________________
૩૪
લાલા અમરનાથ
સ્પિન ગોલંદાજ રામસિંહ, રંગાચારી, ગોપાલન અને પાલિયા હતા. લાલા અમરનાથે ઝડપભેર બૅટિંગ બતાવવા માંડી, લાલા અમરનાથે લંચ પહેલાં અગિયાર ચોગ્ગા સાથે પચાસ
રન કર્યા. આ સમય દરમ્યાન વિજય મરચન્ટ ૩૯ રન
પર જ રહ્યા ! લાલા અમરનાથે ૧૮ ચોગ્ગા અને છગ્ગાઓ સાથે લંચ અગાઉ સદી પૂરી કરી.
આ સમયે લાલા અમરનાથને સુકાનીએ આઠમા ક્રમને બદલે છઠ્ઠા ક્રમે ખેલવા મોકલ્યા હતા. આ રમતથી સુકાનીના વિશ્વાસને પોતે યોગ્ય પુરવાર કરી શક્યા એવો લાલાને આત્મસંતોષ થયો. એ પછી શ્રીલંકાના પ્રવાસમાં સુકાની વિજય મરચન્ટે લાલા અમરનાથને ત્રીજા ક્રમે ખેલવા મોકલ્યા અને લાલાએ અગ્રક્રમે મોકલવાની સુકાનીની શ્રદ્ધાને યોગ્ય ઠેરવી. આ રમત વિશે લાલાએ કહ્યું, “મારા આ દાવથી મૅચનું અને મારી કારકિર્દીનું પાસું પલટાઈ ગયું. મારા ચાહકો આ ધરતી પર જુદાં જુદાં સ્થળોએ અને જુદી જુદી પરિસ્થિતિમાં મેં નોંધાવેલી સદીઓને શ્રેષ્ઠ ગણે છે, પણ હું તો મારા મનમાં ચંપોક પરની મારી રમતને સદાય મૂલ્યવાન ખેલ તરીકે સંઘરીને બેઠો છું.”
લાલા અમરનાથને અંગત રીતે સૌથી વધુ આનંદનો અનુભવ ૧૯૩૩-'૩૪માં મુંબઈની ટેસ્ટના બીજા દાવમાં
લાલા અમરનાથ
૩૫
કરેલી ઐતિહાસિક સદી કરતાં પણ એ ટેસ્ટના પ્રથમ દાવમાં કરેલા ૩૮ ૨ન સમયે સાંપડ્યો. ટીમના સૌથી નાની વયના ખેલાડી એવા લાલા અમરનાથે ટીમનો સૌથી વધુ જુમલો (૩૮ રન) કર્યો ત્યારે લાલા અમરનાથને આનંદ થયો કે તેઓ ભારત તરફથી ખેલી રહ્યા છે અને તેમણે સૌથી વધુ જુમલો નોંધાવ્યો છે. આ આનંદની કોઈ સીમા ન હતી. આથી બીજા દાવની સદી કરતાં પણ પહેલા દિવસે કરેલા આ રનથી લાલા વધુ ભાવવિભોર બન્યા હતા.
લાલા પોતાની શ્રેષ્ઠ ગોલંદાજી તરીકે ૧૯૩૬માં લૉર્ડ્ઝના મેદાન પર મિડલસેક્સ કાઉન્ટીની ૨૯ રનમાં મેળવેલી ૬ વિકેટોને ગણાવે છે, પોતે જોયેલા ઉત્કૃષ્ટ બેટધર તરીકે ડોન બ્રેડમેન અને ગમતા મેદાન તરીકે હૈદ્રાબાદનું રેસકોર્સ મેદાન ગણાવે છે.
બગીચાના શોખીન લાલા અમરનાથે અનેક સુંદર ગુલાબો ઉગાડ્યાં છે, પરંતુ એથીય વધુ એમણે ભારતને સુરિન્દર અને મોહિન્દર જેવા ખેલાડીઓ આપ્યા છે. સુરિન્દર અમરનાથે પિતાના પગલે ચાલીને પોતાની સર્વપ્રથમ ટેસ્ટમાં સદી કરી અને ક્રિકેટના ઇતિહાસમાં એવો પ્રથમ દાખલો નોંધાવ્યો કે જ્યારે પિતા અને પુત્ર બંનેએ પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી કરી હોય. ભારતીય ક્રિકેટમાં પ્રથમ ટેસ્ટમાં