Book Title: Lala Amarnath
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Pustak Shreni

View full book text
Previous | Next

Page 13
________________ ૨૨ લાલા અમરનાથ સામે પ્રગટ થઈ. ભારતીય ટીમ આ મંચમાં પહેલેથી જ ખરાબ સ્થિતિમાં હતી. ભારતે એક પણ રન કર્યા વગર પોતાની ચુનંદી ત્રણ વિકેટો ગુમાવી હતી. ડાબે હાથે બિલ જ્હોન્સ્ટન ઝંઝાવાતી ગોલંદાજી કરી રહ્યા હતા. વિનુ માંકડ, રાંગણકર અને વિજય હજારેએ એની ખતરનાક ઝડપ સામે ખેલવા જતાં સ્ટમ્પની પાછળ કૅચ આપી દીધા હતા. પેવેલિયનમાંથી ઝડપથી બૅટ ઘુમાવીને મેદાન પર આવતા અમરનાથના મુખ પર સહેજે વિષાદ ન હતો. ઝડપથી ઘુમાવતા બૅટથી અને અત્યંત ચપળ ફૂટવર્કથી પહેલા એક કલાકમાં ગોલંદાજોની જલદતા ઓછી કરી અને એ પછી પોતાની બૅટિંગનો પ્રભાવ બતાવવા માંડ્યો. સરવર્તની સાથે ટીમના જુમલામાં ૧૦૭ રનનો વધારો કર્યો. આમાં ૬૯ રન અમરનાથના હતા. પાંચમી વિકેટ પડી ત્યારે કિશનચંદ આવ્યો. એણે લોંગ-ઓન પર દડો ફટકારી અને સદી સર્જતા પોતાના સુકાની અમરનાથને જોયા. વિક્ટોરિયાના સ્પિનર ઈયાન જ્હોનસન અને ડગ્લાસ રિગે એ ન સમજી શક્યા કે આ ઝૂમતા અને ઝડપી ફટકા લગાવતા બેટધર સામે દડાની ‘પિચ’ ક્યાં પાડવી ? અમરનાથના ઑફ-ડ્રાઇવ એ જમાનામાં કમાલ ગણાતા. સી. એસ. નાયડુની મદદથી અમરનાથે ૧૫૩ ૨ન ઉમેર્યા. લાલા અમરનાથ ૨૩ બીજે દિવસે સવારે મેલબોર્નના મેદાન પર સૌથી વધુ રોમાંચક બેવડી સદી સર્જાઈ. અમરનાથની સામે સાથીઓ ખૂટ્યા. ભારતીય ટીમના ૩૦૪ રનના જુમલામાં અણનમ રહીને ૨૨૯ રન કરનાર અમરનાથને પ્રેક્ષકોએ આનંદના પોકારો સાથે ઊભા થઈને વધાવી લીધો. એની આ રમત જોઈને ઑસ્ટ્રેલિયન વિવેચકો તો સંશોધન કરવા લાગી ગયા કે મેલબોર્નના મેદાન પરની ઉત્કૃષ્ટ રમતોમાં અમરનાથની આ રમત ક્યાં સ્થાન પામે ? કેટલાકને એમની કલાત્મકતા અને આકર્ષકતા જોઈને અમર ઑસ્ટ્રેલિયન ખેલાડી વિક્ટર ટ્રમ્પર યાદ આવી ગયો ! નવેમ્બરની ૧૪મી તારીખે સિડનીમાં ખેલાયેલી મૅચ સુકાની અમરનાથ માટે સ્મરણીય બની રહી. ભારતીય ટીમ મોટા ભાગના ટેસ્ટ-ખેલાડીઓથી ભરેલી ઑસ્ટ્રેલિયન ઇલેવનનો મુકાબલો કરી રહી હતી. એના કપ્તાનપદે ડોનાલ્ડ બ્રેડમેન હતા. ભારતીય ટીમે પ્રથમ દાવમાં ૩૨૬ રન કર્યા. એના જવાબમાં ઑસ્ટ્રેલિયન ટીમે ૩૮૦ રન કર્યા, જેમાં ડોનાલ્ડ બ્રેડમેને ૧૭૨ રન અને થિ મિલરે ૮૬ રન કર્યા. ભારતીય ટીમના બીજા દાવમાં કિશનચંદે અણનમ રહીને ૬૩ રન કર્યા. ભારતનો કુલ જુમલો ૩૦૪ રનનો થયો. ઑસ્ટ્રેલિયાને વિજય મેળવવા માટે માત્ર ૨૫૧ રનની જરૂર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20