગમાં એમના સાહસિક વ્યક્તિત્વનું પ્રતિબિંબ જોવા મળે છે. ૧૯૩૬માં વિજયનગરના મહારાજાની આગેવાની હેઠળ ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જઈ રહી હતી. વચ્ચે ફ્રાંસના ધમાલિયા બંદર મર્સેલિસમાં આપણી ટીમ થોડો સમય રોકાઈ. શહેરની
સહેલગાહે જવાની ઇચ્છાથી સી. કે. નાયડુ, લાલા અમરનાથ, શેતુ બેનરજી અને મુસ્તાકઅલીએ એક ટૅક્સી ભાડે કરી. પ્રવાસ પૂરો થતાં ડ્રાઇવરને એકસો ફ્રાંકની નોટ આપી અને ભાડાના પૈસા કાપીને બાકીની રકમ પાછી મેળવવાની આશાએ ઊભા રહ્યા. આશ્ચર્યની સાથે ડ્રાઇવરે ટેક્સી ચાલુ કરી. અમરનાથ એનો ઇરાદો પારખી ગયો. એણે ફ્રેંચ ડ્રાઇવરને પકડ્યો. લોકો ભેગા થયા. પોલીસ આવી, પણ એમાંનું કોઈ અંગ્રેજી સમજતું ન હતું. આ ધમાલ જોતાં અને પોતાની લુચ્ચાઈ પકડાઈ જતાં આખરે ટેક્સીવાળાએ બાકીની રકમ તરત આપી દીધી.
અમરનાથની બૅટિંગનો આનંદ આંકડાઓથી માપી શકાય તેમ નથી. એની સહજ બૅટિંગ મનોરંજક હતી. પોતાની કારકિર્દીની ટોચે રહેલા અમરનાથ જોશભેર કવર-ડ્રાઇવથી દડાને સખત ધક્કો લગાવી શકતા હતા. ૧૯૪૭માં ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં તો અમરનાથ ધીમા ગોલંદાજ સામે ખતરનાક બેટધર સાબિત થયા. વિશ્વયુદ્ધ પછીની ઑસ્ટ્રેલિયન સ્પિનરોની જમાતમાંથી એકમાત્ર રિંગ જ અમરનાથના બૅટિંગ-ઝંઝાવાતમાંથી બચી શક્યો. અમરનાથે એવું તો તોફાન જગાવ્યું કે ઑસ્ટ્રેલિયન સ્પિનરોની સ્થિતિ કફોડી થઈ ગઈ. ટીમમાં સ્પિનરોનું મહત્ત્વ ઘટાડી નાખ્યું.
Page #16
--------------------------------------------------------------------------
________________
લાલા અમરનાથ
લાલા અમરનાથ
| ‘બૅક-ફૂટ’થી દડાને ડ્રાઇવ કરવાની અમરનાથ જેવી શક્તિ કોઈ પણ ભારતીય બેટધરમાં જોવા મળતી નહોતી. એના ચપળ ‘ફૂટ-વર્ક’ અને ‘ડ્રાઇવ’ કરવાની શક્તિના સંયોગને લીધે અમરનાથ સ્પિન ગોલંદાજીને છિન્ન ભિન્ન કરનારા કાબેલ ખેલાડી બન્યા. ‘ફ્લાઇટેડ’ સ્પિન દડા પણ એમને સહેજે મુંઝવી શકતા નહીં. એ દડાને ‘ડ્રાઇવ” કરતા ત્યારે એમના કાંડાની તાકાત પ્રગટ થતી. દડાને
જ્યારે પાછલે પગે ફટકારવા જતા ત્યારે એમનો ડાબો પગ જમીનથી અધ્ધર થઈ જતો. વળી જો ફટકામાંથી રન ન મળે તો એ એક પગે લંગડી લેતા હોય તેમ કૂદકો લગાવતા. અમરનાથના કદાચ બીજા બધા સ્ટ્રોક ભૂલાઈ જશે, પણ એમના ‘ઑફ-ડ્રાઇવ’ તો જોનારાઓની સ્મૃતિમાં ચિરંજીવ સ્થાન મેળવી ગયા છે. તેમની આખીય રમતની કરોડરજજુ આ ડ્રાઇવિંગ ગણાય. એમને ‘ડ્રાઇવ’ કરતા જોવા એ ક્રિકેટરસિકો માટે અત્યંત આનંદનું દૃશ્ય હતું. ઝડપી ગોલંદાજી હોય કે સ્પિન ગોલંદાજી હોય, પણ અમરનાથ એક વાર બરાબર જામી જાય પછી એમના બેટ વચ્ચેથી ‘ડ્રાઇવનો મનોહર પ્રવાહ વહેવા લાગતો.
