________________ લાલા અમરનાથ લાલા અમરનાથ 37 સદી કરનાર પછી ક્યારેય સદી કરી શકતા નથી એવા શાપને સુરિન્દરે દૂર કર્યો. સુરિન્દરે દસ ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું તો એના નાના ભાઈ મોહિન્દરે પસંદગીકારોએ એને વારંવાર અન્યાય કર્યો હોવા છતાં 99 ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. એમનો સૌથી નાનો પુત્ર રાજિન્દર રણજી ટ્રોફી ખેલ્યો. ક્રિકેટના મેદાન પર સાહસિકતા બતાવનાર લાલા અમરનાથ એક દાયકા પૂર્વે હૃદયરોગના હુમલાથી ગંભીર રીતે બીમાર થયા, પરંતુ આવી ગંભીર બીમારીમાંથી એ જ ખમીર અને ખુમારીથી લાલા બહાર આવ્યા. શારીરિક રીતે અત્યંત અશક્ત એવા લાલા અમરનાથ માનસિક રીતે આજે પણ એટલા જ મક્કમ અને જાગ્રત છે. દૃષ્ટિવંત સુકાની, આક્રમક બેટધર, યુક્તિબાજ ગોલંદાજ, કામયાબ વિકેટકીપર, સમર્થ સુકાની અને દીર્ઘદ્રષ્ટા પસંદગીકાર તરીકે લાલા અમરનાથે ભારતીય ક્રિકેટમાં નામના હાંસલ કરી છે. સી. કે. નાયડુ પછી ભારતના ક્રિકેટ-શોખીનોના દિલોદિમાગ પર અઢી દાયકા સુધી છવાઈ જનાર પ્રતિભાશાળી ઑલરાઉન્ડર અને સમર્થ સુકાની તરીકે લાલા અમરનાથ અવિસ્મરણીય બની રહ્યા છે.