Book Title: Lala Amarnath
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Pustak Shreni

View full book text
Previous | Next

Page 18
________________ ૩૨ લાલા અમરનાથ લાલા અમરનાથ સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે શિસ્તભંગને કારણે સ્વદેશ પાછા મોકલવામાં આવેલા અમરનાથ આવા ઉચ્ચ પદે પહોંચશે ! અમરનાથે ૧૯૫૯-૬૦માં ઑસ્ટ્રેલિયા સામે કાનપુરની ટેસ્ટમાં નવી ટર્ફ પર ગોલંદાજી કરવા માટે જશુ પટેલને નિમંત્રણ આપ્યું. જશુ પટેલે ૬૯ રનમાં ૯ અને ૫૫ રનમાં ૫ વિકેટ ઝડપીને એ સમયે એક ટેસ્ટમાં ૧૨૪ રન આપીને ૧૪ વિકેટ ઝડપવાનો ભારતીય વિક્રમ સ્થાપ્યો અને એને પરિણામે ભારત પહેલી વાર ટેસ્ટમૅચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી શક્યું અને તે પણ ઑસ્ટ્રેલિયાના સફળ અને ચતુર સુકાની રિચી બેનોડની ટીમને. લાલા અમરનાથ ખેલાડી હોય કે પછી રેડિયો-ટીવી કોમેન્ટેટર કે પસંદગીકાર હોય – પણ એમનાં વિધાનો સતત વિવાદ જગાવતાં રહ્યાં. આવું વિવાદભર્યુ, જોશીલું અને રંગીલું વ્યક્તિત્વ હોવાથી જ લાલા અમરનાથ “ધી બાયરન ઑફ ઇન્ડિયન ક્રિકેટ” તરીકે ઓળખાયા.. લાલા અમરનાથે કેટલાય ભારતીય યુવાનોને તાલીમ આપીને તૈયાર કર્યા. કુશળ ઓપનર અને સુકાની નરીમાન કોન્ટ્રાક્ટર, શક્તિશાળી ઑલરાઉન્ડર સલીમ દુરાની, ઝડપી ફિટકાબાજી માટે વધુ જાણીતો બનેલો વિકેટકીપર બુદ્ધિ કુંદરન, ભારતનો ઉત્કૃષ્ટ વિકેટકીપર ગણાયેલો ફરીખ ઍન્જિનિયર અને શક્તિશાળી બેટધર ચંદુ બોરડે – આ બધાની કારકિર્દીમાં લાલા અમરનાથનું પ્રોત્સાહન મહત્ત્વનું બન્યું છે. | લાલો અમરનાથે માનતા કે અનુકુળ વિકેટ પર કરેલી સદી કરતાં પ્રતિકૂળ વિકેટ પર ઝઝૂમીને કરેલી અર્ધી સદી વધુ મહત્ત્વની ગણાય. આ માપદંડ મુજબ પોતાની ઉત્તમ રમત તરીકે ૧૯૪૫માં મદ્રાસમાં શ્રીલંકાના પ્રવાસે જનારી ભારતીય ટીમ અને મદ્રાસ પ્રેસિડન્સી ટીમ વચ્ચેના મુકાબલા સમયની રમતને દર્શાવી છે. આ સમયે મદ્રાસના ચેપોક મેદાનની વિકેટ સ્પિનરોની તરફદારી કરતી હોવાથી ઑફસ્પિનર ગુલામ એહમદે ૪ વિકેટ ખેરવી તરખાટ મચાવ્યો હતો. ફક્ત સાત રનમાં ચાર વિકેટ પડી હતી, ત્યારે ઓપનિંગ બેટધર વિજય મરચન્ટ સાથે પાંચમી વિકેટે લાલા અમરનાથ જોડાયા. લાલા અમરનાથે આ પરિસ્થિતિમાં શાંતિથી ખેલવાનો વિચાર કર્યો, પણ આવતાંની સાથે જ ‘સ્ટીકી’ વિકેટ પર પ્રભાવશાળી ગુલામ એહમદની ગોલંદાજીમાં છગ્ગો લગાવ્યો. એ દિવસે લાલા અમરનાથનો જુસ્સો એવો હતો કે કોઈ પણ ગોલંદાજ એમના પર પ્રભાવ પાડી શકે નહીં. ગુલામ એહમદની સાથે સ્પિનરને ફાવતી વિકેટ પર

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20