બે સિલિ-મિડ ઑફ, ગલી, સ્લિપ, વિકેટની નજીકમાં વિકેટકીપર, લેગ સ્લિપ, શ્રી શોર્ટ લેમ્સ અને સિલિ મિડ
નની વિશિષ્ટ ફીલ્ડિંગયોજના કરીને એક પછી એક ઓવર ઝીંક્તા અમરનાથને જોવા એ અનન્ય અવસર ગણાય. અમરનાથ ‘ઇન-સ્વિંગર્સ’ નાખતા મધ્યમ ઝડપી ગોલંદાજ હતા. જો કે એમનો દડો પીચ પડ્યા પછી વધુ ઝડપથી આગળ વધતો હતો. એમની બેટિંગની રીત સાવ નોખી હતી, તો એમની ગોલંદાજીની પદ્ધતિ ક્રિકેટના નિષ્ણાતને અને વિરોધી ખેલાડીઓને વિમાસણમાં મૂકી દે તેવી હતી. એ દડો નાખતા ત્યારે તેમના બંને પગ સાવ નજીક આવી જતા. એ સમયના ગોલંદાજોમાં આવી રીત ભાગ્યે જ જોવા મળતી. અમરનાથે વિશિષ્ટ અને વિચિત્ર રીતે દડાને વીંઝવા ખાતર આવું મુંઝવનારું ‘એક્શન' અપનાવ્યું હોવાનું પણ કેટલાક માને છે.
નવા દડે અમરનાથ ઇન-સ્વિંગ નાખતા. ઘણી વાર ખૂબ ‘ટૂંકા’ દડા નાખીને વિરોધી ખેલાડીના ‘ડ્રાઇવ' કરવાના ઉત્સાહને છિન્નભિન્ન કરી નાખતા. પીચ પડ્યા પછી એકાએક વધુ ઝડપે દડો લાવીને એ વિરોધી બેટધરને ફટકો મારવામાં ઉતાવળ પણ કરાવતા, જેથી બેટધર કંચ આપી બેસતા. આ રીતે એમણે સામાન્ય બેટધરોને જ નહીં, પણ ડોનાલ્ડ બ્રેડમેન, વૉલ્ટર હંમડ અને લેન હટન જેવા સમર્થ બેટધરોને માત્ર શાંત જ નથી રાખ્યા, પણ ફટકો લગાવવા માટે
Page #17
--------------------------------------------------------------------------
________________
3;
લાલા અમરનાથ
લાલા અમરનાથ
ઉતાવળ પણ કરાવી છે. અમરનાથ મોટે ભાગે ‘ઇનસ્વિંગર્સ નાખતા, પરંતુ ક્યારેક એમનો દડો એનાથી સાવ જુદી જ રીતે આવતો. ખૂબી એ હતી કે આ સમયે પણ અમરનાથના હાથના ‘એક્શન’ અને ‘ડિલિવરી'માં સહેજે ફેર પડતો નહીં. એ બૅટિંગમાં થોડા પાછા પડ્યા ત્યારે ગોલંદાજીમાંથી સાટું વાળી લીધું. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે તો સૌએ સ્વીકાર્યું કે વિશ્વયુદ્ધ પછી ઝંઝાવાતી બ્રેડમેનને ચાના વિસામાથી રમત પૂરી થાય તે સમય સુધી શાંત રાખી શકનાર વિરલ ગોલંદાજોમાં અમરનાથ એક હતા. વિકેટ થોડી ઘાસવાળી હોય અને વાતાવરણ સહેજ ભેજવાળું હોય ત્યારે અમરનાથ ખતરનાક પુરવાર થતા. ૧૯૪૬માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં એમણે સર્જેલા ઝંઝાવાતનું એક કારણ આવી પરિસ્થિતિ હતું. યુવાનીમાં અમરનાથ “ડીપમાં આબાદ ફીલ્ડિંગ કરતા અને ત્યાર પછી એ વિકેટની નજીકના ચપળ ફીલ્ડર બન્યા.
