Book Title: Lala Amarnath
Author(s): Kumarpal Desai
Publisher: Balbharti Pustak Shreni

View full book text
Previous | Next

Page 16
________________ લાલા અમરનાથ લાલા અમરનાથ | ‘બૅક-ફૂટ’થી દડાને ડ્રાઇવ કરવાની અમરનાથ જેવી શક્તિ કોઈ પણ ભારતીય બેટધરમાં જોવા મળતી નહોતી. એના ચપળ ‘ફૂટ-વર્ક’ અને ‘ડ્રાઇવ’ કરવાની શક્તિના સંયોગને લીધે અમરનાથ સ્પિન ગોલંદાજીને છિન્ન ભિન્ન કરનારા કાબેલ ખેલાડી બન્યા. ‘ફ્લાઇટેડ’ સ્પિન દડા પણ એમને સહેજે મુંઝવી શકતા નહીં. એ દડાને ‘ડ્રાઇવ” કરતા ત્યારે એમના કાંડાની તાકાત પ્રગટ થતી. દડાને જ્યારે પાછલે પગે ફટકારવા જતા ત્યારે એમનો ડાબો પગ જમીનથી અધ્ધર થઈ જતો. વળી જો ફટકામાંથી રન ન મળે તો એ એક પગે લંગડી લેતા હોય તેમ કૂદકો લગાવતા. અમરનાથના કદાચ બીજા બધા સ્ટ્રોક ભૂલાઈ જશે, પણ એમના ‘ઑફ-ડ્રાઇવ’ તો જોનારાઓની સ્મૃતિમાં ચિરંજીવ સ્થાન મેળવી ગયા છે. તેમની આખીય રમતની કરોડરજજુ આ ડ્રાઇવિંગ ગણાય. એમને ‘ડ્રાઇવ’ કરતા જોવા એ ક્રિકેટરસિકો માટે અત્યંત આનંદનું દૃશ્ય હતું. ઝડપી ગોલંદાજી હોય કે સ્પિન ગોલંદાજી હોય, પણ અમરનાથ એક વાર બરાબર જામી જાય પછી એમના બેટ વચ્ચેથી ‘ડ્રાઇવનો મનોહર પ્રવાહ વહેવા લાગતો. બે સિલિ-મિડ ઑફ, ગલી, સ્લિપ, વિકેટની નજીકમાં વિકેટકીપર, લેગ સ્લિપ, શ્રી શોર્ટ લેમ્સ અને સિલિ મિડ નની વિશિષ્ટ ફીલ્ડિંગયોજના કરીને એક પછી એક ઓવર ઝીંક્તા અમરનાથને જોવા એ અનન્ય અવસર ગણાય. અમરનાથ ‘ઇન-સ્વિંગર્સ’ નાખતા મધ્યમ ઝડપી ગોલંદાજ હતા. જો કે એમનો દડો પીચ પડ્યા પછી વધુ ઝડપથી આગળ વધતો હતો. એમની બેટિંગની રીત સાવ નોખી હતી, તો એમની ગોલંદાજીની પદ્ધતિ ક્રિકેટના નિષ્ણાતને અને વિરોધી ખેલાડીઓને વિમાસણમાં મૂકી દે તેવી હતી. એ દડો નાખતા ત્યારે તેમના બંને પગ સાવ નજીક આવી જતા. એ સમયના ગોલંદાજોમાં આવી રીત ભાગ્યે જ જોવા મળતી. અમરનાથે વિશિષ્ટ અને વિચિત્ર રીતે દડાને વીંઝવા ખાતર આવું મુંઝવનારું ‘એક્શન' અપનાવ્યું હોવાનું પણ કેટલાક માને છે. નવા દડે અમરનાથ ઇન-સ્વિંગ નાખતા. ઘણી વાર ખૂબ ‘ટૂંકા’ દડા નાખીને વિરોધી ખેલાડીના ‘ડ્રાઇવ' કરવાના ઉત્સાહને છિન્નભિન્ન કરી નાખતા. પીચ પડ્યા પછી એકાએક વધુ ઝડપે દડો લાવીને એ વિરોધી બેટધરને ફટકો મારવામાં ઉતાવળ પણ કરાવતા, જેથી બેટધર કંચ આપી બેસતા. આ રીતે એમણે સામાન્ય બેટધરોને જ નહીં, પણ ડોનાલ્ડ બ્રેડમેન, વૉલ્ટર હંમડ અને લેન હટન જેવા સમર્થ બેટધરોને માત્ર શાંત જ નથી રાખ્યા, પણ ફટકો લગાવવા માટે

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20