Book Title: Lala Amarnath
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Pustak Shreni

View full book text
Previous | Next

Page 17
________________ 3; લાલા અમરનાથ લાલા અમરનાથ ઉતાવળ પણ કરાવી છે. અમરનાથ મોટે ભાગે ‘ઇનસ્વિંગર્સ નાખતા, પરંતુ ક્યારેક એમનો દડો એનાથી સાવ જુદી જ રીતે આવતો. ખૂબી એ હતી કે આ સમયે પણ અમરનાથના હાથના ‘એક્શન’ અને ‘ડિલિવરી'માં સહેજે ફેર પડતો નહીં. એ બૅટિંગમાં થોડા પાછા પડ્યા ત્યારે ગોલંદાજીમાંથી સાટું વાળી લીધું. ઑસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે તો સૌએ સ્વીકાર્યું કે વિશ્વયુદ્ધ પછી ઝંઝાવાતી બ્રેડમેનને ચાના વિસામાથી રમત પૂરી થાય તે સમય સુધી શાંત રાખી શકનાર વિરલ ગોલંદાજોમાં અમરનાથ એક હતા. વિકેટ થોડી ઘાસવાળી હોય અને વાતાવરણ સહેજ ભેજવાળું હોય ત્યારે અમરનાથ ખતરનાક પુરવાર થતા. ૧૯૪૬માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં એમણે સર્જેલા ઝંઝાવાતનું એક કારણ આવી પરિસ્થિતિ હતું. યુવાનીમાં અમરનાથ “ડીપમાં આબાદ ફીલ્ડિંગ કરતા અને ત્યાર પછી એ વિકેટની નજીકના ચપળ ફીલ્ડર બન્યા. અમરનાથ જન્મજાત નાયક હતા. પોતાની સ્વાભાવિક દક્ષતા અને આવડતને પરિણામે એમણે રમતનું જ્ઞાન એકત્ર કર્યું હતું. વિદેશમાં ખેલતી વખતે રમતનાં ભયસ્થાનો પારખવાની અને સમજવાની તકનો પૂરો લાભ લેતા. ૧૯૪૭માં જ્યારે એમને સુકાનીપદ આપવામાં આવ્યું ત્યારે એ માટે તેઓ પૂરા સજ્જ હતા. વિકેટને પારખવામાં તો અમરનાથ જેવા ભાગ્યે જ કોઈ ભારતીય ખેલાડી જોવા મળશે. મેચ પહેલાં વિકેટ કેવી રીતે વર્તશે તે કહી શકતા. ૧૯૫રની પાકિસ્તાન સામેની મુંબઈની ત્રીજી ટેસ્ટમાં અમરનાથે બાજી જીતી લીધી. એમણે થોડી ઘાસવાળી જણાતી વિકેટ પર ભવ્ય સ્વિંગ ગોલંદાજી બતાવીને મૅચ પર પ્રભુત્વ જમાવી દીધું. ભારતીય સુકાનીએ પહેલી જ વાર પોતાની સાહસિકતા અને કલ્પનાશીલતા બતાવી ટેસ્ટ શ્રેણીમાં વિજય મેળવ્યો, પણ કમનસીબે એ પછી તરત જ વેસ્ટ-ઇન્ડીઝ જનારી ભારતીય ટીમના સુકાનીપદે અગમ્ય રીતે વિજય હજારેની વરણી થઈ અને અમરનાથની ટેસ્ટ-કારકિર્દી સમાપન પામી. એ સમયના ક્રિકેટના રાજકારણે એમને ઘોર અન્યાય ક્ય. ક્રિકેટના મેદાન પરથી વિદાય લીધા પછી પણ અમરનાથે ભારતીય ક્રિકેટની સેવા કરી છે. ૧૯૫૪-પપમાં પાકિસ્તાન ગયેલી ટીમના મેનેજર તરીકે ટેસ્ટમાં અમ્પાયરની નિમણૂક જેવી કેટલીય બાબતોમાં એમણે કાબેલિયત દાખવી છે. ભારતીય ટીમની પસંદગી સમિતિના સભ્યમાંથી તેઓ પસંદગી સમિતિના ચૅરમૅન બન્યા અને ૧૯૫૪થી ૧૯૬૦ સુધી એમણે આ કપરું પદ શોભાવ્યું. અઢાર વર્ષ અગાઉ કોઈએ

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20