અમરનાથ જન્મજાત નાયક હતા. પોતાની સ્વાભાવિક દક્ષતા અને આવડતને પરિણામે એમણે રમતનું જ્ઞાન એકત્ર કર્યું હતું. વિદેશમાં ખેલતી વખતે રમતનાં ભયસ્થાનો પારખવાની અને સમજવાની તકનો પૂરો લાભ લેતા. ૧૯૪૭માં જ્યારે એમને સુકાનીપદ આપવામાં આવ્યું ત્યારે
એ માટે તેઓ પૂરા સજ્જ હતા. વિકેટને પારખવામાં તો અમરનાથ જેવા ભાગ્યે જ કોઈ ભારતીય ખેલાડી જોવા મળશે. મેચ પહેલાં વિકેટ કેવી રીતે વર્તશે તે કહી શકતા. ૧૯૫રની પાકિસ્તાન સામેની મુંબઈની ત્રીજી ટેસ્ટમાં અમરનાથે બાજી જીતી લીધી. એમણે થોડી ઘાસવાળી જણાતી વિકેટ પર ભવ્ય સ્વિંગ ગોલંદાજી બતાવીને મૅચ પર પ્રભુત્વ જમાવી દીધું.
ભારતીય સુકાનીએ પહેલી જ વાર પોતાની સાહસિકતા અને કલ્પનાશીલતા બતાવી ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવ્યો, પણ કમનસીબે એ પછી તરત જ વેસ્ટ-ઇન્ડીઝ જનારી ભારતીય ટીમના સુકાનીપદે અગમ્ય રીતે વિજય હજારેની વરણી થઈ અને અમરનાથની ટેસ્ટ-કારકિર્દી સમાપન પામી. એ સમયના ક્રિકેટના રાજકારણે એમને ઘોર અન્યાય ક્ય.
ક્રિકેટના મેદાન પરથી વિદાય લીધા પછી પણ અમરનાથે ભારતીય ક્રિકેટની સેવા કરી છે. ૧૯૫૪-પપમાં પાકિસ્તાન ગયેલી ટીમના મેનેજર તરીકે ટેસ્ટમાં અમ્પાયરની નિમણૂક જેવી કેટલીય બાબતોમાં એમણે કાબેલિયત દાખવી છે. ભારતીય ટીમની પસંદગી સમિતિના સભ્યમાંથી તેઓ પસંદગી સમિતિના ચૅરમૅન બન્યા અને ૧૯૫૪થી ૧૯૬૦ સુધી એમણે આ કપરું પદ શોભાવ્યું. અઢાર વર્ષ અગાઉ કોઈએ
Page #18
--------------------------------------------------------------------------
________________
૩૨
લાલા અમરનાથ
લાલા અમરનાથ
સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે શિસ્તભંગને કારણે સ્વદેશ પાછા મોકલવામાં આવેલા અમરનાથ આવા ઉચ્ચ પદે પહોંચશે !
અમરનાથે ૧૯૫૯-૬૦માં ઑસ્ટ્રેલિયા સામે કાનપુરની ટેસ્ટમાં નવી ટર્ફ પર ગોલંદાજી કરવા માટે જશુ પટેલને નિમંત્રણ આપ્યું. જશુ પટેલે ૬૯ રનમાં ૯ અને ૫૫ રનમાં ૫ વિકેટ ઝડપીને એ સમયે એક ટેસ્ટમાં ૧૨૪ રન આપીને ૧૪ વિકેટ ઝડપવાનો ભારતીય વિક્રમ સ્થાપ્યો અને એને પરિણામે ભારત પહેલી વાર ટેસ્ટમૅચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી શક્યું અને તે પણ ઑસ્ટ્રેલિયાના સફળ અને ચતુર સુકાની રિચી બેનોડની ટીમને. લાલા અમરનાથ ખેલાડી હોય કે પછી રેડિયો-ટીવી કોમેન્ટેટર કે પસંદગીકાર હોય – પણ એમનાં વિધાનો સતત વિવાદ જગાવતાં રહ્યાં. આવું વિવાદભર્યુ, જોશીલું અને રંગીલું વ્યક્તિત્વ હોવાથી જ લાલા અમરનાથ “ધી બાયરન ઑફ ઇન્ડિયન ક્રિકેટ” તરીકે ઓળખાયા..
લાલા અમરનાથે કેટલાય ભારતીય યુવાનોને તાલીમ આપીને તૈયાર કર્યા. કુશળ ઓપનર અને સુકાની નરીમાન કોન્ટ્રાક્ટર, શક્તિશાળી ઑલરાઉન્ડર સલીમ દુરાની, ઝડપી ફિટકાબાજી માટે વધુ જાણીતો બનેલો વિકેટકીપર બુદ્ધિ
કુંદરન, ભારતનો ઉત્કૃષ્ટ વિકેટકીપર ગણાયેલો ફરીખ ઍન્જિનિયર અને શક્તિશાળી બેટધર ચંદુ બોરડે – આ બધાની કારકિર્દીમાં લાલા અમરનાથનું પ્રોત્સાહન મહત્ત્વનું બન્યું છે. | લાલો અમરનાથે માનતા કે અનુકુળ વિકેટ પર કરેલી સદી કરતાં પ્રતિકૂળ વિકેટ પર ઝઝૂમીને કરેલી અર્ધી સદી વધુ મહત્ત્વની ગણાય. આ માપદંડ મુજબ પોતાની ઉત્તમ રમત તરીકે ૧૯૪૫માં મદ્રાસમાં શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ અને મદ્રાસ પ્રેસિડન્સી ટીમ વચ્ચેના મુકાબલા સમયની રમતને દર્શાવી છે. આ સમયે મદ્રાસના ચેપોક મેદાનની વિકેટ સ્પિનરોની તરફદારી કરતી હોવાથી ઑફસ્પિનર ગુલામ એહમદે ૪ વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો હતો. ફક્ત સાત રનમાં ચાર વિકેટ પડી હતી, ત્યારે ઓપનિંગ બેટધર વિજય મરચન્ટ સાથે પાંચમી વિકેટે લાલા અમરનાથ જોડાયા. લાલા અમરનાથે આ પરિસ્થિતિમાં શાંતિથી ખેલવાનો વિચાર કર્યો, પણ આવતાંની સાથે જ ‘સ્ટીકી’ વિકેટ પર પ્રભાવશાળી ગુલામ એહમદની ગોલંદાજીમાં છગ્ગો લગાવ્યો. એ દિવસે લાલા અમરનાથનો જુસ્સો એવો હતો કે કોઈ પણ ગોલંદાજ એમના પર પ્રભાવ પાડી શકે નહીં. ગુલામ એહમદની સાથે સ્પિનરને ફાવતી વિકેટ પર
Page #19
--------------------------------------------------------------------------
________________
૩૪
લાલા અમરનાથ
સ્પિન ગોલંદાજ રામસિંહ, રંગાચારી, ગોપાલન અને પાલિયા હતા. લાલા અમરનાથે ઝડપભેર બૅટિંગ બતાવવા માંડી, લાલા અમરનાથે લંચ પહેલાં અગિયાર ચોગ્ગા સાથે પચાસ
રન કર્યા. આ સમય દરમ્યાન વિજય મરચન્ટ ૩૯ રન
પર જ રહ્યા ! લાલા અમરનાથે ૧૮ ચોગ્ગા અને છગ્ગાઓ સાથે લંચ અગાઉ સદી પૂરી કરી.
આ સમયે લાલા અમરનાથને સુકાનીએ આઠમા ક્રમને બદલે છઠ્ઠા ક્રમે ખેલવા મોકલ્યા હતા. આ રમતથી સુકાનીના વિશ્વાસને પોતે યોગ્ય પુરવાર કરી શક્યા એવો લાલાને આત્મસંતોષ થયો. એ પછી શ્રીલંકાના પ્રવાસમાં સુકાની વિજય મરચન્ટે લાલા અમરનાથને ત્રીજા ક્રમે ખેલવા મોકલ્યા અને લાલાએ અગ્રક્રમે મોકલવાની સુકાનીની શ્રદ્ધાને યોગ્ય ઠેરવી. આ રમત વિશે લાલાએ કહ્યું, “મારા આ દાવથી મૅચનું અને મારી કારકિર્દીનું પાસું પલટાઈ ગયું. મારા ચાહકો આ ધરતી પર જુદાં જુદાં સ્થળોએ અને જુદી જુદી પરિસ્થિતિમાં મેં નોંધાવેલી સદીઓને શ્રેષ્ઠ ગણે છે, પણ હું તો મારા મનમાં ચંપોક પરની મારી રમતને સદાય મૂલ્યવાન ખેલ તરીકે સંઘરીને બેઠો છું.”
લાલા અમરનાથને અંગત રીતે સૌથી વધુ આનંદનો અનુભવ ૧૯૩૩-'૩૪માં મુંબઈની ટેસ્ટના બીજા દાવમાં
લાલા અમરનાથ
૩૫
કરેલી ઐતિહાસિક સદી કરતાં પણ એ ટેસ્ટના પ્રથમ દાવમાં કરેલા ૩૮ ૨ન સમયે સાંપડ્યો. ટીમના સૌથી નાની વયના ખેલાડી એવા લાલા અમરનાથે ટીમનો સૌથી વધુ જુમલો (૩૮ રન) કર્યો ત્યારે લાલા અમરનાથને આનંદ થયો કે તેઓ ભારત તરફથી ખેલી રહ્યા છે અને તેમણે સૌથી વધુ જુમલો નોંધાવ્યો છે. આ આનંદની કોઈ સીમા ન હતી. આથી બીજા દાવની સદી કરતાં પણ પહેલા દિવસે કરેલા આ રનથી લાલા વધુ ભાવવિભોર બન્યા હતા.
લાલા પોતાની શ્રેષ્ઠ ગોલંદાજી તરીકે ૧૯૩૬માં લૉર્ડ્ઝના મેદાન પર મિડલસેક્સ કાઉન્ટીની ૨૯ રનમાં મેળવેલી ૬ વિકેટોને ગણાવે છે, પોતે જોયેલા ઉત્કૃષ્ટ બેટધર તરીકે ડોન બ્રેડમેન અને ગમતા મેદાન તરીકે હૈદ્રાબાદનું રેસકોર્સ મેદાન ગણાવે છે.
બગીચાના શોખીન લાલા અમરનાથે અનેક સુંદર ગુલાબો ઉગાડ્યાં છે, પરંતુ એથીય વધુ એમણે ભારતને સુરિન્દર અને મોહિન્દર જેવા ખેલાડીઓ આપ્યા છે. સુરિન્દર અમરનાથે પિતાના પગલે ચાલીને પોતાની સર્વપ્રથમ ટેસ્ટમાં સદી કરી અને ક્રિકેટના ઇતિહાસમાં એવો પ્રથમ દાખલો નોંધાવ્યો કે જ્યારે પિતા અને પુત્ર બંનેએ પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી કરી હોય. ભારતીય ક્રિકેટમાં પ્રથમ ટેસ્ટમાં
Page #20
--------------------------------------------------------------------------
________________ લાલા અમરનાથ લાલા અમરનાથ 37 સદી કરનાર પછી ક્યારેય સદી કરી શકતા નથી એવા શાપને સુરિન્દરે દૂર કર્યો. સુરિન્દરે દસ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તો એના નાના ભાઈ મોહિન્દરે પસંદગીકારોએ એને વારંવાર અન્યાય કર્યો હોવા છતાં 99 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. એમનો સૌથી નાનો પુત્ર રાજિન્દર રણજી ટ્રોફી ખેલ્યો. ક્રિકેટના મેદાન પર સાહસિકતા બતાવનાર લાલા અમરનાથ એક દાયકા પૂર્વે હૃદયરોગના હુમલાથી ગંભીર રીતે બીમાર થયા, પરંતુ આવી ગંભીર બીમારીમાંથી એ જ ખમીર અને ખુમારીથી લાલા બહાર આવ્યા. શારીરિક રીતે અત્યંત અશક્ત એવા લાલા અમરનાથ માનસિક રીતે આજે પણ એટલા જ મક્કમ અને જાગ્રત છે. દૃષ્ટિવંત સુકાની, આક્રમક બેટધર, યુક્તિબાજ ગોલંદાજ, કામયાબ વિકેટકીપર, સમર્થ સુકાની અને દીર્ઘદ્રષ્ટા પસંદગીકાર તરીકે લાલા અમરનાથે ભારતીય ક્રિકેટમાં નામના હાંસલ કરી છે. સી. કે. નાયડુ પછી ભારતના ક્રિકેટ-શોખીનોના દિલોદિમાગ પર અઢી દાયકા સુધી છવાઈ જનાર પ્રતિભાશાળી ઑલરાઉન્ડર અને સમર્થ સુકાની તરીકે લાલા અમરનાથ અવિસ્મરણીય બની રહ્યા છે.